દિશાનું નામ ક્યાં અને કેવા વૃક્ષો વાવવા
ઉત્તર :- સુંદર દેખાવવાળા અને સુગંધિત છોડ કે વૃક્ષ રોપી શકાય. કૈથ, આંબળા,સુદર્શન, ગરમાળો, પારિજાત, તુલસી, નગોડ, સોપારી, નાગકેસર વગેરે.
દક્ષિણ :- દૂધવાળા વૃક્ષો, નાગચંપો, કરણ, પીપળો, પીપળ, ઉમરો.
પૂર્વ :- ફળાઉ વૃક્ષો તથા વડ, નાગકેસર રોપવા
પશ્ચિમ :- જે વૃક્ષોમાંથી પાણીનું બાષ્પોત્સર્જન વધુ થાય છે તથા મોટા પાનવાળા હોય તેવા વૃક્ષો રોપવા. જેવા કે પીપળો, અશોક, ફણસ, સોમવર, જયન્તી, લીમડો, ખીજડો (શમી),બોરસલી (મૌલશ્રી)
ધાબાપર :- ફુલવાળા નાના છોડ કે રોપા રોપવા હિતાવહ છે. તેમને ઉત્તર કે પૂર્વ દિશામાં અગાશીમાં રાખવા જોઈએ. જેવા કે ચંપો, ગુલાબ, કેતકી, ચમેલી, ગુલહાર, અધેડો, ભાંગરો,ગંધરાજ વગેરે.
(૧) મકાનના કંપાઉન્ડમાં રોપવા અશુભ મનાય છે તેવા વૃક્ષો નીચે મુજબ છે :
|
અં.નં. |
વૃક્ષનું નામ |
અસર |
|
૧. |
થોર (કેકટસ) |
આયુષ્ય ઘટાડે છે. |
|
૨. |
ઓક |
ચિંતા અને પ્રગતિમાં રૂકાવટ લાવે છે. |
|
૩. |
જમરૂખ |
સંતાનની પ્રગતિ માટે બાધક છે. |
અન્ય વૃક્ષોમાં બદરી, અવાર, કરંજ, અર્જુનસાદડ, પલાસ(ખાખરો), બોર, કંચન, આંબો વગેરે પણ લાભદાયક ગણવામાં આવતા નથી.
(૨) મકાન (ઘરના) કંપાઉન્ડ બહાર રોપવાથી લાભદાયક વૃક્ષો :
|
અ.નં. |
વૃક્ષનું નામ |
અસર |
|
૧. |
ખાખરો (પલાસ) |
પુત્ર સંતાન સુખ અને પ્રગતિ મળે છે. |
|
૨. |
આંબો |
પિતૃદોષ નાશ કરે છે અને સંપતિ પ્રાપ્તિ થાય. |
|
૩. |
બોર |
શત્રુનાશક છે. |
|
૪. |
વડ |
સર્વે પાપ દૂર કરે છે. |
|
૫. |
ઉંમરો |
ચંદ્ર ગ્રહથી થતી પીડાનો નાશ થાય છે. |