
ભારત વર્ષની મહાન સંકસ્કૃતિ તમામ વિષયોમાં વૈવિધ્યસભર છે. છતાં પણ કોઈપણ તત્વ પ્રત્યે જરાપણ ભેદભાવ રાખ્યો નથી.માનવ ઉપર અત્યાચાર કરતા પરિબળોને નાથવા માટે આ પૃથ્વી ઉપર જન્મ લેતાં ઈશ્વરીય અવતારોને પણ પૂજયા છે તો સંસ્કૃતિની રક્ષા કરવા પોતાનું સમગ્ર જીવન ન્યોચ્છાવર કરનાર ઋષિમુનિઓને પણ પુજયા છે. તેણે સમાજજીવનને નવી દિશા આપતા મહાપુરૂષોને પણ પૂજયા છે તો ગાય જેવા મૂંગા પ્રાણીને માતાનું સ્થાન આપ્યું છે. તેણે ઝાડ, પાન, વનસ્પ્તિની મહત્તા સમજી તેની પણ પૂજા કરવા જણાવ્યું છે. તેજ જ આજે પણ દરેકના ધરમાં તુલસીનો છોડ અવશ્ય હોય છે, સ્ત્રીઓ પીપળાની પૂજા કરે છે. ભગવાન શંકરની પૂજામાં લીલી વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે, જયારે દેવદારુના વૃક્ષને ખુદ માતા પાર્વતી જળ આપીને ઉછેરતા આવો ઉચ્ચમહિલા ધરાવતી વનસ્પતિ સુષ્ટિપુજનની અધિકારી છે.
પૃથ્વી ઉપર ભાગ્યે જ કોઈ નયનારમ્ય દ્રશ્ય હશે જેમાં વૃક્ષનો સમાવેશ થયો ન હોય. વૃક્ષ વગરનું મહોનર દ્રશ્ય સંભવી જ ન શકે. આપણા શાસ્ત્રો એ સંપૂર્ણ સંસારને જગત વૃક્ષ ગણેલ છે. વૃક્ષના પાંદડા વૃક્ષની શોભા હોય છે. તે વૃક્ષને ભવ્યતા બક્ષે છે. આ પાંદડાઓ જે રીતે વૃક્ષની શોભામાં અભિવૃધ્ધિ કરે છે તે જ રીતે સંસારરૂપી વૃક્ષને વૈદજ્ઞાનરૂપી પાંદડાઓ શોભાવે છે. આમ, અહિં પાંદડાઓની સરખામણી વેદ સાથે કરવામાં આવી છે. ઋષિમુનિઓ અમોધ તપ કરતા ત્યારે એકાંત વનમાં માત્ર વૃક્ષો જ તેમના સંગાથી હતા. તપ માટે એકાંત હોવું જરૂરી છ અને એકાંત ઉભું કરવામાં મોટેભાગે વનના વૃક્ષોનો જ ફાળો હોય છે. આમ, ઋષિઓની સાધનામાં વૃક્ષ-વનસ્પતિનો ફાળળો અમૂલ્ય છે. આવું અનોખું માહાત્મીય ધરાવતા વૃક્ષો-વનસ્પતિઓનું જીવન સત્કર્મોથી ભરપૂર છે. જેનું અનુસરણ મનુષ્ય માત્રે કરવા જેવું છે. પ્રાચીન કાળમાં આજના જેટલું વિજ્ઞાન આગળ નહોતું ત્યારે માણસને રોગ, માંદગી, ઉપાધિ તમામ પ્રકારના દરદો માટેની ઔષધિ વૃક્ષમાંથી જ પ્રાપ્ત થતી, અને આ વર્તમાનમાં પણ થઈ રહી છે. રામાયણના યુધ્ધમાં લક્ષ્મણજીનો જીવ બચાવવા હનુમાન સંજીવની જડીબુટ્ટી વૃક્ષની મહાનતા અપૂર્વ છે તે આપણને શિતળ છાંયડો તો આપે જ છે. પરંતુ તેને પથ્થર મારનારને તેના મીઠા ફળ પણ આપેે છે. આવો અપકાર ઉપર ઉપકારનો બોધ તો વૃક્ષો પાસેથી જ પ્રાપ્ત કરી શકાય. પોતાની જીવનયાત્રા પૂર્ણકર્યા પછી પણ વૃક્ષો આપણને ઉપયોગી થાય છે. તેના નશ્વર દેહરૂપ લાકડાંઓ બળતણ તરીકે ઉપયોગી છે. વૃક્ષનું લાકડું ઘરમાં અનેક રીતે ઉપયોગી થઈ આપણો જીવનભર સાથ નિભાવે છે. મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા માટે પીપળાની પૂજા કરે છે. આપણા ઘરના આંગણે રહેતો તુલસીનો છોડ તો પવિત્રતાનું પ્રતિક છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાંદડાઓનો ઉપયોગ થાય છે, તુલસી પૂજાનું પણ મોટો મહિમા છે. બીલીના પાન વગર શિવજીની પૂજા અધુરી ગણાય છે. આ ઉપરાંત પણ અનેક શાસ્ત્રોકત વિધીઓમાં તેનો ઉપયોગ થાય છે.
ચાલો, આવું ઉચ્ચત્તમ માહાત્મય ધરાવતા વૃક્ષોને આપણે જીવનભર કાપીએ નહિ અને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી, તેને યોગ્ય જળસિંચન પોષણ આપીને ઉછેરીએ એવું પ્રણ લઈએ.