હોમ
વાઘજી ઠાકોર
-
મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર બીજાનો જન્મ ઈ. ૧૮૫૮માં થયો હતો. રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી યુરોપનો પ્રવાસ પણ કર્યો. સૌરાષ્ટ્રના રજવાડામાં તેઓ યુરોપથી પહેલું વહેલું વિમાન ખરીદી લાવ્યા હતા. ઈ.૧૮૮૦માં મોરબીને રૂપરંગ બદલીને રળિયામણું બનવવાનું કામ તેમણે હાથમાં લીધું. જયપુરની રામગંજ બજાર જેવો ભવ્ય રસ્તો અને એ પ્રકારની બાંધણી તેણે મોરબીમાં ઊભી કરાવી. વઢવાણથી મોરબી સુધી પોતાના ખર્ચે રેલ્વે નાખાવાનું કામ શરૂ કર્યું. મચ્છુ નદી પર મોટો પુલ બાંધી ઈંગ્લેડથી લાવેલા કાંસાના બે ઘોડા અને બે સાંઢ પુલના બંને છેડે મૂકાવ્યા હતા. ઈંગ્લેડથી સમાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો. ગ્રીનટાવરનું ખાતમૂહુર્ત તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું. દુષ્કાળ વખતે રાહત કાર્ય શરૂ કરી પાંચ હજાર માણસોને ઉગારી લીધા હતા. મચ્છુ નદીથી જાન-માલને નુકસાન ન થાય તે માટે બે લાખના ખર્ચે નદી કાંઠે દીવાલ બંધાવી. આવા અનેક કાર્યો કરી મોરબીને શણગાર્યું. તેમને E.C.S.I. અને G.C.I.E. નો ઈલકાબ અંગ્રજોએ આપ્યો હતો. પક્ષઘાતની બીમારીને કારણે તા. ૧૧-૬-૧૯૨૨ના રોજ તેમનું દેહાવસાન થયું. એ પ્રજાવત્સલ ન્યાયપ્રિય રાજવીનું મોરબીમાં નજરબાગ પાસે બાવલું મુકાયું છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved