હોમ
વિવાહની યોગ્ય ઉંમર
-
ઋગ્વેદ તથા અથર્વવેદના વૈવાહિક મંત્રોથી સ્પષ્ટ થાય છે કે વૈદિકકાલમાં વર-વધૂ એટલાં પુખ્ત વયનાં હતાં કે સ્વયં વિવાહનો પ્રસ્તાવ મૂકી શકતાં. વેદમાં અવિવાહિત કન્યાનાં ઉદાહરણો પણ મળે છે. ગૃહ્યસૂત્રોના કર્મકાંડથી જણાય છે કે રજોદર્શન પછી વિવાહ કરવામાં આવતા. રામાયણ-મહાભારતકાલમાં વિવાહ સમયે કન્યાઓની ઉંમર ઠીક ઠીક મોટી હતી. સ્મૃતિકાલમાં વિવાહ-યોગ્ય કન્યાઓને પાંચ શ્રેણિઓમાં વિભકત કરવામાં આવીઃ
(૧) નગ્નિકા (ઘણી નાની)
(ર) ગૌરી (આઠ વર્ષની)
(૩) રોહિણી (નવ વર્ષની)
(૪) કન્યા (દસ વર્ષની)
(૫) રજસ્વલા (દસ વર્ષ કરતાં વધારે ઉંમરવાળી).
નગ્નિકા વિવાહ માટે સર્વોતમ મનાતી.
રજસ્વલાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં જ ‘કન્યાવસ્થા’ ગણાય, તે દરમ્યાન તેનું કન્યાદાન કરે તો જ કન્યાદાનનું પુણ્ય મળે, આવી માન્યતા મધ્યકાલમાં બાલવયે કન્યા-વિવાહ કરી નાખવા માટે પ્રચલિત થઇ હતી. બ્રિટીશકાલમાં અંતભાગમાં ‘સારડા એકટ’ દ્વારા બાલવયવિવાહનો નિષેધ કરાયો. અલ્પવિકસિત જ્ઞાતિઓમાં હજુ આ પ્રથા ચાલુ છે. હાલ કાયદાની દ્રષ્ટિએ લગ્ન માટે છોકરા-છોકરીની ઉંમર અનુક્રમે ઓછામાં ઓછી ર૧ અને ૧૮ વર્ષની હોવી જોઇએ.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com