પ્રશ્ન:ડુંગળી સમારતી વખતે આંખમાં પાણી આવે છે તેનું વૈજ્ઞાનિક કારણ શું?
જવાબ: વૈજ્ઞાનિક રીતે જ આનું કારણ સમજવા માગતા હો તો જરા માંડીને વાત કરીએ. ડુંગળીમાં સલ્ફરનાં કેટલાંક સંયોજનો હોય છે, જેમને મંદ તેજાબ કહો તો પણ ચાલે. આ સંયોજનો ઊડ્ડયનશીલ છે; એટલે કે ડુંગળીને કાપો ત્યારે તેઓ હવામાં ચોતરફ ઊડવા માંડે છે. આંખને તેઓ ખૂબ જ બળતરા કરાવે છે, પણ સારા નસીબે તે સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. પરિણામે આંસુમાં તેઓ ઓગળી જાય છે, માટે ટૂંક સમય પછી બળતરા રહેતી નથી. ડુંગળીને પાણીમાં ડૂબાડેલી રાખીને કાપો તો તેજાબી સંયોજનો તત્કાળ પીગળી જવાને લીધે હવામાં પણ ફેલાય નહિ.