હોમ
સફળ નવલકથાકાર અને નાટયકાર યશોધર મહેતા-જન્મ જયંતિ
-
સફળ નવલકથાકાર અને નાટયકાર યશોધર મહેતા-જન્મ જયંતિ
સફળ નવલકથાકાર અને નાટયકાર શ્રી યશોધર મહેતાનો જન્મ અમદાવાદમાં ૧૪-૮-૧૯૦૯માં રોજ થયો હતો. બી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી વકીલાતનો વ્યવસાય સ્વીકાર્યો. ભારત સરકારે ‘ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશન’ ના સભ્ય તરીકે તેમજ ગુજરાત સરકાર ‘મિનિમમ વેઈઝ એડવાઈઝરી બોર્ડ’ ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી તેમની સેવાનો લાભ લીધો હતો. તેમનું ‘રણછોડાલાલ’ નાટક અનોખી ભાર પાડે છે. અને તે કૃતિ ખૂબ જ આવકાર પામી. જ્યારે ‘સમર્પણ’ના ઐતિહાસિક નાટકમાં સંવાદની કુશળતા અને જહાંગીર- નૂરજહાંની આલેખાયેલી પ્રણયકથા ધ્યાન ખેંચે તેવી છે. ‘સરી જતી રેતી’, ‘વહી જતી જેલમ’, ‘સંધ્યારાગ’ જેવી નવલકથા, ‘ઘેલો બબલ’, ‘મંબોજંબો’ જેવા નાટકો તેમજ નવલિકા, પ્રવાસ,ચરિત્રો પરની કૃતિઓ કલાત્મક રીતે રજૂ કરેલ છે. શૈલીના ચિત્રાત્મકતા સુરેખ વ્યક્તિત્વવાળાં પાત્રો, થોડું અગમનિગમ એવા યશોધરની નવલકથાના લક્ષણો સામાન્ય રીતે સ્પષ્ટ તરી આવે છે. આમાંના ઘણા લક્ષણો મુનશીની યાદ આપે છે. ઈ. ૧૯૮૯માં તેમનું દેહાવસાન થયું. શ્રી યશોધર મહેતાએ આપણાં ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમ નિ:સંકોચપણે કહી શકાય.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com