
યજ્ઞ યાદ આવતા જ આપણને અગ્નિમાં હોમાતા ધીની આહુતિ અન્નની આહુતિ વગેરે કર્મકાંડો યાદ આવે છે. પરંતુ યજ્ઞની વ્યાખ્યા વિસ્તૃત છે, જે કાર્યથી સત્કર્મો કરનાર માણસોનું આથિત્ય થાય તેમને સન્માન અપાય, સમાજમાં ઐક્ય સંધાય જેનાથી સમાજમાં વિભક્ત ન થાય તેવું દરેક કર્મ એટલે યજ્ઞ યજ્ઞનું માહાત્મય કેટલું મહાન છે ખુદ દેવો, ઋષિમુનિઓ પણ યજ્ઞ કરતા. જો યજ્ઞ સાચા હ્યદયથી કરવામાં આવે તો મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. દરેક માનવ કર્મમાં યજ્ઞામય જ હોય છે. જો તે સાચી ભાવના અને ઈશ્વરને નજરમાં રાખીને કરવામાં આવે. યજ્ઞના ઘણા અર્થ થાય છે ઐક્ય કરવું મૈત્રી કેળવણી તેમજ દૈવ પૂજનને પણ અગ્નિ કહેવામં આવે છે. જે કાર્યથી કોઈપણનું ભલું થાય તેને યજ્ઞ કહી શકાય. માણસ યજ્ઞથી દૂર જાય તેનો અર્થ થાય તે સત્કર્મોની દૂર જાય છે. યજ્ઞનો અર્થ હોમવું એવો પણ થાય, પોતાના સત્કર્મોથી મેળવેલ ફળનું સમાજની સેવા માટે સમર્પણ (દાન) કરી દેવું તે પણ યજ્ઞ જ છે. આમ, યજ્ઞની વ્યાખ્યા ઘણી વ્યાપક છે, પરંતુ તેમાં ફળનો સમર્પણ ભાવ મુખ્ય છે. ઉપરાંત તે ફળ સત્કર્મોની પ્રાપ્ત કરેલુ હોવું જોઈએ.
આપણે યજ્ઞ અગ્નિની સાક્ષીએ કરીએ છીએ. યજ્ઞને અગ્નિપુજા જ પ્રતિક પણ માનવમાં આવે છે. અગ્નિમાં વસ્તુને પોતાનામાં સમાવી લેવાનો ગુણ હોય છે. વળી તે પોતે બળે છે અને માણસને હૂંફ અને ગરમી આપે છે. અગ્નિ તેજસ્વી તેમજ સૌમ્ય હોય છે, પરંતુ તેની સૌમ્યતા નબળાઈની નિશાની નથી, અગ્નિનું અપમાન માણસને દઝાડી પણ શકે છે. મનુષ્યે પણ યજ્ઞના આ પ્રકારના ગુણોનું અનુસરણ કરવું જોઈએ. આપણે લગ્ન સહિત મોટાભાગના ધાર્મિક કે મહત્વના પ્રસંગો અગ્નિની સાક્ષીએ જ કરીએ છીએ, અહિં યજ્ઞની સાક્ષીએ બંને પક્ષો વચ્ચે વચનોની જે કંઈ આપલે થાય છે તેનો સાક્ષી યજ્ઞ રહે છે, અહિં યજ્ઞ શક્તિ અને સાર્મ્થયનું પ્રતિક બની રહે છે. જેની હાજરીમાં કોઈ ખોટું વચન આવશે નહિ કે ખોટું કર્મ કરશે નહિ તેવો ભાવ હોય છે. આપણા ઋષિમુનિઓ પણ સતત યજ્ઞકાર્યમાં પ્રવિત રહેતા અને પોતાને મહાતેજસ્વી, પોતાના દોષોનો નાશ કરવા યાચના કરતા રાજા-મહારાજઓ પણ વિજય મેળવવા માટે સમયાંતરે યજ્ઞો કરતા શ્રી રામે અશ્વમેઘ યજ્ઞ કરેલો પાંડવો એ પણ રાજસુર્ય યજ્ઞ કર્યાના ઉદાહરણો પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. આપણા વેદશાસ્ત્રોમાં પાંચ પ્રકારના વેદો કરવાનું કહ્યું છે. દૈવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ, દૈવયજ્ઞમાં દૈવ કાર્ય માટે હોમ હવન કરવામાં આવે છે. જયારે ભૂત યજ્ઞમાં પ્રાણીઓની સેવા કરવામાં આવે છે. પિતૃયજ્ઞમાં નિયમિત શ્રાધ્ધ કરી પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે જયારે બ્રહ્મયજ્ઞમાં પોતે સ્વઅધ્યયન કરવું અને બીજાને કરાવવું અને મનુષ્ય યજ્ઞમાં માનવ સમાજ પ્રત્યે સત્ર કર્મો કરવા આમ, દરેક યજ્ઞમાં અમુક સત્ને સમર્પણ કરવાનો ઉપદેશ છે, જેનું અનુસરણ કરી મનુષ્ય શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકે છે.