
વૃક્ષની ઉપાસના દ્વારા ગ્રહશાંતિ કેવી રીતે કરવી તે બાબતનો વિચાર કરીએ તો દરેક રાશિ, નક્ષત્ર અને ગ્રહના આધિપત્ય હેઠળ ચોક્કસ પ્રકારના વૃક્ષોનો સમાવેશ કરવામાં આવેલો છે અને જે તે ગ્રહના આધિપત્ય હેઠળ આવતા વૃક્ષને વાવીને ઉછેરવાથી અને તેની પૂજા કરવાથી ગ્રહને પ્રસન્ન કરી તેની વિશેષકૃપા મેળવી શકાય છે તેમ મનાય છે. અહીં વૃક્ષની પૂજા એ વૃક્ષમાં રહેલા ઇશ્વરીય તત્વની જ પૂજા છે એ બાબત ભૂલવી ન જોઈએ. પથ્થરની મૂર્તિમાં આપણે પથ્થરની પૂજા નથી કરતા પણ મૂર્તિમાં રહેલા ઈશ્વરીય તત્વની પૂજા કરીએ છીએ અને તેની કૃપા મેળવી શકીએ છીએ તેવી મનની ભાવના હોય છે. મૂર્તિનો પથ્થર તો જડ તત્વ છે. જ્યારે વનસ્પતિ ચૈતન્ય છે. જેથી તેની અસર અવશ્ય થવી જ જોઈએ તે બાબત અગત્યની છે.
તાંત્રિક ક્રિયામાં કે આયુર્વેદમાં જે વનસ્પતિનો ઉપયોગ કરવાનો હોય તેને એક દિવસ અગાઉ (બની શકે તો પોતાના સૂર્યથી ૨-૫-૭-૯-૧૧ મે ચંદ્ર હોય તે રીતે અથવા આઠમ – બારસ – કે પૂનમના દિવસે) સ્નાનાદિ પૂજા વગેરે કર્મોથી પવિત્ર થઈ નિમંત્રણ આપવા જવું ને ભક્તિભાવપૂર્વક વૃક્ષ કે છોડ પાસે પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસી શંકરને વંદના કરી, વૃક્ષને કહેવું કે ‘મારી સફળ મનોકામનાની સિદ્ધિ અર્થે કે ગ્રહશાંતિ નિમિત્તે અને ધનવાન, સંપત્તિવાન, ઐશ્વર્યવાન બનવા માટે આપને કાલે બ્રાહ્મમુર્હતમાં લેવા આવશી. આપ મારા નિમંત્રણનો સ્વીકાર કરો.....‘ બીજે દિવસે સૂર્યોદય વખતે જઈ પ્રણામ કરી પૂજન કરી વનસ્પતિને લાવવી.
(૧) કેવી વનસ્પતિ ન લેવી
શુભ હેતુ તથા કાર્યો માટે સ્મશાનની અંદર, ઉકરડો, ગંદકી, ગટર, વેશ્યાગૃ્હો જેવા સ્થળોએ ઉગેલી અને સડી ગયેલી, જીવડાથી ખવાઇ ગયેલી ખંડિત થયેલી વનસ્પતિ ન લાવવી. સ્મશાનમાં ઉગેલી વનસ્પતિ તાંત્રિક પ્રયોગો માટે અને વેશ્યાગૃહો પાસેની વનસ્પતિ વશીકરણ કે સંમોહન વિધિ માટે લાવવામાં આવે છે. આમાં ખાસ તો રાહુ-કેતુ-શુક્ર-મંગળ જેવા ગ્રહોની વનસ્પતિ ઉપરની વર્જ્ય જગ્યાથી લાવેલી વધારે પ્રભાવી નીવડે છે. સૂર્ય-ચંદ્ર-ગુરુ, બુધ જેવા ગ્રહો માટેની વનસ્પતિ નિયમ મુજબ સારા સ્થળની જ લેવી. વળી દેવમંદિર, નદી, આશ્રમ, શિવાલય કે પવિત્ર જગ્યામાં ઉગેલી વનસ્પતિ વધારે સુંદર અને પ્રભાવી નીવડે છે. તેથી તેવા સ્થાનની વનસ્પતિને પ્રથમ પસંદ કરવી.
વળી મંત્ર ચેતના વગરની વનસ્પતિનો સંસ્કાર અધુરો ગણાય છે, તો કોઈપણ વનસ્પતિને લાવતી વખતે નીચેનો મંત્ર બોલવાથી તે વધુ પ્રભાવી નીવડે છે.
‘
વેતાલાશ્ય પિશાચાશ્ય રાક્ષસાચ્યસરીસૃપાઃ ।
અપસર્પન્યુ તે સર્વે વૃક્ષાદસ્માત શિવચાશયા ॥
પછી નીચેના મંત્રનો જપ કરવો કે પ્રાર્થના કરવી.
ૐ નમસ્તેમૃતસંભૂતે બલવીર્ય વિવર્દ્યિત્ર ।
બલમાધુશ્યમે દેહિ પાપાનમાં ત્રાહિ દૂરતઃ ॥ ૧ ॥
વનસ્પતિને નમસ્કાર કરવા. પછી નીચેનો મંત્ર બોલી મૂળમાંથી ઉખેડી લેવી. (છોડ-ક્ષુપ, વેલ માટે, મોટા વૃ્ક્ષ માટે નહી)
"ઓમ ર્હીમચણ્ડેર્હુફટ્સ્વાહા!" અથવા કાપતા હોય ત્યારે
"ઓમ ર્હીમ સૌફ્ટટસ્વાહા !" મંત્રનો પાઠ કરવો.
આ પ્રમાણે મંત્ર ચેતનાયુક્ત વનસ્પતિનો જ ગ્રહશાંતિ માટે ઉપયોગ થાય છે. બજારમાંથી મે ગમે ત્યાંથી મંગાવેલ વનસ્પતિ ઇચ્છીત કામના માટે નકામી નીવડે છે.
(૨) ઉપાસના વિધિ
જે તે ગ્રહ કે રાશિની શાંતિ અર્થે વૃક્ષની ઉપાસના કરવા માટે, તે ગ્રહ કે રાશિ માટે જણાવેલા ત્રણ વૃક્ષ ઘરના આંગણામાં અથવા ગામના પાદરે કે રસ્તાની બાજુમાં અનુકૂળ સ્થળ હોય ત્યાં વાવવા.
વૃક્ષ વાવવાનો નિયમ આ મુજબ છે. વર્ષાઋતુ કે ચોમાસામાં કોઈપણ માસમાં શુકલ પક્ષની પાંચમ કૃષ્ણપક્ષની તેરસ સુધીની કોઈ પણ તિથિમાં, શનિવાર, મંગળવાર સિવાયના વારે અને પૂર્વાભાદ્રપદ, ઉત્તરાફાલ્ગુની, વિશાખા, રોહિણી કે શતતારા નક્ષત્ર આવતું હોય તેવા દિવસે સવારે સારા ચોઘડિયામાં શુભગ્રહ કેન્દ્ર કે ત્રિકોણે આવતો હોય તેવા અને લગ્નેશ બળવાન બનતો હોય તેવા લગ્નમાં વૃક્ષ વાવવા. છોડની યથાશક્તિ પૂજા કરવી અને નીચે મુજબના મંત્રો બોલી પ્રાર્થના કરવી.
ૐ નમસ્તેમૃતસંભૂતે બલવીર્ય વિવર્ધિત્ર ।
બલમાધુશ્યમે દેહિ પાપાનમાં ત્રાહિ દૂરતઃ ॥ ૧ ॥
આયુર્બલં યશો વર્ચઃ પ્રજા પશુનવસૂનિ ચ ।
બ્રહ્મ પ્રજ્ઞાં ચ મેઘાં ચ ત્વં નો દેહિ વનસ્પતે ॥ ૨ ॥
અત્રૈવ તિષ્ઠ કલ્યાણિ, મામકાર્યકરી ભવ ।
મમકાર્યે કૃતે સિદ્ધિ, તતઃ સ્વર્ગ ગમિષ્યસિ ॥ ૩ ॥
અર્થ
હે અમૃતોત્પન્ન, બળ અને શક્તિની વૃદ્ધિ કરનાર ઔષધિ મને બળ અને
આયુષ્ય પ્રદાન કરો. પાપથી મારી રક્ષા કરો ॥ ૧ ॥
હે વનસ્પતિ, તમે આયુષ્ય, શક્તિ, કીર્તિ, સંપત્તિ, સંતતિ, તેજસ્વિતા,
ધન-ધાન્ય અને બુદ્ધિ અમને આપો. ॥ ૨ ॥
હેં મંગલમયી, તમે અહીં જ નિવાસ કરો અને મારાં કાર્યોને સફળતા અપાવતા રહો.
મારા કાર્યો સિદ્ધ થયા બાદ આપ સ્વર્ગે સિધાવશો. ॥ ૩ ॥
ત્યારબાદ તે વૃક્ષોની રોજ સારી રીતે સંભાળ રાખવી અને રોજ સવારે છોડને પાણી સિંચતી વખતે ઉપરના મંત્રો બોલવા અને નમસ્કાર કરવા. જેમ જેમ તે છોડની વૃદ્ધિ થતી જશે તેમ તેમ તે ગ્રહની કૃપા પાત્ર થતી જશે. ગ્રહ કે ભાવ બળવાન બનતા જશે અને તકલીફો દૂર થતી જશે. આ છોડની ત્રણ વર્ષ ઉપાસના કરવી અને છોડ બરોબર ઉછરી જાય તેની કાળજી લેવી. કારણ કે તે વૃક્ષ જ્યાં સુધી જીવતું રહેશે ત્યાં સુધી તમારા સુખશાંતિમાં વૃદ્ધિ થતી રહેશે.
(૩) વડ – પીપળાના વૃક્ષનો મહિમા
શ્રીકૃષ્ણે ગીતમાં વૃક્ષોમાં "અશ્વત્થ-પીપળો" હું છું તેમ કહેલ છે. ઋગ્વેદમાં જણાવેલ છે કે "અશ્વત્થે વો પર્ણે નિષદનં વો વસતષ્કૃતા" એટલે કે હું પીપળો એ ગાંધર્વ તથા દેવોનું નિવાસસ્થાન છે અને પર્ણવૃક્ષ તેમનું મકાન છે. ભગવાનશ્રી ગૌત્તમ બુદ્ધે પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન મેળવેલ હતું. વડ અને પીપળાના વૃક્ષો વધુ ઓક્સિજન બહાર કાઢે છે. તેનાથી પ્રાણવાયુ મળતાં ઉર્જામય અને તંદુરસ્ત જીવન પ્રાપ્ત થાય છે તથા ઉચ્ચ વિચારોને ઉત્તેજન આપી ચિંતા અને માનસિક તણાવને દૂર કરે છે. ગાંડા હાથીને પીપળાના પાન ખવડાવી સારો કરી શકાય છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પીપળા-વડ જેવા વૃક્ષો ઉછેરવા જોઈએ. જેથી તેના મૂળિયા જમીનમાં ઉંડે સુધી પહોંચવાને કારણે તળના પાણીમાં વધારો થાય છે. વધુ શુદ્ધ થયેલું પાણી ધીમે-ધીમે બહાર કાઢવામાં આ વૃક્ષો મદદરૂપ થાય છે. નદી કિનારાઓ પર પીપળા-વડલાઓ વાવવાથી જમીનનું ધોવાણ થતુ અટકશે. આ બંને વૃક્ષો વધુ છાંયડો આપે છે. આ જાતના વૃક્ષોના લાકડાનું મૂલ્ય ઓછું હોવાથી વધુ વપરાશી ઉપયોગ થતો નથી. અગાઉના સમયમાં વાવ, તળાવ ખોદાવવા કે આવા વૃક્ષો ઉગાડવાનું કામ પવિત્ર ગણાતું હતું. સૌથી વધુ અગત્યની બાબત એ છે કે આ વૃક્ષો દીર્ઘાયુ છે.
પિતૃ તૃપ્તિ માટે પીપળાને પાણી રેડી પુજા-અર્ચના કરવામાં આવે છે. જેઠ મહિનાની અમાસે વટસાવિત્રિના વ્રત દરમ્યાન સ્ત્રીઓના ઉપવાસ કરી વડની પૂજા કરે છે. પુત્ર પ્રાપ્તિ ઇચ્છિત સ્ત્રીઓ પણ ૪૦ દિવસ સુધી પીપળાની પૂજા કરે છે. માસિકધર્મના શુદ્ધિકરણની શક્તિ પીપળાના વૃક્ષની હવામાં હોવાનું કહેવાય છે. પતિના આયુષ્ય માટે વડલાનું પુજન લાભદાયક છે, તેથી મંગળદોષવાળી કે વૈધવ્ય યોગવાળી સ્ત્રીઓએ વટસાવિત્રીનું વ્રત ખાસ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. સંતાનપ્રાપ્તિ માટે પીપળાનું પૂજન કરવાનું શાસ્ત્રમાં કહેલ છે. દશેરાને દિવસે શમીવૃક્ષનું પૂજન તથા કારતક મહિનાની એકાદશીને દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. આપણે ત્યાં પ્રત્યેક ઘરમાં તુલસીનું કુંડુ કે તુલસીનો ક્યારો જોવા મળે છે. વેદોમાં વૃક્ષના દેવતા અમારા માટે મંગલમય બનો, ઔષીધના દેવતા અમારા માટે મંગલમય બનો તેવી પ્રાર્થનાનો સમાવેશ કરેલ છે. વૃક્ષ ઉપાસના ભારતીય સંસ્કૃતિમાં વેદકાળથી ચાલી આવતી પરંપરા છે. પ્રાચીન તાંત્રિકગ્રંથોમાં ગ્રહપીડા શાંતિ માટે વિવિધ વનસ્પતિના પ્રયોગો પણ આપેલા છે.
"અથ નિવાસા સન્નતરૂ શુભાશુભ લક્ષણાનિ
ગૃહસ્થ પૂર્વ દિગ્ભાગે ન્ય ગ્રાધાં સર્વ કામિકઃ ॥
ઉદુમ્બરસ્તથા યામ્યે વારૂણ્યાં પિપ્પલ શુભઃ
પ્લક્ષ શ્વોતરતો ધન્યો વિપરીતાંસ્તુ વર્જયતે્ ॥
વર્જયેત્પૂર્વતોશ્વત્થાં પ્લક્ષઃ દક્ષિણે તો ગૃહાત
પશ્ચિમેચૈવ ન્યગ્રોધસ્તથો દુમ્બર ઉત્તરે ॥
દેવદાનવ ગન્ધર્વાઃ કિન્નરોરગરાક્ષસાઃ
પશુપક્ષિર્મનુષ્યાશ્ચઃ સંશ્રયન્તિ સદા તરૂન ॥
સર્વેષં વૃક્ષ નીતિનાં છાયા વર્જયા ગૃહે સદા
અપિ સૌવર્ણિકો વૃક્ષો ગૃહ દ્વારે ન રોપરોત્ ॥
બદરી કદલી રૌવ દાડિમં બીજપૂરકમ
પ્રરોહિત ગૃહે યસ્ય તદ્દગૃહં ન પ્રરોહતિ ॥
પલાશાઃ કાગ્વાનારાશ્ય તથા શ્લેશ્માતકાર્જુના
કરજશ્ચેત્યમી વૃક્ષાઃ ન રોપ્યાઃ સુખિના ગૃહે ॥
અસના કંટકિનો રિપુ ભયદાઃ ક્ષિરીણોડર્થ નાશાય
ફલિનઃપ્રજા ક્ષય કરાઃ દારૂણ્ય પિવર્જયે દેષામ્ ॥
નીલાં હરિદ્રાશ્ચ નરઃ સ દોહ્યા
પુત્રે ધનેશ્ચ ક્ષય મપ્યુપેયત્ ॥"