ડો. રમેશભાઇ ભયાણી
અમેરિકામાં ખૂબ જાણીતા ‘‘ટાઇમ’’ મેગેઝીન ર૦ મી સદીના સર્વે કરવામાં આવેલ. તેમાં પણ સમગ્ર એશિયાનો અહેવાલ આપવામાં આવેલ તેમાં ર૦મી સદીનો મહાન પ્રભાવશાળી એશિયનોમાં જેમને સ્થાન આપવામાં આવ્યું તેમાં ભારતના તેમજ વિશ્ર્વ પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામીનાથનનો સમાવેશ કર્યો છે.
ડો. એમ. એસ. સ્વામીનાથનનું પુરું નામ મોનકોમ્બુ સમ્બાસિવન સ્વામીનાથન, જેઓ હરિયાળી ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. ડો. સ્વામિનાથનનો જન્મ ૭ મી ઓગસ્ટ ૧૯ર૫ માં કેરાલાના કુમ્બાકોનેમ ખાતે થયો હતો. તેમના પિતા જનરલ સર્જન હતા. સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ લઇ તેઓ કુમ્બાકોનેમની જ લીટલ ફલાવર હાઇસ્કુલમાં અભ્યાસ કર્યોં. નાનપણથી ગામડાઓના ડાંગરના હરિયાળા ખેતરો જોઇ તેમને કૃષિ ક્ષેત્રમાં વિશેષ રસ જાગૃત થયો હતો. ૧૯૪૦માં ૧૫ વર્ષની વયે હાઇસ્કુલનું શિક્ષણ પુરૂ કરી તેઓ પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરવા ત્રાવણકોર યુનિવર્સિટીમાં જોડાયા. આ અભ્યાસ પૂરો કરી તામિલનાડુના કોઇમ્બતુર શહેરની કૃષિ કોલેજમાં વધુ અભ્યાસ માટે જોડાયા. તેમના પિતાજી મહાત્મા ગાંધીજીના અનુયાયી હતા. તેથી બાપુના સ્વદેશી ચળવળ તેમજ દલિતોને મંદિરમાં પ્રવેશ આપવા માટે કેરાલા સત્યાગ્રહની તેમના ઉપર ઉમદા છાપ પડી.
૧૯૪૭ માં કોઇમ્બતુરમાં અભ્યાસ કરી ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા નવી દિલ્હીમાં જનીનશાસ્ત્ર તેમજ વનસ્પતિશાસ્ત્ર અનુસ્નાતક અભ્યાસ માટે જોડાયા, તેમણે ૧૯૪૯ ઇન્ડિયન પોલીસ સર્વિસની પરીક્ષા આપેલ, તેઓ ડી. એસ. પી. તરીકે જોડાવાની તક મળેલી પરંતુ સાથોસાથ તેમને તે સમયે નેધરલેન્ડ દ્વારા કૃષિ યુનિવર્સિટીની ફેલોશીપ મેળવી. આથી તેના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તેમણે વિજ્ઞાન ક્ષેત્રે પસંદ કર્યું. તેઓ નેધરલેન્ડ ગયા. ૧૯૫રમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેમણે જનીન શાસ્ત્રમાં ડોકટર ઓફ ફિલોસોફીની પદવી મેળવી. ૧૯૫૪માં તેઓ ભારત પાછા ફર્યા. પરંતુ તેજ સમયે તેમને વિસ્કોનસીન યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ સ્વદેશપ્રેમી હોવાથી તેઓ ભારતમાં રહેવાનું નક્કી કર્યું. ૧૯૫૪માં તેઓ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં સહાયક કોલીપ જનીનશાસ્ત્રી- સાયરો જીનેસ્ટ્રીસીસ્ટ તરીકે જોડાયા. અહીં તેમણે ડો. બી. પી. પાલ સાથે ઘઉંની વિવિધ જાતોને વિકસાવવાનું કાર્ય આગળ ધપાવ્યું. એકર દીઠ ઘઉંનું ઉત્પાદન કઇ રીતે વધારવું તેમજ તેને જોઇતા પાણીનું વ્યવસ્થાપન કઇ રીતે કરવું તેમજ જમીનની ફળદ્રુપતા કઇ રીતે વધારવી એ ત્રણ ક્ષેત્રે તેમણે સંશોધનના કાર્યક્રમ આગળ વધારો. આ ઉપરાંત ઓરિસ્સાના કટર ખાતેની રાઇસરિસર્ચ ઇન્સ્ટિટયુટ ખાતે એપ્રીલ ૧૯૫૪માં ઇન્ડિકા-જાયોનિકા હાઇબ્રીડાઈઝેશન પ્રોગ્રામમાં સાથે રહી ખાસ પ્રકારના ડાંગરની જાતનો વિકાસ કર્યોં. એડીટી-ર૭ તેમજ મશુરી જાતો વિકાસી જેનું એકર દીઠ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન આપે છે.
તેઓ માનતા હતા કે ભારતને અન્ન ઉત્પાદન ક્ષેત્રે પગ પર ઉભા રહેવું પડશે. તે માટે કૃષિ ક્ષેત્રે વિવિધ સંશોધનો કરી વિવિધ પ્રકારના ઘઉં અને ડાંગરની જાતો વિકસાવી જરૂરી છે. જેથી કરી એકર દીઠ ઉત્પાદન વધારી શકાય ઉપરાંત ભારતમાં કૃષિ ક્ષેત્રે ૭૦ ટકા લોકો સંકળાયેલા છે. તેને પડતી મુશ્કેલી કઇ રીતે નીવારી શકાય તેમજ વધુ કૃત્રિમ ખાતરનો કે જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવો પડે તેમજ પાકને જરૂરી પ્રમાણમાં પાણીની વ્યવસ્થા

કેમ કરવી તેનું માર્ગદર્શન ખેડૂતોને આપીને કૃષિ ઉત્પાદન વધારવામાં ફાળો આપવો. ર૦ર૦માં ભારતની વસ્તી કદાચ દોઢ અબજની થઇ જાય તો તેમને પુરતા પ્રમાણમાં અનાજ મળી શકે તે અંગેનું આયોજન કરવું જેથી ભારત પોતાના કૃષિ ક્ષેત્રે પગ પર ઉંભું રહે, તે જરૂરી છે. આથી આ ક્ષેત્રે તેમણે ઘણા સંશોધનો કરી ઘઉંની નવી નવી જાતો જ વિકસાવીને ભારતમાં હરીયાળી ક્રાંતિ સર્જી છે. આજે ભારત કૃષિ ક્ષેત્રે પગભર છે. તેની પાછળ ડો. સ્વામીનાથન છે. તેઓ હરિયાળી ક્રાંતિના સર્જક છે. આજે ભારત કૃષિ ક્ષેત્રે છે તેમાં તેનો સિંહફાળો છે.
અમેરિકાના ડો. ઓર્વિલ તેમજ મેકિસકોનો ડોનાર્મન બોર લાગે જાપાનમાં થતાં ઘઉંમાંથી નોટીન-૧૦ ડવાર્ફિગ જનીન છૂટા પાડી નવી જાતની ઘઉંની જાત વિકસાવી. તેઓ જયારે ભારત આવ્યા ત્યારે ડો. સ્વામીનાથનને તેમની મુલાકાત દરમિયાન તેમને પંજાબ તેમજ ઘઉં ઉગાડતા પ્રદેશોમાં લઇ ગયા. ત્યાં આ જાતના ઘઉંનું પૃથ્થકરણ કરીને, તેને બદલે સંક્રમીત જાતનું વાવેતર કર્યુ, અને તેને પરિણામે ઘઉંનું ઉત્પાદન વધ્યું. ૧૯૬૭માં ઘઉંના સંકરણ કરી નવા બિયારણનો વિકાસ કર્યો. જેથી ભારત સહિત બીજા એશિયામાં રાષ્ટ્રોમાં હરિયાળી ક્રાંતિનો પ્રારંભ થયો. ડો. સ્વામીનાથને અડધી દૂનિયાને પૂરતું અન્ન મેળવવામાં મદદ કરી છે. તેમણે પોતાની વનસ્પતિ જનીનશાસ્ત્રની નિપુણતાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી એશિયા માટે દુષ્કાળ શબ્દ અશકય બનાવ્યો. તેઓ માનતા કે અનાજ આયાત કરવું એટલે બેકારીમાં વધારો કરવો. આથી તેઓ માને છે કે ખેડૂતોને પૂરતું સમર્થન મળવું જોઇએ. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત આંતરમાળખારીય સુવિધા, યોગ્ય વળતર આપતું બજાર અને ટેકનોલોજી આ ત્રણ પરિબળોના સમન્વયથી કૃષિ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઇ શકે. તેમના દ્વારા જે હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં થઇ તેને કારણે આપણા દેશના હાથમાં ભિક્ષાપાત્ર હતું તે હવે અન્નપાત્રમાં પરિણમ્યું છે. તેમણે ઘણી ઘઉંની જાતો વિકસાવી છે. સોનારા-૬૩, સાનો-૬૪, મેપો-૬૪ અને તેમાં રોજો-૬૪ મુખ્ય છે. તેમાં લેમો રોજો-૬૪ અને સોનારા-૬૪નું ઉત્પાદન ખૂબ અનુકૂળ આપણા દેશમાં રહ્યું. પ્રતિ હેકટરે ૬૦૦૦ થી ૭૦૦૦ કિ.ગ્રા. જેટલું ઉત્પાદન થવા લાગ્યું. ડો. સ્વામીનાથનને ગામા કિરણો અને પારજાંબલી કિરણો દ્વારા ઘઉંના જનીનોમાં ફેરફાર કરી લાલ ઘઉંની જાતને પીળી જાતમાં રૂપાંતર કર્યાં, જે શરબતી સોનારા નામથી ઓળખાય છે. તેમાં પ્રોટીન ૧૫ થી રપ ટકા રહેલું હોય છે. ૧૯૬૬માં છ વધારાની જાતો કલ્યાણ સોના, સોનાલિકા, સફેદ લોમો, છોટી લેમો, પીવી-૧૪ અને સરબતી સોનારા જાતી રીલીઝ કરી દેશોને ઘઉં ઉત્પાદનમાં પગભર કર્યોં. ૧૯૭૦ માં જયારે ડો. નાર્મેન ઇ. બોરલોગને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો ત્યારે તેમણે જશ સમગ્ર ટીમને આપ્યો તેમાં ભારતના ડો. સ્વામીનાથન, ખેડૂતો, અધિકારીઓ અને સંસ્થાઓનો ઉલ્લેખ કરેલો.
ડો. સ્વામીનાથનને ૧૯૭૪ માં રોમમાં આયોજીત યુ.એન. ફૂડ કોંગ્રેસમાં સ્થાન મળ્યું તેમણે પ્રકૃતિ અને પ્રાકૃતિક સ્ત્રોતોની જાળવણી માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ તેમજ આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાના પ્રમુખ તરીકે સેવા આપી. તેમણે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના ડાયરેકટર તરીકે પણ સેવા આપી છે. તેઓ ડો. હોમીભાભા તેમજ ડો. વિક્રમ સારાભાઇને પોતાના આદર્શ માનતા હતા. ભારત સરકારે તેમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણથી નવાજયા છે. ૧૯૮૭માં ડો. સ્વામીનાથનને વલ્ડ ફૂડ પ્રાઇઝ મળ્યું હતું. જેની રકમમાંથી તેમણે ચેન્નાઇ ખાતે ડો. એમ. એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરેલી છે. જેમાં કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધનો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તે ગ્રામ્ય ક્ષેત્રે પણ વિકાસ કરવાનું નક્કી કર્યુ છે. આજે ૮ર વર્ષે પણ આ કૃષિ વૈજ્ઞાનિક એટલા જ કાર્યશીલ છે. ભારતને કૃષિ ક્ષેત્રે પગભર કરવામાં તેમજ હરિયાળી ક્રાંતિ સર્જવામાં મહત્વનો ફાળો આપનાર ડો. એમ.એસ. સ્વામીનાથનને સલામ.