હોમ
ગૃહિણી માટે ઉપયોગી
-
થોડીવાર ટમેટાને ગરમ પાણીમાં રાખવાથી અને નવા બટાટાને મીઠાનાં પાણીમાં રાખવાથી, તેમની છાલ સહેલાઈથી નીકળી જશે.બદામને ગરમ પાણીમાં રાખવાથી, તેનાં ફોતરાં તરત નીકળી જશે.લીલા શાકભાજી વાસી થઈ ગયા હોય તો તેમાં લીંબુ નિચોવવાથી તે તાજા થઈ જશે.શાકભાજીને મીઠાના પાણી વડે ધોવાથી એકદમ ચોખ્ખા થઈ જશે.ટમેટા-મૂળા-ગાજર-બીટને મીઠાનાં પાણીમાં રાખવાથી તાજાં રહેશે.સમારેલ રીંગણાં મીઠાનાં પાણીમાં રાખવાથી કાળાં પડશે નહિ.સલાડ માટેનાં ફળો સાકરનાં પાણીમાં રાખવાથી તે કાળાં પડીને ચીમળાઈ જતાં નથી.પોચા ટમેટાંને બરફવાળા પાણીમાં મીઠું નાખીને રાખવાથી તે સખત થઈ જશે.ચોખા ધોયેલ પાણીમાં કાચાં કેળાં કાપીને રાખવનથી તે કાળાં પડશે નહિ.રવાને શેકી, ઠંડા પડે એટલે પેક બરણીમાં ભરવો,તેથી જીવાત પડશે નહિ.મેંદાને ચાળી, તડકામાં બે કલાક મૂકી, ઠંડો પડે એટલે એરરાઈટ બરણીમાં ભરવો.કોરા શાકમાં સૂકા ધાણા છેલ્લે નાખવા, જેથી તે બળી ન જાય.ખાવાના તેલના ડબ્બામાં એક ગોળનો ગાંગડો મૂકવાથી તે લાંબો સમય સારું રહેશે.ગરમ પાણીમાં લીંબુ બોળવાથી તેમાંથ વધુ રસ નીકળશે.કાંદાને પાણીમાં રાખી કાપવાથી આંખો બળશે નહિ.ફરસાણ- નાસ્તાના ડબ્બાની ચારે બાજુ બ્લોટિંગ પેપર રાખવાથી તે હવાતા નથી.દળેલ મીઠામાં ચોખાની પોટલી રાખો, તેથી તેના ગઠ્ઠા નહિ બાઝે.ખાંડની બરણીમાં ચાર-પાંચ લવિંગ રાખવાથી કીડીઓ ચઢશે નહિ.મસાલામાં બાવા ન બાઝે એ માટે મરીના દાણા નાખવા.તુરિયાની છાલને સૂકવી, ચોખાના ડબ્બામાં રાખવાથી તેમાં વાંતરી નહિ પડે.ઉનાળામાં દૂધ અને દૂધની વાનગી ઠંડકમાં રાખવી.દાળ,ચોખા,મસાલા,કઠોળ વીણીને પેક ડબ્બામાં રાખો.કઠોળના ડબ્બા ઉપર સૂકા તુલસીનાં પાન રાખવાથી તેમાં જીવાત પડશે નહિ.સૂકા કોપરાને છીણવું. લીલા કોપરાનું ખમણ ઉપયોગમાં લેવું.ફરાળી વાનગીમાં જેને મીઠાનો બાધ હોય, તેણે સિંધાલૂણનો ઉપયોગ કરવો.મરચાં ખાંડતી વખતે તેમાં થોડું મીઠું અને તેલ નાખવાથી, તેની ભૂકી ઊડશે નહિ.કેસરને જરાક શેકી દૂધમાં ઘૂંટીને ઉપયોગ કરવો.વધુ પ્રમાણમાં મસોલા, હળદર, ખારાનો ઉપયોગ કરવો નહિ.કઠોળ પલાળવામાં હૂંફાળા પાણીનો ઉપયોગ કરવાથી બરોબર પલળે છે, તેથી ગાગડું પડતાં નથી.ઘઉં, જુવાર, ચણાનો લોટ દળાવી તરત ચાળીને ડબ્બામાં ભરવો.મોણ નાખી દૂધથી બનાવેલ પૂરી પ્રવાસમાં લઈ જવી હિતાવહ છે.હવાય ગયેલ ચવાણું ઓવનમાં જરા બેક કરવાથી, ભીનાશ દૂર થશે.એલચી છોલી,તેના દાણા કાઢી, જરા કરકરી વાટીને ઉપયોગ કરવો.લીંબુનું અથાણું વધારે ટકાવવું હોય તો અથાણાની બરણી ૭-૮દિવસ તડકામાં રાખવી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com