
સદીઓ પહેલા વૃક્ષો વાવવા માટેના ફળો કેવા મળે છે તેનો ઉલ્લેખ ઉપરોક્ત શ્લોમોમાં છે. કઈ દિશામાં વડનું વૃક્ષ હોય તો મનની અપેક્ષાઓ પૂર્ણ થાય છે. દક્ષિણ દિશામાં ઉમરા અને પશ્ચિમ દિશામાં પીપળાનું વૃક્ષ શુભદાયી નીવડે છે. તેનાથી ઉલટું પૂર્વ દિશામાં પીપળો, પશ્ચિમ દિશામાં વડલો, અને દિશામાં ઉમરો તેવું ફળ આપતાં નથી.
વૃક્ષો પર દેવ, દાનવ, ગંધર્વ, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી વાસ કરે છે. તેમજ તેના નીચે મનુષ્યો, પ્રાણીઓ, સર્પ તથા જીવજંતુઓ આશ્રય લે છે. આમ હોવા છતાં વૃક્ષ નીચે ઘર, મકાન, ઉદ્યોગ, ધંધો શરૂ કરવો નહિ. વૃક્ષની છાયા પડવી ન જોઈએ. સૂર્યના કિરણો મેળવવામાં રૂકાવટ થવી ન જોઈએ.
સુખશાંતિ ઇચ્છનારે ખાખરો, ચંપો, કરેણ, આંગણામાં ઉછેરવા નહિ. બાવળ, થોર, બોરડી જેવા કાંટાળા વૃક્ષો દુશ્મનો ઉભા કરે છે. જે વૃક્ષમાંથી દૂધ જેવો રસ (લેટેક્ષ) નીકળતા હોય તેવા વૃક્ષો અને વડલો, થોર, રબરનું ઝાડ, તાડ જેવા વૃક્ષો ધનહાની સૂચવે છે.
બહુ ફળો આપતા વૃક્ષોના પ્રભાવથી સંતતિની ચિંતા કે હાનિ થાય. આવા ફળના ઝાડના લાકડાનો ઉપયોગ ઘરના ફર્નિચર માટે કરવો નહિ. ઘરની નજીક લીંમડો, હળદર, ખાનરો વાવવા જોઈએ નહિ.
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષોને ઘણું મહત્વ આપવામાં આવેલ છે. ઉત્તર બાજુ લોન-દુર્વા-ભીનું ઘાસ રાખ્યું હોય તો મગજને અનેરી ઠંડક મળશે. અળવી, દૂધી, કાકડી, મરચાં, પરવળ, ચોળી, ગવાર, વેંગણ, ભીંડા, પાપડી, ફલાવર, ટમેટા, ફણસી, ગાજર, મૂળા, બીટ ઇત્યાદી શાકભાજી ઘરઆંગણે ઉત્તરબાજુ કે પૂર્વ દિશામાં વૃક્ષો વાવવા સારા. ઉદ્યોગધંધા કે ઘરના પાયાને વૃક્ષના મૂળિયા નુકસાન ન કરે તે ધ્યાન રાખી પશ્ચિમ-દક્ષિણ દિશામાં વૃક્ષો વાવવા. ઇશાન ખૂણામાં કદાપી મોટા વૃક્ષો રાખશો નહિ-રોપશો નહિ. તે બાજુ ઘાસ-લોન, કાંટા વિનાના વેલા, મેંદી, મોગરો, કૃષ્ણકમળનો વેલો, ચમેલી, જાઈ-જૂઈ, માધવીલતા, માલતી, મધુમાલતીના વેલા વાવવા. જેથી સુગંધનો લાભ મળે. સુગંધીથી મગજ પ્રસન્ન થશે.
(૧) ઔષધીય વનસ્પતિ, ઔષધીય વૃક્ષો શુભફળ આપે છે.
(૨) નાના ફુલછોડ, રામ-શ્યામ તુલસી, ગુલાબ, ચમેલી, કેતકી, માલતી, જાસુદ, નાગકેસર, ચંદન, બીલી, દાડમ વગેરે શુભફળ આપે છે.
(૩) પૂર્વમાં કેળ, દક્ષિણમાં ગુલમહોર, પશ્ચિમમાં પીપળો, ઉત્તર દિશામાં અશોકવૃક્ષ શુભ ગણાય છે.
(૪) ફળીયામાં તુલસીનો છોડ, ક્યારા કે કુંડૂ રાખવું. સંધ્યાટાણે દીવો, આરતી કરવી.
(૫) પાન તોડવાથી દૂધ જેવું ચીકણું પ્રવાહી (લેટેક્ષ) નીકળે તેવા આકડા, થોર, વડ જેવા વૃક્ષો સ્ત્રીવર્ગ માસિકધર્મ, માતૃત્વના પ્રશ્નો સર્જે છે. જેથી ઘર નજીક વાવવા નહિ.
(૬) અજાણ્યા વેલ-વેલાથી મંડપ બનાવશો નહિ. મોટા વૃક્ષોના છાંયડાથી સૂર્યના કિરણો (સવારના ૯ પછી)પ્રવેશ માટે રૂકાવટ આવવી ન જોઈએ. પીપળાના વૃક્ષને ચૌદસ, અમાસે શ્રદ્ધાપૂર્વક પાણી પાવા. સંતાનના પ્રશ્નો, પિતૃદોષનું નિવારણ થાય છે.
(૭) ચંદ્ર જ્યારે રોહિણી, મૃગશીર્ષ, રેવતી, ચિત્રા, અનુરાધા, હસ્ત, અશ્વિની, પુષ્ય, શતતારકા, ઉત્તરાષાઢા તથા ઉત્તરભાદ્રપદા નક્ષત્રમાં હોય ત્યારે નવા વૃક્ષ-છોડ વાવવાથી શુભફળ સાંપડે છે. પંચાગમાં દિવસે ક્યું નક્ષત્ર છે તે જોઈ લેવું.
(૮) નૈઋત્ય ખૂણામાં ભૂલેચૂકે ખાડો ખોદી, કોઈપણ વૃક્ષ વાવશો નહિ. નૈઋત્યના વૃક્ષમાં દૈત્ય, યક્ષ, અતૃપ્ત આત્મા, ભૂતનો વાસ રહેશે.
(૯) હાનિકારક ઝાડ-વૃક્ષનું પૂજન-પ્રાર્થના-શાંતિ કર્યા બાદ જ ઉખેડશો. આ વૃક્ષમાં જે ભૂતપ્રેત, વેતાલ, રાક્ષસ, સર્પ આદિ અનિષ્ટ તત્વોનો વાસ હોય તે સર્વ ભગવાન શંકર- શિવની આજ્ઞાથી દૂર ચાલ્યા જાય તેવી પ્રાર્થના કરવી.
શ્લોક :
ૐ વૈનાલાશ્ચ પિશાચાશ્વ રાક્ષસાશ્વ સરીકૃપા
સર્પન્તુ તે સર્વે વૃક્ષાદસ્મક્ષરિધવાક્ષયા ॥