પ્રશ્ન:આંખો બંધ કરીને આપણે સીધા કેમ ચાલી શકતા નથી ?
જવાબ: આપણું શરીર એકદમ સમતોલ રીતે ઘડાયેલું નથી. હાડપિંજર સહિત જમણી તથા ડાબી તરફનાં અંગો વચ્ચે રચનાનો અને વજનનો તફાવત છે એટલું જ નહિ, પણ ચાલતી વખતે ડાબા જમણા પગલાં એકસરખાં પડતાં નથી. આને લીધે સામેનું દ્રશ્ય જોયા પછી નાના મગજે વારંવાર દિશા સુધારવા માટેના સંકેતો જે તે અવયવોને મોકલવા પડે છે. આંખો બંધ હોય ત્યારે નાના મગજને નિર્ણય લેવા માટે જરૂરી માહિતી પ્રાપ્ત ન થાય, એટલે સીધી લીટીમાં ચાલી શકાય નહિ.