હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જુદી જુદી તિથિઓ પ્રમાણે તથા ફળ પ્રાપ્તિ માટે વ્રતો / તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ દરમ્યાન વિવિધ વનસ્પતિઓનો ઉપયોગ કરવાનું મહાત્મ્ય છે. દેવોને પસંદ હોય તેવા વૃક્ષ / ફુલ / પાન વગેરેનો પૂજામાં ઉપયોગ કરવાથી દેવો પણ પ્રસન્ન થાય છે અને વ્રતનું ફળ પણ મળતું હોવાનું મનાય છે.
ક્રમ તિથિનું નામ વ્રત/તહેવારનું નામ ક્યા વૃક્ષની પૂજા કે ઉપયોગ થાય છે? ૦ માગસર સુદ – ૬ ચંપા છઠ ચંપાના ફુલથી શંકરની પૂજા કરવી ૧ મહા વદ – ૧૪ મહાશિવરાત્રી વ્રત બીલીપત્રથી શંકરની પૂજા કરવી ૨ મહા સુદ – ૫ વસંતપંચમી યુગલોએ આંબાના મહોર અને સુગંધીત ફૂલોથી રતિ અને કામદેવનું પૂજન કરવું. ૩ મહા સુદ – ૪ ચોથ મોગરાના ફૂલોથી શંકરનું પૂજન કરવું. ૪ ફાગણ વદ – ૧ ધૂળેટી કેસૂડાના પાણીથી રંગોત્સવ મનાવવામાં આવે છે. ૫ ચૈત્ર સુદ – ૮ અશોકાષ્ટમી સૌભાગ્યવતી સ્ત્રીઓએ અશોક વૃક્ષની પૂજા કરી પાંદડાનો રસ પીવો. ૬ ચૈત્ર માસ અલૂણા વ્રત તથા ગુડી પડવો લીમડાનો રસ પીવાય છે. ૭ જેઠ સુદ ૧૧ થી ૧૫ વટ સાવીત્રીનું વ્રત વડનું પૂજન કરવું. ૮ શ્રાવણ સુદ ત્રીજ ફુલકાજળીનું વ્રત ગુલાબ, કેવડો, મોગરો ગમે તે ફુલ સુંઘવું ૯ શ્રાવણ સુદ – ૧ ગાય તુલસી વ્રત ગાય તુલસીનું પૂજન કરવું. ૧૦ ભાદરવા સુદ -૩ કેવડા ત્રીજ કેવડાથી શંકરનું પૂજન અને કેવડો સૂધવો. ૧૧ ભાદરવા સુદ – ૮ ધરો આઠમ ધરોની પૂજા કરવી. ૧૨ ભાદરવા સુદ -૧૪ કદળી વ્રત કેળના ઝાડનું પૂજન કરવું. ૧૩ આસો વદ -૧ અશોક વ્રત અશોક વૃક્ષની પૂજા કરવી. ૧૪ આસો સુદ – ૧૦ વિજ્યાદશમી શમી વૃક્ષનું પૂજન કરવું. ૧૫ સોમવતી અમાસ(સોમવાર) સોમવતી અમાસ પીપળાનું પૂજન થાય છે. ૧૬ અધિક માસ (દર ત્રણ વર્ષે) પુરૂષોત્તમ માસ તુલસી, પીપળાનું પૂજન કરવું.