ડો. રમેશભાઇ ભયાણી
બધા જીવોમાં માનવજીવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માનવી વિચારી શકે તેમજ તેને આધારે સંશોધન કરી શકે છે. જીવનમાં બદલાવ લાવી શકે છે. ઉપરાંત માનવીને કશું નવું જોઇએ છીએ. માનવની આ જીજ્ઞાસાને કારણે કેટલા માનવીઓ સંશોધનને માર્ગે વળ્યા જેને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ. હંમેશાં કશું નવું જાણવાનું અને સંશોધન કરવાની વૃતિને કારણે નવા નવા સંશોધનો વિવિધ દિશામાં થતા રહે છે. આજે પણ એજ પ્રક્રિયા ચાલુ છે.
કોઇવાર આપણને એવા વિચારો આવે કે આ બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું હશે, બ્રહ્માંડમાં કેટલા તારાઓ છે ? કેટલા સૂર્યો અને ચંદ્રો હશે, પૃથ્વી જેવા બીજા કોઇ ગ્રહ હશે ? ત્યાં પણ આપણી પૃથ્વીની માફક જીવન હશે, સ્કૂટર, મોટર, ટ્રેઇન જેવા વાહનો હશે, માનવીઓ પણ આપણા જેવા હશે ? જો હોય તો આપણને તેની જાણકારી કઇ રીતે મળે ? આપણી આ બધી સમસ્યાઓના ઉતરો મેળવવા સૈકાઓથી વૈજ્ઞાનિકો અને ખગોળવિદો કાર્ય કરી રહ્યા છે.
બ્રહ્માંડની ઉત્પતિ અંગે આજે બીગબેંગ મહાવિસ્ફોટની થિયરી સ્વીકારવામાં આવી છે. તેના તારણ મુજબ બ્રહ્મ અણુનો વિસ્ફોટ ૧૩ થી ર૦ અબજ વર્ષ સુધીના ગાળામાં થયો હોવો જોઇએ. એટલે કે બ્રહ્માંડની વય વધુમાં વધુ વીસ અબજ વર્ષની હોઇ શકે. ૧૯૮રના માર્ચ મહિનામાં બ્રિટીશ અને ઓસ્ટ્રેલિયન ખગોળશાસ્ત્રીઓએ એક એવો કવેસોર શોધી કાઢયા છે જેના પ્રકાશને પૃથ્વી પર આવતા ર૦ અબજ વર્ષ લાગે ! ૧૭ અબજ વર્ષ પહેલા કદાચ ગેલેકસીના ઝૂમખાં રચાયા હશે. આપણી ગેલેકસીના વાયુનું સંકોચનને ૧૬ અબજ વર્ષ થયા તેવું માનવામાં આવે છે. ૧૫.૯ અબજ વર્ષ પહેલા તારાનો જન્મ, આપણી સૂર્યમાળા જેમાંથી જન્મી છે તેને ૪ અબજ ૮૦ કરોડ થયા તેવું માનવામાં આવે છે. ગ્રહોનો આરંભ ૪ અબજ ૬૦ કરોડ, પૃથ્વી ઉપર ઓકિસજનસભર જીવસૃષ્ટિનો ઉદભવ ર અબજ વર્ષ થયા, સમુદ્રીજીવોનો ઉદભવ ૪૫ કરોડ અને વનસ્પતિનો ઉદભવ પૃથ્વી પર થયો. ૪૦ કરોડ અને સરટીન પ્રાણીઓ ર૦ કરોડ વર્ષ પહેલા દેખાયા. આપણા જેવા માનવી જેને હોમોસેપિયન્સ માનવામાં આવે છે તેનો ઉદભવ તો ૧૦ લાખ વર્ષ પહેલા થયેલો. જેમ જેમ માનવીની વિકાસ યાત્રા આગળ વધી તેમ તેમ નવા વિચારો સાથે નવા સંશોધનો થતા ગયા.
બ્રહ્માંડ ક્ષેત્રે ઘણાં બધાં સંશોધનો થયા. ઘણા બધા તારા મંડળો, નક્ષત્રો, રાશિઓ શોધાયા. સૂર્ય મંડળના વિવિધ ગ્રહો શોધાયા. ગ્રહો શોધાયા પછી આ બધા ગ્રહોને લગતા નિયમો, તેના પરિભ્રમણો, તેમના વાતાવરણ તે ગ્રહની જમીનની સંરચનાઓ, તેની અસરો, ગ્રહોના ચંદ્રો વિશેષની માહિતીઓ, અવકાશપીંડો, ધૂમકેતુ, ઉલ્કાઓ, ઉલ્કાપીંડો, ગ્રહણો વગેરેની જાણકારી મેળવવામાં આવી. તારાઓની ઉત્પતિ, તારાઓના મૃત્યુ, બ્રહ્માંડ, કિરણો, રેડિયોતરંગો, કવસોરા, બ્લેક હોલ અંગેની જાણકારી વિવિધ પ્રકારના કૃત્રિમ ઉપગ્રહો, ટેલીસ્કોપ તેમજ તેમાં વિવિધ પ્રકારના માપન માટેના ઉપકરણો મુકવામાં આવ્યા તેની મદદથી આ શકય બન્યું. એટલું જ નહીં પરંતુ બ્રહ્માંડના સંશોધન અર્થે અવકાશીય મથક ‘મીર’ અને ત્યારબાદ આઇ.એસ.એસ. ઇન્ટરનેશન સ્પેસ સેન્ટર સ્થાપવામાં આવ્યાં જે વૈજ્ઞાનિકો જઇ, રહી નવાનવા સંશોધનો કરી બ્રહ્માંડની જાણકારી મેળવે છે.
ઉપરાંત પૃથ્વી પર વિવિધ પ્રકારની વેધશાળા જેમાં વિશાળકાય ટેલીસ્કોપ મૂકવામાં આવ્યા છે જેની બાજ નજર કાયમ બ્રહ્માંડમાં હોય છે. આટલું કર્યા બાદ પણ માનવીની મહત્વકાક્ષાં સંતોષાઇ નથી. દરરોજ નવું નવું શોધવું અથવા તો જાણકારી મેળવવાના પ્રયત્નો કરે છે.

ખગોળવિદો કાયમ વિચારતા હોય છે કે આપણા જેવી કોઇ પૃથ્વી અન્ય સૂર્યમંડળમાં છે ? હશે તો ત્યાં શું શું હશે ? આનો જવાબ ૧૧ વૈજ્ઞાનિકોના જુથ જેમાં યુરોપના, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ, અને પોર્ટુગલ વૈજ્ઞાનિકો સામેલ છે તેમણે પૃથ્વીનો ડુપ્લીકેટ ગ્રહ શોધી કાઢયો છે, આને ‘ગ્લિઇસે ૫૮૧ સી’ તરીકે ઓળખ આપી છે. આ ગ્રહ પૃથ્વીથી ર૦.૫ પ્રકાશ વર્ષ દૂર છે. પ્રકાશ વર્ષ એટલે એક વર્ષની જેટલી સેકન્ડ આવે તેને ત્રણ લાખથી ગુણવામાં આવે તેને એક પ્રકાશવર્ષ કહેવામાં આવે છે. આ ગ્લિઇસે ૫૮૧ સી ઉપરની રેડિયો સંદેશો પ્રકાશની ઝડપથી ત્યાં મોકલવામાં આવે તો તેનો જવાબ પાછો ર૦૪૮માં આવે. આ ગ્રહ આપણી ગેલેકસીમાં નથી બીજી ગેલેકસીમાં છે. આ ગેલેકસીમાં સૂર્ય મંડળ એક આવેલું છે તેના આ ગ્રહ છે. ગ્લિઇસે ૫૮૧ સી ગ્રહને તેના સૂર્યની આસપાસ પ્રદક્ષીણા ફરતા તેર દિવસ લાગે છે. આથી ત્યાં રહેનાર વ્યકિતનો જન્મ દિવસ દર ૧૩ દિવસે આવે.
જે ૧૧ વૈજ્ઞાનિકોએ આ ગ્રહ શોધ્યો છે તેનું વાતાવરણ પૃથ્વી ગ્રહ જેવું છે. આ ગ્રહમાં એક વિસ્તાર છે જે ‘‘હેબીટેબલ ઝોન’’ કહેવાય છે જયાં જીવન હોવાની પૂરતી શકયતા છે. ગ્લિઇસે ૫૮૧ સી જે ગ્રહ છે તેનો વ્યાસ પૃથ્વી ગ્રહ કરતાં દોઢો છે અને પૃથ્વીના વજનથી તેનું વજન પાંચગણું વધારે છે. અંતરનો વિચાર કરીએ એટલે કે સૂર્યથી પૃથ્વી ગ્રહ સુધીના આ અંતરની સરખામણીમાં ગ્લિઇસે ૫૮૧ સી અને સૂર્ય વચ્ચેનું અંતર ૧૪ ગણુ ઓછું છે.
ગ્લિઇસે ૫૮૧ સી એ રેડ ડ્રાફટ તારો છે. જે સૂર્ય કરતા ત્રણગણો નાનો છે અને સૂર્ય કરતા ઠંડો છે.
પરંતુ ગ્લિઇસે ૫૮૧ સી ગ્રહ પર જીવન હોવાની પૂરતી શકયતા છે. કારણ કે ત્યાં તાપમાન શૂન્ય સેલ્સિયસથી ચાલિસ સેલ્સિયસની વચ્ચે રહે છે. ત્યાં પાણી પ્રવાહી સ્વરૂપે છે. આથી એવું માનવામાં આવે છે કે ત્યાં પૃથ્વીની માફક જમીન અને સમુદ્રો રહેલા છે. ઉપરાંત જમીન ઉપર પણ કોઇ કોઇ જગ્યાએ પાણી છે. ગ્લિઇસે ૫૮૧ સી ના વિકિરણોનો મારો ગ્લિઇસે ૫૮૧ સી સુધી વધારે પ્રમાણ થતો નથી. ઘણા અબજો વર્ષથી આ ગ્રહ છે. આથી ત્યાં જીવન હોવાની પૂરતી શકયતા છે તેમ માનવામાં આવે છે. ત્યાં જીવવા લાયક વાતાવરણ છે. ગુરુ કે શુક્રની જેમ પુષ્કળ ગરમી એક બાજુ હોય અને બીજી બાજુ પુષ્કળ ઠંડી હોય તેવું વાતાવરણ ત્યાં નથી. આમ છતાં આ વૈજ્ઞાનિકોને કેવા પ્રકારનું ત્યાં જીવન છે તે જાણી શકાયું નથી. પરંતુ તેમની આ શોધે બ્રહ્માંડમાં આપણાં ગ્રહ સિવાય પણ બીજા ગ્રહમાં જીવન હોવાની શકયતા છે. જો આ વાત તેમની હકીકત બને તો એક નવી દિશા બ્રહ્માંડના અભ્યાસને મળશે.
આ ગ્રહની જાણકારી ચિલ્લી દેશમાં આવેલા લા સિલ્લા ખાતે જે યુરોપિયન સધર્ન ઓબ્ઝરવેટરી એટલે કે વેધશાળા છે ત્યાં મહાકાય વિશાળ દૂરબીનની મદદ મળી છે. આ વેધશાળામાં એક એવું સાધન છે જેનું નામ હાઇ એકયુરસી રેડીયલ વેલોસિટી ફોર પ્લાનેટરી સર્ચર દ્વારા પ્રાપ્ત થઇ છે. જીનીવા ખાતેના ખગોળવિદ માઇકલ મેયરના કહેવા મુજબ આ સાધન એટલું ચોકકસ છે કે જેના દ્વારા બ્રહ્માંડમાં રહેલા અતિ દૂર તારાઓની જાણકારી સચોટ રીતે મેળવી શકાય છે. ગ્લિઇસે ૫૮૧ પ્રકારનાં ત્રણ તારાઓની માત્ર ગ્લિઇસે ૫૮૧ સી પર જીવન હોવાની શકયતા છે. ગ્લિઇસે ૫૮૧ની શોધ ગ્લિઇસે અને જાહરૈસરે ૧૯૯૧માં કરેલી. ગ્લિઇસે ૫૮૧ બીની શોધ ર૦૦૫માં કરવામાં આવેલ.
આપણી ગેલેકસીમાં રહેલી સૂર્ય મંડળની ગ્રહમાળા તથા તેના તારાઓની માહિતી મેળવવામાં આવેલ તેના કરતા બીજી ગેલેકસીના આવાતારાઓ અને સૂર્યમંડળના ગ્રહોની જાણકારીને ‘‘એકસોપ્લાનેટસ’’ કહેવાય છે. અત્યાર સુધીમાં આવા રર૯ એકસોપ્લાનેટસ શોધવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ર૦ શોધવામાં આવ્યા છે. આવા ‘‘એકસોપ્લાનેટસ’’ તેના પેરેન્ટ એટલે કે જેમાં ઉત્પન્ન થયા હોય તેના કરતાં તેનો પ્રકાશ ઓછો હોય છે એટલે ઝાંખા દેખાય છે. એટલે તેના અભ્યાસમાં મુશ્કેલી પડે તે માટે ખૂબ જ શકિતશાળી દૂરબીનની જરૂરીયાત રહે છે તેની સાથે અન્ય સાધનો પણ એટલી જ ક્ષમતાના હોવા જોઇએ ત્યારે ‘એકસોપ્લાનેટસ’ ની જાણકારી મળે છે. પરંતુ ૧૧ વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નો તેમજ સંશોધનને કારણે ગ્લિઇસે ૫૮૧ સી અંગેની જાણકારી પ્રાપ્ત થઇ શકી છે કે જયારે પૃથ્વીની માફક જીવન હોવાની શકયતા છે. ભવિષ્યમાં એના તારણો સાચા હશે તો બ્રહ્માંડમાં એ ડુપ્લીકેટ પૃથ્વી ગ્રહ હશે.