હોમ
ભરમા વેદ ભણે રે લોલ
-
પડવે પહેલો તમ અવતાર, કે રમવા નીસર્યા રે લોલ;
બીજે બાળક બેઠું બહાર, કે મેં સમજાવિયું રે લોલ;
ત્રીજો ત્રણ ભુવનો નાથ, કે તાળી પાડો ટાચકા રે લોલ;
ચોથ છોગાળા ભગવાન, કે મારે મો’લ આવજો રે લોલ;
પાંચમે માર્યો હરણાકંસ, કે એક માર્યો મરગલો રે લોલ;
છઠે તેડાવો જાણતલ જોષી, કે જોષ જોવડાવો રે લોલ;
ભાઈ જોષીડા મારા વીરા, સારા જોષ તું જોજે રે લોલ;
કે’જે હોંશથી કે લગન, કે’ દિવસના આવશે રે લોલ;
આવશે અગિયારશને સોમવારે, કે’લગન આવ્યા; ઢુંકડાં રે લોલ;
આવી રૂડી અંધારી રાત, કે અજવાળાં કયાંથી પડે રે લોલ;
દુવારકામાં પોંખાય જાદવરાય, કે અજવાળાં ન્યા;થી પડે રે લોલ;
તુલસી રોપે છે વરમાળ કે ભરમા વેદ ભણે રે લોલ;
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com