શિહોર ગામને ગોંદરે, બે નાળિયેરી
ગલઢૂડો બળદ વેચાય, બે નાળિયેરી
વારીવારી ભાઈ સાટવે, બે નાળિયેરી
વહુ કહે મારલો બાપ, બે નાળિયેરી
બાપને બાંધ્યો બારણે, બે નાળિયેરી
હાલે ચાલે નીરણ નાખવા જાય, બે નાળિયેરી
બાપ બાપ કરતી નીસરી, બે નાળિયેરી
બાપે શીગડ ફેરવ્યાં, બે નાળિયેરી
ભાંગ્યા છે જડબાં હોઠ, બે નાળિયેરી
હળદર હળદર હળદરડી, બે નાળિયેરી
વાટીશ ઘૂંટીશ હળદરડી બે નાળિયેરી
ચોપડીશ વહુનો હોઠ બે નાળિયેરી