વધેલ રોટલી, ખીચડી, ભાત, પુલાવ, શાક,કેરીનો રસ, દૂધપાકમાંથી અનેક વાનગી બનાવી શકાય છે.ચાસણી વધે તો તેનો ઉપયોગ સક્કરપારા કે ગળી પૂરી બનાવવામાં કરવો.તરબૂચના સફેદ ભાગમાંથી શાક, હાંડવો, મૂઠિયાં,ઢેબરાં બનાવી શકાય.લીલી ડુંગળી, મૂળા, નોલકોલનાં પાંદડાંનો કચુંબર કે ચટણીમાં ઉપયોગ કરવો.કારેલાં,તુરિયાં, કેળાં,દૂધી, લીંબુ વગેરેની છાલમાંથી ભજિયા કે ચટણી બનાવી શકાય.