
સૂઈ જા રે સૂઈ જા !
કોડીલા કુંવર સૂઈ જા ! લાડકડા વીર સૂઈ જા !
તું રોઈશ તો તારી માતાજી મૂંઝાશે
વીર સૂઈ જા ! – કોડીલા
તું રોઈશ તો તારા દાદાજી દુઃખાશે
વીર! સૂઈ જા ! – કોડીલા
તું રોઈશ તો તારા કાકાજી કચવાશે
વીર! સૂઈ જા ! – કોડીલા
તું રોઈશ તો તારી ફૈબા ફાળે જાશે
વીર! સૂઈ જા ! – કોડીલા
તને રામજી રમાડે,
તને લક્ષ્મણજી લડાવે
વીર સૂઈ જા ! – કોડીલા
તને સીતાજી સુવરાવે,
તને જશોદાજી ઝુલાવે
વીર સૂઈ જા ! – કોડીલા