હોમ
શરીરનો સૌથી મોટો અવયવ ક્યો?
-
શરીરનો સૌથી મોટો અવયવ ક્યો?
પ્રશ્ન:આપણા શરીરનો સૌથી મોટો અવયવ ક્યો?
જવાબ:ચામડી. હા, આપણા શરીરને આવરણ પુરુ પાડતી ચામડી એ સૌથી અવયવ કહેવાય. ચામડી આપણા શરીરના આંતરિક અવયવોનું રક્ષણ કરવા ઉપરાંત પણ ઘણાં કામ કરે છે. અને વિવિધ કામ કરવા માટે તેની રચના પણ વિશિષ્ટ હોવી જોઈએને. આપણી ચામડીને બે પડ હોય છે. ઉપલા પડમાં રંગસૂત્રો અને સંવેદનગ્રંથીઓ અને પ્રસ્વેદ ગ્રંથીઓ હોય છે. આ ઉપરાંત તેમાં: જ્ઞાનતંતુઓ પણ હોય છે કે જે બ્રાહ્ય ઈજાનો સંદેશ મગજ સુધી પહોંચાડે છે. ચામડી ઉપર વાળ અને રૂંવાટી પણ હોય છે. આપણને દેખાતી ચામડીમાંથી સતત ઘસારો ચાલુ રહેતો હોય છે અને ઉપલા પડમાંથી સુક્ષ્મ માત્રામાં સતત મૃતકોશો બહાર ફેંકાતા હોય છે. ચામડી ઉપર આવેલી પ્રસ્વેદ ગ્રંથીઓમાંથી પરસેવો બહાર આવીને શરીરના ઉષ્ણતામાન જાળવવામાં મદદ કરે છે. ચામડીના આંતરિક પડમાં વાળ અને રૂંવાટીના મૂળ હોય છે. આપણે દિવસ દરમ્યાન ઘણી જગ્યાએ જતાં આવતાં હોઈએ છીએ ચામડી ઉપર બહારના વાતાવરણની અસરો પણ થતી હોય છે અને રોગજન્ય બેકટેરિયા પણ ચોંટતાં હોય છે. એટલે જ દરરોજ સ્નાન કરીને ચામડી સ્વચ્છ રાખવી તે મહત્વનું છે. ભારતના લોકોમાં મોટેભાગે ચામડીનો રંગ ઘઉંવર્ણો હોય છે પણ વિશ્વના વિવિધ પ્રદેશોમાં આબોહવા અને હવામાનને કારણે માણસોની રંગ કાળા, ગોરા કે પીળા હોય છે. બ્રિટન જેવા ઠંડાપ્રદેશના લોકો ગોરા હોય છે તો ગરમ પ્રદેશમાં રહેતાં લોકોની ચામડી કાળી હોય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com