વ્હાલા ગુર્જરી.નેટના વાંચકો.. આજે રામનવમી-એટલે કે મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંન્દ્રજીનો જન્મદિવસ. ગુર્જરી.નેટ લગભગ પાંચ વર્ષના વનવાસ પછી, આપના અપાર પ્રેમ અને લાગણીને માન આપીને ફરી પાછુ આપની સેવામા હાજર થાય છે. આ પ્રસંગે થોડી વાતો અમારા પરિવાર તરફથી..
ગુર્જરી.નેટ 13 નવેમ્બર- 1999 થી શરૂ કરીને 31 માર્ચ 2003 સુધી એટલે કે લગભગ પાંચ વર્ષ સુધી ડેઇલી અપડેટ થતુ હતુ, આ સમયે ગુજરાતી ભાષાની ટેકનોલોજીકલ લીમીટેશન્સને ધ્યાનમા લઇ અમે ઇમેજ બેઇઝ પબ્લીકેશન ની શરૂઆત કરેલી, આગળ જતા અહિ સર્ચ મેકેનીઝમની ગેરહાજરીને લઇને ડેઇલી અપડેટ કરવાનુ બંધ કરેલ. લગભગ 12 મહિના અગાઉ યુનીકોડ ગુજરાતીની ઉપલબ્ધતા અને ગુગલ જેવા સર્ચ એંજીનમા તેના લીસ્ટીંગથી ગુર્જરી ને આપની પાસે ફરી લાવવા માટે અમારામાં નવા પ્રાણ નો સંચાર થયો. અગાઉ રહેલી કચાશને દૂર કરતા કરતા લગભગ છેલ્લા છ મહિનાની ભાગદોડને અંતે.. ધીરજના મીઠા ફળ સુધી આજના દિવસે પહોચ્યા.
ચાલો ત્યારે, ફટાફટ થોડી વાતો અમારા પરિવારની..
આજથી લગભગ એકાદ વર્ષ પહેલા અમારા પરિવાર ના પાયાના પત્થર અને ચીફ ટેકનોલોજી ઓફીસર કુતુબભાઇએ પ્રસ્તાવ મુક્યો કે ચાલો ગુર્જરી.નેટ ફરી અપડેટ કરીએ. તરત જ પરિવાર ની ફેમીલી મીટીંગ થઇ અને અમલ શરૂ. પરિવાર ના મોભી તરીકે શ્રી ભરતભાઇ બારાઇની આગેવાનીમા નવા રંગ રૂપ વિષે ચર્ચા ચાલી અને ચીફ એડિટર હીનાબહેનના “પોઝીટીવીટી” ના સુચનને પોઝીટીવલી આવકાર્યુ. અહિ નક્કી કરેલ દરેક કંટેનન્ટમા “પોઝીટીવીટી” ને ભારપૂર્વક ધ્યાનમા લેવામા આવેલ છે. આ ઉપરાંત આ પોર્ટલ ને એજ્યુકેશન પ્લેટફોર્મ બનાવવાની ખાસ તકેદારી રાખેલ છે. એજ્યુકેશન ઉપરાંત એંનટરટેઇંટ અને ખાસ કરીને વાંચકો સાથે લાગણીનો નાતો સદાયને માટે બંધાયેલ રહે અને નેટ પર ગુજરાત તેના અસ્સલ મિજાજમાં ધબકતુ રહે તેવો અમારો પ્રયાસ છે અને રહેશે. સંસ્ક્રુતિ દર્શન, વિજ્ઞાન દર્શન, બાલ જગતમાં જાણવા જેવુ અને મહિલા જગતમાંજ ઘરેલુ નુસ્ખાઓની વાતો માત્ર એંનટરટેઇંટ પુરતી સિમીત ન રહેતા આપણા પારંપરિક જ્ઞાનને ડીજીટાઇઝ થકી લોકભોગ્ય સ્વરૂપે મુકેલ છે. સેકસ વિજ્ઞાનનો હેતુ, સમાજમા પ્રચલિત ખોટી માન્યતાઓના ખંડન દ્વારા સરળ અને સુલભ ભાષામા સેકસ અંગે સાચી સમજણ પ્રસરાવવાનો છે. અહિ ભાષા શુદ્ધિની બને તેટલી સંભાળ લેવામા આવેલ છે, તેમ છતા કયાંય વિવેક મર્યાદા ચુકાતી હોય તો ધ્યાન દોરવા નમ્ર વિંનતી છે. આશા છે અમારોઆ વૈજ્ઞાનિક અભિગમ આપને પંસદ પડશે. પોર્ટલમા દરેક આર્ટિકલ લેવલે ક્મેંટ સ્વરૂપમાં આપ આપની પ્રતિક્રિયાઓ આપી શકો છો. આ ઉપરાંત જનરલ ફીડબેક- આખા ગુર્જરી.નેટમાં જમણી બાજુના ટોપ કોર્નર પર આવેલ હાઇપર લીંક દ્વારા આપી શકો છો.છેલ્લે, ગુર્જરી.નેટનો અભિગમ ટનબંધ પોઝીટીવીટી પીરસવાનો છે. આપના ધ્યાન મા કોઇ પોઝીટીવ સ્ટોરી, ધટના કે સમાચાર હોય તો અમારા એડિટર ને ચોક્ક્સ મોક્લી આપશો. આ માટે આપ editor@gurjari.net પર ઇ-મેઇલ મોકલી શકો છો, અહિ આપનુ વેલીડ ઇ-મેઇલ આઇ-ડી ખાસ જરૂરી છે કેમ કે એક વખત વેરીફીકેશન થયા બાદ જ આપની સ્ટોરી પબ્લીશ કરવામા આવશે.શીતલકુમાર બથીયા- CEO ગુર્જરી.નેટ