હોમ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી : જન્મ જયંતિ
-
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી : જન્મ જયંતિ
ગુજરાતના ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28-8-1896 ના રોજ પાંચાલ ભૂમિના ચોટીલા ગામે થયો હતો. બી.એ.થઈ એક કારખાનામાં વ્યવસ્થા વિભાગમાં જોડાયા ત્યાં બંગાળી ભાષા શીખ્યા. ત્યાં જ જુવાન ઝવેરચંદ ને જાણે મા-ભોમનો –સોરઠની ધરતીનો સાદ સંભળાયો અને પોતાની નિશ્ચિત આજીવિકા છોડીને લોક-લોકસાહિત્યની સેવા કરવા સૌરાષ્ટ્રમાં આવી ગયા. સૌરાષ્ટ્રના દૂહાઓ અને લોકકથાઓને પુનજીર્વિત કરી ગામડે ગામડે રખડી-રઝડીને ઘરડેરાં પાસે વાતો કઢાવીને એ ધરબાયેલા ધનને સાહિત્યિક પુટ આપીને સૌરાષ્ટ્રના ખમીરને લોકો સમક્ષ મૂકી દીધું. માત્ર પચાસ વર્ષના ટૂંકા આયુષ્યમાં તેમણે અઠ્ઠાસી પુસ્તકો લખ્યાં. ‘સૌરાષ્ટ્રની રસધારા’, ‘સોરટી બહારવટિયા’, ‘તુલસી ક્યારો’, ‘વેવિશાળ’, ‘કંકાવટી’, ‘રવીન્દ્ર વીણા’, ‘યુગવંદના’વગેરે તેમના ઉલ્લેખનીય પ્રકાશનો છે. ચારણો તથા જોગી-જતીઓની વચ્ચે ઘુમીને લોકસાહિત્ય એકઠું કરવાથી માંડીને સાહિત્ય પરિષદ સંમેલનમાં પ્રમુખપદે તે બિરાજ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભાએ તેમને પ્રથમ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અર્પણ કર્યો હતો. વેદનાને કરુણભર્યા પ્રલંબ સૂરે ગાઈને તેમણે શ્રોતાજનોને રડાવ્યા હતા. લોકહ્વદયમાં ઉભરાતી લાગણીઓને કંઠ આપનાર એ અજબ બજવૈયાનું નામ ઈ. ૧૯૪૭માં એકાએક વિલાઈ ગયું. સુરેશ દલાલ કહે છે કે :
‘ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.’
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com