શ્રી રોહિત જીવાણી વાસ્તુશાસ્ત્ર તથા જ્યોતિષ વિજ્ઞાનના ઉંડા તજજ્ઞ ઉપરાંત ધ્યાન, યોગ, અધ્યાત્મ તથા આંતરમનશક્તિનું સ્ફૂરણ ધરાવતા મૂળ વિસાવદર (જિ. જૂનાગઢ)ના વતની શ્રી મગનલાલ બી. જીવાણી (નિવૃત્ત સનંદી અધિકારી)ના પુત્ર છે.
જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રમાં મૌલિકતા તેમજ સમય પ્રમાણેનું આવર્તન આ પુસ્તકમાં તેઓએ રસાળશૈલીમાં રજુ કરેલ છે.
રોહિત જીવાણી વૈદિક પરંપરાના સંપૂર્ણ હિમાયતી છે. જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે ઋષિ પરંપરા, પ્રાણચિકિત્સા, ચક્ર સાધના, અર્ધજાગૃતમન, મંત્ર સાધના પર તેઓના સંભાષણો લોકપ્રિય થયાં છે. સમયાંતરે તેઓના પ્રવચનો પણ યોજાતા રહે છે. ઉપરાંત અભ્યાસ લેખો વિવિધ વર્તમાનપત્ર, સામાયિક તથા વેબસાઈટ પર પ્રસિદ્ધ થતા રહે છે.
તેઓ વ્યવસાયે કમ્પ્યુટર સોફ્ટવેર ઈજનેર છે પરંતુ અચ્છા ગઝલકાર અને કવિતાના ભોક્તા છે.
યુવા પ્રતિભા સંપન્ન રોહિત જીવાણી – વાસ્તુ તથાસ્તુના માધ્યમથી વાસ્તુશાસ્ત્રી અને એસ્ટ્રોલોજીસ્ટ તરીકે પ્રશ્નસંદેહી જનતાને માર્ગદર્શકરૂપ દિવડો બનશે તે નિઃસંદેહ છે.
email; sbathia@gurjari.net
રોહિત જીવાણી
"વાસુ"
૩- ગિરીરાજનગર, ઓમનગર સામે, અમરેલી-૩૬૫ ૬૦૧.
Ph. 02792-(O) 222876, ® 221484
Mob.. 9374004961, 9426471470
e-mail :rohitjivani@yahoo.com