મારી ઉંમર ૪૫ વર્ષની છે. રાત્રે મને પેટ ભરીને જમવાની આદત છે. શું જમ્યા પછી તરત જ સંભોગ માણી શકાય ? મને ઈન્દ્રિમાં જોઈએ તેવું કડકપણું પણ આવતું નથી, તો કેટલા મિલીગ્રામની વાયેગ્રા લઈ શકાય ? મને અન્જાઈના પેઈન પણ છે, તો શું વાયેગ્રા લઈ શકાય ? વાયેગ્રા લીધા પછી સમાગમ ન કરીએ તો કોઈ નુકશાન ? કઈ વાયેગ્રા સારી – દેશી કે વિદેશી? મને સેકસની ઈચ્છા બહુ થાય છે અને પત્ની ને ઓછી, શું કરવું?
૪૦ પછીની ઉંમરે જમીને તરત જ સમાગમ કરવા કરતાં, સમાગમ કર્યા પછી જમવું વધુ હિતાવહ રહેશે. સમાગમ વખતે લોહીનું ભ્રમણ વધુ થાય છે એટલે હ્રદયને થોડી મહેનત પડે છે અને એ જ વખતે જો વ્યકિતએ ભોજન પણ કર્યુ હોય કે શરાબ પીધો હોય તો હ્રદયને વધુ શ્રમ કરવો પડે છે. ભોજન પછી તરત જ સમાગમ કરવો યોગ્ય નથી. જમ્યા પછી બે – અઢી કલાકે સમાગમ કરી શકાય. જો તમને થોડા શ્રમ પછી છાતીમાં દુખાવાની સમસ્યા (એન્જાઈનલ પેઈને) હોય તો પહેલાં કાર્ડિયોજિ પાસે જઈ કાર્ડિયોગ્રામ કઢાવવો. જો એ નોર્મલ આવે તો કસરત કરી અને પછી કાર્ડિયોગ્રામ કડાવવો. જો એ પણ નોર્મલ આવે અને છાતીમાં દખાવો ન થતો હોય તો તમે અવશ્ય વાયેગ્રા લઈ શકો છો. અલબત્ત જો આપ બ્લડ પ્રેશર માટે કોઈ ગોળી લેતા હો તો એ ગોળી નાઈટ્રેટયુકત ન હોવી જોઈએ. તમે સમાગમના કલાક પહેલાં વાયેગ્રા ની ૧૦૦ મિ. ગ્રામની ગોળીથી શરૂઆત કરી શકો છો અને બે – ત્રણ વખત સફળ સંતોષજનક સમાગમ પછી એની માત્રા અડધી કરી શકો છો ! અને કેટલીક વ્યકિતઓ તો પા ભાગની ગોળીથી પણ રાહત અનુભવે છે. વાયેગ્રાની ગોળી લીધા પછી જો સંજોગોવશ સમાગમ ન થાય ત કોઈ જ શારીરિક નુકશાન થતું નથી. વાયેગ્રા દેશી અને વિદેશી બંને સારી. મારા અનુભવ પ્રમાણે દેશી અને વિદેશી વાયેગ્રાની અસર અને આડ અસર વચ્ચે કોઈ ફરક નથી. ફરક છે માત્ર કિંમતમાં. આ ગોળી મહિનામાં ૩૦ દિવસ લઈ શકાય છે. આ ગોળી ડોકટરની સલાહ નીચે જ લેવી જોઈએ.
આપની કામેચ્છા આપની પત્ની� કરતાં વધુ હોય તો તમારી પત્નીની કામેચ્છા વધારવા માટે તેને ગમતી વસ્તુ કરવાથી વધુ રાહત મળશે. પત્ની ને પૂછી લેવું તને શું ગમે છે? કયાં સ્પર્શ કરવાથી તું વધુ આનંદ અનુભવે છે. જો પત્નીની ઉંમર ૪૦થી ઉપર હોય તો સ્ત્રી હોર્મોનની ઊણપને કારણે પણ કામેચ્છા ઘટી શકે છે. આવા સંજોગોમાં પત્ની ને સોયાબીન અને લીલાં શાકભાજી લેવાનું સૂચન કરી શકો છે. નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી પણ હોર્મોનના સંતુલનમાં મદદ મળે છે. તેમ છતાં કોઈ કારણોસર પત્ની ના જ પાડે તો તમે તમારી જાતને સ્વમૈથુન (હસ્તમૈથુન) થી સંતોષી શકો છો કારણ કે મહત્વની વસ્તુ સંતોષ છે, સંભોગ નહી!
આ ત્રણે મુદ્દા ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો તો જીવનમાં સફળતાનાં શિખર સર કરવામાં સમસ્યા નહીં સર્જાય.