ગોર્ય પૂવે છે ગોયી રે
ગોર્ય ગોર્ય માડી, ઉઘાડો કમાડી,
તમારી પૂજારી આવી રે.
ગોર્ય પૂજે છે, ગોપી રે.
ઈ’રે પૂજારી શું શું રે માગે ?
દહીં માગે, દૂધ માગે,
પૂતરને પરિવાર,
માગે છે અખંડ હેવાતણ રે,
ગોર્ય પૂજે છે, ગોપી રે.
વેળુડીનાં ઢગલાં કરીને,
પૂજે છે પ્રેમ ધરીને રે,
ગોર્ય પૂજે છે, ગોપી રે.
કંકુ કેસર ને અબીલગલાલી,
ઘીના દીવા લૈને આવી રે,
ગોર્ય પૂજે છે, ગોપી રે.
એકું એકું ગોપીને એકું એકું કાન,
રાસ રમે ભગવાન રે,
ગોર્ય પૂજે છે, ગોપી રે.