પૃથ્વી પર દિવસ અને રાતની સ્થિતિ બદલાતી રહે છે, અને પૃથ્વી એની ધરી પર સતત ફર્યા કરે છે. એટલા માટે પૂરા વિશ્વમાં એક સરખો સમય રાખી શકાતો નથી. એટલા માટે વિશ્વને જુદા જુદા ભાગોમાં વહેંચી નાખવામાં આવ્યો છે. દરેક ભાગનો અલગ-અલગ સમય છે. દરેક ભાગના અંતરને એક કલાક બરાબર માની લેવામાં આવે છે.