
સામાન્ય રીતે મધ્યમવર્ગીય પરિવાર વાસ્તુમાં અલગ મહેમાનકક્ષ બનાવતા નથી હોતા, છતાં મોટી જગા હોય અને મહેમાન કક્ષ બનાવવો હોય તો વાસ્તુના વાયવ્ય કોણમાં મહેમાનકક્ષ બનાવી શકાય.
મહેમાન કક્ષમાં શકય તેટલી ઓછી ચીજવસ્તુ રાખવી જોઈએ. મર્યાદિત પ્રમાણમાં ફર્નિચર આ રૂમમાં બનાવી શકાય. મહેમાન કક્ષમાં શકય હોય ત્યાં સુધી લાકડાનું ફર્નિચર જ ઉપયોગમાં લેવું જોઈએ.
મહેમાન કક્ષનો અન્ય રીતે ઉપયોગ કરવામાં તેને કેઝયુઅલ રૂમ તરીકે ઉપયોગમાં લઈ શકાય. પરંતુ ઘરના મુખ્ય વ્યક્તિએ રાત્રે ત્યાં ન સુવું જોઈએ. આ રૂમનો ઓછો ઉપયોગ થતો હોય તો પણ તેને અવાવરૂ ન રહેવા દેવો જોઈએ.
મહેમાન કક્ષમાં બેડને કોઈ ખૂણા ન અડે તે રીતે ગોઠવવો જોઈએ તથા એક ટીપોઈ બે ચેર તથા ડ્રેસીંગ ટેબલ રાખવા જોઈએ. મહેમાન કક્ષની ગોઠવણી બેડરૂમની ગોઠવણી પ્રમાણે જ કરવી જોઈએ.
ઘરમાં હકારાત્મક ઉર્જાના પ્રમાણ માટે ગાયના છાણમાં થોડો ગૂગળ મૂકી બરાબર સંધ્યા સમયે ધૂપ કરવો જોઈએ. અને આ ધૂપને મહેમાન કક્ષ સહિત તમામ રૂમોમાં ફેરવવો જોઈએ.
અન્ય એક પ્રયોગમાં મહેમાન કક્ષમાં પથારી નીચે બદામના પાન મૂકી રાખવાથી આવનાર મહેમાન સાથે હંમેશા સારા સંબંધ ચાલુ રહે છે.