ડો. રમેશભાઇ ભયાણી
આ વર્ષે આપણે સ્વતંત્રતાના ૬૦ વર્ષ પૂરા કરી ૬૧ વર્ષમાં પ્રવેશીએ છીએ ત્યારે આ વર્ષો દરમિયાન વિજ્ઞાનક્ષેત્રે આપણે કેટલી પ્રગતી કરી છે તે જોઇશું.
ભારતે જયારે સ્વતંત્રતા પ્રાપ્ત કરેલી તે દિવસે આપણી સ્થિતિ ૧૯૬૦ ભારતખૂબ જ ખરાબ હતી. આપણી પાસે કોઇ ઔદ્યોગિકરણની મોટી યોજનાઓ નહોતી. કૃષિ ક્ષેત્રે પણ પરિસ્થિતી વિકટ હતી. આપણી વસ્તી પ્રમાણે અનાજ નહોતું મળતું. બહારના દેશોની મદદથી અનાજ મેળવવામાં આવતું. તબીબી ક્ષેત્રે આટલી પ્રગતી નહોતી. ઘણા જીવલેણ રોગોનો ભોગ લોકો બનતા. સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્ર માટેનું કોઇ ઇન્ફ્રાસ્ટ્રકચર નહોતું. દેશના લોકો પોતાનું ગુજરાન મહામહેનતે ચલાવતા.
સ્વતંત્રતાને દિવસે આપણા દેશ સમક્ષ અનેક પડકારો હતા. આપણા પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નહેરુ સમક્ષ આ પડકારો હતા. આ પડકારોનો સામનો કરી દેશને આગળ લઇ જવાનો હતો તે માટે આધુનિક વિજ્ઞાન સંસ્થાઓ સ્થાપવાની જરૂરીયાત હતી કે જેના દ્વારા આજનું ભારત બની શકે. તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે લઇ જવાનું નક્કી કરી આ તરફની યાત્રા તેમના નેતૃત્વ તળે શરૂ થઇ. આજના ભારત નિર્માણમાં તેમની અનોખી દ્રષ્ટિ હતી.
૧૯૬૦ ભારતમાં ગ્રીન-રેવોલ્યુશન એટલે કે કૃષિ ક્ષેત્રેની ક્રાંતિ શરૂ થઇ. વધુ પેદાશ જમીનમાંથી કઇ રીતે મેળવી શકાય તે માટેની વિવિધ યોજના શરૂ થઇ. ઘણા કૃષિ નિષ્ણાતોએ સેવા આપી. જેમાં ડો. એમ. એસ. સ્વામિનાથનનો ફાળો સવિશેષ છે. આજે ડાંગર-ચોખાના પાકમાં દુનિયામાં બીજો નંબર અને શેરડીના પાકમાં વિશ્ર્વમાં પ્રથમ નંબર ભારત ધરાવે છે. ફળોના ઉત્પાદનમાં તેમજ શાકભાજીના ઉત્પાદનમાં વિશ્ર્વમાં ભારત બીજો ક્રમાંક આજે ધરાવે છે. તેમાં કેરી ઉત્પાદનમાં પ્રથમ તેમજ કેળાના ઉત્પાદનમાં પણ પ્રથમ? ક્રમાંક ધરાવે છે. એટલું જ નહીં હવે દ્રાશના ઉત્પાદનમાં ગયે વર્ષે વિશ્ર્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થયું છે. કૃષિ ક્ષેત્રે એજ રીતે ભારત પોતાના પગભર છે. ૬૦ વર્ષ દરમિયાન એક અબજની વસતિ ધરાવતા દેશ માટે આ એક મોટી ઉપલબ્ધિ ગણી શકાય.
આ ઉપરાંત ભારે ખાદ્ય ખોરાકના પેકીંગ ક્ષેત્રે તેમજ વિવિધ મસાલાઓના ઉત્પાદનમાં ભારતનું એક આગવું સ્થાન છે. બેકરી ઉદ્યોગ, બટાટાની પતરી, ચિપ્સલ ફિશ કટલેસ, બિરીયાની તેમજ નાના બાળકોના બેબીફૂડના ઉત્પાદન શિરમોર છે. આ માટેનો યશ મૈસૂર ખાતેની સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટયુટ ફાળાની નોંધ લેવી ઘટે. સફેદ દૂધની ક્રાંતિ અંગે સૌ જાણે છે. આજે વિશ્ર્વમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત પ્રથમ ક્રમાંક ધરાવે છે. ‘સફેદ ક્રાંતિ’ સફળતા એ મોટી ઉપલબ્ધિ ગણી શકાય. ૧૯૬૫માં આ માટે ખાસ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી.
૧૯૯૦માં બ્લૂ રીવોલ્યુશનની શરૂઆત થઇ તેને કારણે ફિશરીઝ ક્ષેત્રે ૫૫ લાખ ટન ફિશ ઉત્પાદન થઇ શકયું. સ્વતંત્રતા પહેલા માત્ર ૬ લાખ ટન ઉત્પાદન હતું. વિશ્ર્વમાં આ ક્ષેત્રે આપણે ત્રીજો ક્રમાંક ધરાવીએ છીએ.
૬૦ વર્ષ પહેલા જેટલી સ્વાસ્થ્ય ક્ષેત્રે કાળજી નહોતી લેવાતી તે આજે શકય બની છે. શીતળા રોગ દેશમાંથી નાબૂદ કરી શકાય છે. પોલિયો પણ ટૂંકા ગાળામાં નાબૂદ થઇ જશે. ઉપરાંત કોલેરા, મેલેરિયા, કૃષ્ઠરોગ, ક્ષય જેવા રોગોને નિયંત્રણમાં લાવી શકાયા છે. એટલું જ નહીં લોકોની જીવવાના વર્ષોની મર્યાદા પણ વધી છે.
ઔષધ ક્ષેત્રે ઉત્પાદનમાં વિશ્ર્વમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યોં છે. આજે એન્ટીબાયોટિક, પેનિસિલિન, ટેપ્ટામાયસિન, રિ-સાયકલીનનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થઇ રહ્યું છે. ઔષધોના નિર્માણથી એ ફાયદો થયો છે કે ઘરઆંગણે લોકોને પરવડે તેવા ભાવમાં ઔષધો મળી શકે છે.

વિદ્યુત ઉર્જા ક્ષેત્રે પણ ઘણી પ્રગતી કરી છે. સ્વતંત્રતા પહેલા ૧૩૬ર મેગાવોટની ક્ષમતા ભારતની હતી. આજે ૮૪૦૦૦ મેગાવોટની ક્ષમતા છે. સ્વતંત્રતા પ્રાપ્તી બાદ આપણે ૩૬૦૦ ડેમોનું નિર્માણ કર્યું તેને કારણે કૃષિ ક્ષેત્રે અને પીવાના પાણીની સમસ્યા હલ થઇ શકે. આજે ગામડે ગામડે વિદ્યુત પુરવઠો આપવાનું શકય બન્યું છે. ૧૫૦ ટકાથી વધુ આ ક્ષેત્રે આપણે ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.
સંદેશા વ્યવસાય ક્ષેત્રે આજે ભારત એશિયામાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે અને વિશ્ર્વ કક્ષાએ દસમો નંબર છે. આજે દેશમાં ર૦ કરોડ ટેલિફોન તેમજ ર૧.૫ લાખ લોકોની સુવિધા માટેના પીસીઓ છે. ઉપરાંત ૧૫ કરોડ સેલફોન ધરાવે છે. ૩૦ કરોડ ઇન્ટરનેટની સુવિધા ધરાવે છે. આ માટેના ખાસ ઉપગ્રહની ટેકનોલોજી ભારત વિકસીત કરેલી છે. ૧૯૮૭માં અમેરિકાએ ગ્રે સુપર કોમ્પ્યુટર ના પાડી ત્યારે આપણા વૈજ્ઞાનિકોએ એ પડકાર ઝીલી લઇ સ્વદેશી ટેકનોલોજીનો વિકાસ કરી સુપર કોમ્પ્યુટર બનાવ્યું. એટલું જ નહીં આ કોમ્પ્યુટરો બનાવી નિકાસ પણ કર્યા ઉપરાંત બેંગ્લોરની નેશનલ એરોપસ લેબોરેટરીઝ એનએએલ દ્વારા ‘ફલોસોલ્વર’ નામનું સુપર કોમ્પ્યુટર પણ તૈયાર કરી શકાયું છે. પુના ખાતે આવેલ સેન્ટર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ દ્વારા ‘પરમ’ સુપર કોમ્પ્યુટર ધરાવતું વિશાળ ક્ષમતા ધરાવતું સેકન્ડના એ અબજ ગણતરી કરી શકતું. આ પરમ સુપર કોમ્પ્યુટર વિશ્ર્વમાં બેજોડ છે. માત્ર અમેરિકા પાસે આવી ક્ષમતા ધરાવતું કોમ્પ્યુટર છે.
પરમાણુ ઉર્જા ક્ષેત્રે જેમણે પાયાનું કામ કર્યું તેવા ડો. હોમી ભાભાના નેતૃત્વ? સ્થળે એટોમીક એનર્જીની સ્થાપના થઇ ત્યારબાદ આ ક્ષેત્રે હરણફાળ ભરી છે. આજે પરમાણુ ભઠ્ઠી ધરાવતા દેશના આઠ કેન્દ્ર છે. ઉપરાંત તેની જરૂરીયાત માટેના ભાર પાણી-હેવી વોટર પ્લાન્ટ પણ ભારતમાં છ જગ્યાએ છે. તે માટેના બળતણ માટે યુરેનિયમ વગેરે દેશમાંથી મેળવવામાં સફળતા મળી છે. ૧૮મીએ ૧૯૭૪ના રોજ રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં પરમાણુ ધડાકા કરી સમગ્ર વિશ્ર્વને આશ્ર્ચર્ય કરતું કર્યું. ભારત પણ આ ક્ષેત્રે એટલે કે સંરક્ષણ ક્ષેત્રે પણ બીજા વિકસિત રાષ્ટ્ર? જેટલી ક્ષમતા ધરાવે છે તે સાબિત કર્યું.
પરમાણુ ક્ષેત્રે ડો. એ.પી.જે. કલામની રાહબરી નીચે મીસાઇલ યુગનો પ્રારંભ કરીને આજે વિવિધ પ્રકારની ક્ષમતા ધરાવતા મિસાઇલની શ્રેણી વિકસીત કરી છે અને આસપાસના ભારતની ક્ષમતા અને શકિત કેટલી છે તેનો ખ્યાલ આવી ગયો છે. ઉપરાંત ચાલક વગરના વિમાનના વિકાસની ટેકનોલોજી પ્રાપ્ત કરી છે. લક્ષ્ય અને લાઇટ કોમ્બેટ વિમાનો ખાસ સંરક્ષણ માટે તૈયાર કરવામાં આવ્યા છે.
૧૯૭૫માં ભારતે તેનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને અવકાશમાં છોડી અવકાશ યુગનો પ્રારંભ કર્યો ત્યારબાદ આજ સુધી ૪૩ ઉપગ્રહો છોડયા જે સંદેશા વ્યવહાર, રિમોન્ટ સેન્સીંગ, જમીન અંદરના સ્ત્રોતોની જાણકારી મેળવવા સંરક્ષણ ક્ષેત્ર માટેના, ટીવી ચેનલો માટેના, એસએસવી-૩, એએસએલવી, પીએસએલવી અને જીએસએલવી પ્રકારના રોકેટ તૈયાર કર્યાં. એ ઉપરાંત જર્મની, કોરિયા, બેલ્જિયમ, ઇન્ડોનેશિયા, આર્જેન્ટીના જેવા રાષ્ટ્રનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપવામાં સફળતા મેળવી. ર૦૦૮માં ચંદ્રયાન-૧, ચંદ્ર તરફ રવાના કરવાની તૈયારીમાં છીએ. આ પ્રકારની ટેરનોલોજી સંપૂર્ણપણે ભારતે પ્રાપ્ત કરી લીધી છે. ર૦૦૭માં ઇટાલીનો ઉપગ્રહ આપણા જ રોકેટ દ્વારા મોકલીશું.
સમુદ્રી વિજ્ઞાનમાં પણ ભારત ખૂબ જ પ્રગતિ આ ૬૦ વર્ષના ગાળામાં કરી છે. સમુદ્રની ખૂબ ઉંડાઇએ ખોદકામ કરી ખનીજો ખનીજતેલ મેળવવાની ટેકનોલોજી વિકસીત કરી છે. ઉપરાંત ભારતે એરોનોટિકલ ક્ષેત્રે હરણફાળ ભરી છે. બે સીટવાળા કંપોઝીટ વિમાનો બનાવ્યા છે. આ ઉપરાંત ૯ થી ૧૪ સીટની ક્ષમતા ધરાવતા લાઇટ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ‘સારસ’ તૈયાર કર્યા છે જેની ડિઝાઇન સ્વદેશી છે. ઉપરાંત સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ જે ચેન્નાઇ ખાતે આવેલ છે. નવી ટેકનોલોજી ક્ષેત્રે ચામડાના ઉદ્યોગોને વિકસીત કર્યો છે. જેને કારણે લાખો લોકોને રોજી આપવામાં સક્ષમ ઉદ્યોગ બન્યા છે. દક્ષીણ ધ્રુવમાં સંશોધન માટે કેન્દ્ર સ્થાપિત કર્યું છે. વિશ્ર્વના બીજા રાષ્ટ્રો સાથે સહયોગ કરી દક્ષીણ ધ્રુવ ખાતે ‘દક્ષીણ ગંગોત્રી’ મથક વૈજ્ઞાનિક ઉપકરણો સાથે વિકસીત કર્યું છે.
ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત નહોતી કરી તે પહેલા રસાયણો ક્ષેત્રે તેનો વિકાસ ખૂબ ઓછો હતો. આજે દેશમાં સંશોધનો માટેની ઘણી પ્રયોગશાળાઓનું નિર્માણ કરીને અમુક રસાયણો બનાવવામાં સ્વાવલંબી બન્યું છે.