-
ક્ષત્રિયોમાં શિવપૂજનનો ભારે મમિ હોય છે. અર્જુન રોજ પ્રભાતે ધામધુમથી શિવપૂજા કરતો. એણે ભવ્ય પૂજાખંડ બનાવડાવ્યો હતો. .ત્તમ શિલ્પીઓએ કંડારેલી મોટી શિવમૂર્તિની ખંડમાં સ્થાપના કરી હતી. પૂજાનાં એનાં વાસણો અને સાધનો સોના અને ચાંદીના હતાં. પૂજા માટે ગંગાજળ લાવવામાં આવતું. છાબડી ભરીને ફૂલ ચડાવાતાં. અર્જુનની પૂજા બેત્રણ કલાક ચાલતી. અર્જુનની પૂજાનાં વખાણ થતાં. અર્જુન એ પ્રશંસાથી પોરસાતો.
બીજે પક્ષે અર્જુનનો જ ભાઈ ભીમ પૂજા જેવું કંઈ કરતો નહીં. માત્ર જમવાના સમયે ભોજન પહેલાં મનમાં શિવસ્તોત્ર બોલતો અને પછી જ ભોજન આરોગતો. પૂજા ન કરનારા ભીમને અર્જુન તુચ્છ ગણતો અને તેની ટીકા કરતો.
એકવાર અર્જુન સખા કૃષ્ણ સાથે વિહાર કરતો હતો. અચાનક કૃષ્ણે કહ્યું, ‘‘ચાલ અર્જુન, આજે તને શિવલોકમાં શિવદર્શને લઈ જાઉં.’’અર્જુન તો રાજી રાજી થઈ ગયો. બંનેએ શિવલોક ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં એક સ્થળે અર્જુને જોયું તો ગાડું ભરીને એક અનુચર ફૂલો લઈ જતો હતો. અર્જુને તેને રોકી પૂછવા ધાર્યું, ‘‘કયાંથી આ ફૂલો લાવે છે અને કયાં લઈ જાય છે?’’ પણ અનુચર ઉતાવળમાં હતો. તે ઊભો જ ન રહ્યો. ત્યાં તો એક પછી એક કેટલાય અનુચરો ગાડાં ભરી ભરી ફૂલો લઈ જતા દેખાયા. અંતે એકને તો અર્જુને ઊભો જ રાખ્યો અને પૂછી જ લીધું. તે અનુચરે કહ્યું, ‘‘આ બધાં ફૂલો ભીમે શિવને ચડાવ્યાં હતાં. તે બધાં નદીમાં પધરાવી, તેમનું મંદિર કાલ પહેલાં સાફ કરી નાદવાનું છે જેથી તેઓ આવતી કાલે બીજાં ફૂલ ચડાવી શકે. તેથી અમે ઉતાવળમાં છીએ.’’
અનુચરે કહ્યું, ‘‘તમારી ભૂલ થતી લાગે છે. આ ભીમનાં ચડાવેલાં નહીં પણ અર્જુને ચડાવેલાં ફૂલો હશે.’’ અર્જુને કહ્યું. અનુચરે જવાબ આપ્યો, ‘‘અમારી કોઈ ભૂલ થતી નથી, આ ભીમે ચડાવેલાં ફૂલો જ છે.’’ત્યાં જ છાબડી લઈ એક અનુચર નીકળ્યો. અર્જુને તેને પૂછયું, ‘‘આ કોનાં ચડાવેલાં ફૂલો છે?’’ અનુચરે જવાબ આપ્યો, ‘‘અર્જુનના.’’ અર્જુનને આશ્ચર્ય થયું. સાથે ચાલતા ભગવાન કૃષ્ણ તરફ તેણે જોયું. કૃષ્ણ મર્મમાં હસતા હતા. અર્જુન સમજી ગયો.
ભગવન્ કૃષ્ણે કહ્યું, ‘‘અર્જુન, પૂજા માટે મોટું મંદિર કે ધામધૂમની જરૂર નથી. મનોમંદિર ઘણું િવશાળ છે. તેમાં મનોમન પૂજા કરીએ, સ્તોત્ર બોલીએ તો સ્તોત્રનો પ્રત્યેક અક્ષર ફૂલ ચડાવ્યા બરાબર છે.’’
અર્જુને કહ્યું, ‘‘ભગવન્, આટલી શીખ માટે મને અહીં લાવવાની જરૂર નહોતી. તમે ઘરેજ કહ્યું હોત તો હું સમજી જાત કે પૂજાનો દેજાવ કે દંભ ખોટો છે. નિષ્ઠાપૂર્વકની મનોમન પૂજા જ સાચી પૂજા છે."
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com