આપણે દૂર પડેલી વસ્તુઓને (પદાર્થોને) દેખીએ છીએ કે તેમનામાંથી નીકળતા પ્રકાશને ?
પ્રથમ દ્રષ્ટિએ આપણને કદાચ એવું લાગે, પરંતુ એવું નથી. જો દબાણ અને ઉષ્ણતામાન સરખા હોય તો વાયુ જેમ હલકો તેમ તેમાંથી પસાર થતા અવાજની ગતિ વધારે હોય છે. દા.ત., આપણે શ્ર્વાસમાં જે હવા લઇએ છીએ તેમાં ઓકિસજન અને નાઇટ્રોજનનું મિશ્રણ હોય છે. ઓકિસજન અને નાઇટ્રોજનના મિશ્રણના બદલે હવામાં જો માત્ર હાઇડ્રોજન વાયુ જ હોય તો, કોઇ તાળી પાડે તેનો અવાજ તમે વહેલો અથવા ઝડપથી સાંભળી શકો.
પવનનું તોફાન કે વાવાઝોડું આપણાથી ચાર માઇલ જેટલું દૂર હોય તો તેની ગર્જના વીજળી થયા પછી લગભગ વીસ સેકન્ડ પછી આપણને સંભળાય છે, પરંતુ હવામાં માત્ર હાઇડ્રોજન જ હોય તો આવો અવાજ પાંચ જ સેકન્ડમાં સંભળાય છે, કારણ કે હાઇડ્રોજન વાયુ હલકો છે.
જો હવાનું દબાણ સરખું હોય અને ઉષ્ણતામાન ૦૦ શૂન્ય અંશ સેન્ટીગ્રેડ હોય અને વાતાવરણ સામાન્ય હોય તો અવાજ જુદા જુદા વાયુમાં એક સેકન્ડમાં નીચે જણાવેલી ઝડપે મુસાફરી કરે છે.
હાઇડ્રોજન ૪૧૬૩ ફૂટ, હવા ૧૦૯૦ ફૂટ, ઓકિસજન ૧૦૪૧ ફૂટ, કાર્બન ડાયોકસાઇડ ૮૫૬ ફૂટ