
વનવાસ દરમ્યાન સંકટના સમયે એકાંતમાં રહેલા સીતાજીના રક્ષણ માટે લક્ષ્મણે રેખા દોરી હતી. ભિક્ષુકના વેશમાં આવેલ રાવણ જો આ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરે તો તે બળીને ભષ્મ થાય અને જો સીતાજી તેને પાર કરે તો રક્ષણરેખા દૂર થાય અને વિપત્તિ આવે આમ, ગૃહાધિપતિ તેમજ આગંતુક બંને માટે આ લક્ષ્મણરેખા મર્યાદામાં રહેવાનું સુચવતી હતી, આ જ રીતે ઘરનો ઉંબરો પણ એક પ્રકારની લક્ષ્મણ રેખા જ છે, અને તે પુજનિય છે. સ્ત્રી લગ્ન કરી પોતાનાં સાસરે જાય ત્યારે ઘરના ઉંબરામાં કળશની અંદર ધાન્ય રાખવામાં આવે છે જેને તે પગ વડે અંદર ધકેલી ગૃહપ્રવેશ કરે છે. અહિં ધાન્યનો અર્થ દાનવૈભવ, સંપત્તિ થાય છે. પત્નિને ગૃહ લક્ષ્મી પણ કહેવામાં આવે છે. તેના દ્વારા ઘરમાં ધકેલવામાં આવેલી ધનસંપત્તિ એ ઘરને છોડીને બહાર ચાલ્યું જવાની હિંમત કરતુ નથી, તેવો ભાવાર્થ નીકળે છે. અત્યારના આધુનિક મકાનોમાં હવે ઉંબરાઓનું ભૌતિક અસ્તિત્વ માત્ર નહિ જેવું જ રહ્યું છે. તરંતુ જુના સમયમાં દરેક ઘરમં ઉબરાઓ બનાવવામાં આવતા આ ઉંબરાઓ ઓળંગતી વખતે કયારેક ઉતાવળમાં ઠેંસ પણ લાગી જતી, જાણે ઉંબરો મૂક બનીને કહેતો હોય, કોઈપણ કાર્ય ઉતાવળે ન થાય તેનાથી અનર્થ પરિણામો ભોગવવા પડશે કોઈપણ કાર્ય કરવા બહાર જવાનું હોય તો સમજી વિચારીને પુરી તૈયારી કરીને જવું ઉતાવળે આંબા ન પાકે તે ઉકિત અહિં સૂચક છે.
ઘરની સ્ત્રી પણ કયારેક આવેશમાં આવીને પોતાના પતિનું ઘર છોડવા તૈયાર થાય ત્યારે બારણા વચ્ચે રહેલો ઉબરો જ તેની આડે આવે છે. એકક્ષણ સ્ત્રી થંભી જાય છે. જાણે ઉંબરો તેને કહેતો હોય, તું ખોટું તો નથી કરી રહીને, તારી પાછળ આ ઘરની આબરું પણ જશે ઘરમાં એકાંતમાં રહેલી સ્ત્રી કોઈ અજાણ્યાને ધરનો અહિં ઉંબરો મર્યાદા અને આબરુંનો પ્રતિક બને છે. આપણે પણ બારણે ટકોરા પાડતા આગંતુકને પહેલા નીહાળીને પછી તે આપણા ઘરમાં પ્રવેશ લાયક છે કે કેમ તે વિચારીને જ તેને ઘરનો ઉંબરો ઓળંગવા દઈએ છીએ કયાંક નીચ આવરણવાળો માણસ અંદર આવીને આપણા ઘરમાં અનિષ્ઠ તત્વો તો નહિ ઘૂસાડી દે ને ? તેવો ભાવ આપણા અંતરમનમાં જાગતો હોય છે. આમ, ઉંબરો મર્યાદાનું વિસ્તૃત પ્રતિક બની રહ્યો છે. જેમાં ઘરની આબરુ ચારિત્ર્યનો રક્ષક અનિષ્ઠતત્વો સામેની લક્ષ્મણ રેખા, આમ ઉંબરો ઘર માટે એક વડિલ તરીકે ભૂમીકા ભજવે છે. જે ઘરની સારી ખરાબ તમામ બાબતોનું ધ્યાન રાખતા હોય ઉંબરાના આ ઉચ્ચ મહાત્મીયને જોઈને જભગવાન નરસિંહે અસૂર હિરણ્યકશિયુનો વધ ઉંમરા ઉપર આરૂઢ થઈને કર્યો હતો ઘરનો પ્રતિહારી ઉંબરો ખરેખર પૂજાને યોગ્ય જ છે.