ટેન્શન આપણા માટે દરેક રીતે નુકશાનકારક છે. ઘણીવાર ખબર જ પડતી નથી કે, આપણે ટેન્શનમાં જીવીએ છીએ. તેને સમજી ન શકવાના કારણે આપણે આપણી જાતને મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ. અહીં ટેન્શનમાંથી મુક્તિ મેળવવાના ૧૦ સરળ ઉપાયો આપેલ છે.
૧. તૈયાર રહો જીવનમાં આવતી ચડતી – પડતી માટે પોતાની જાતને અગાઉથી માનસિક રીતે તૈયાર રાખો. તમે અગાઉથી અનુમાન કરી શકતા હોવ કે, ભવિષ્યમાં તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તો માનસિક રીતે તેના માટે પોતાને પહેલાથી જ તૈયાર કરો. આનાથી મશ્કેલી ભલે ટળી ન શકે પરંતુ તમને માનસિક બળ જરૂર મળશે.
૨. સામાજિક સહયોગ માનસિક દબાણ કે તાણની ક્ષણોમાં તમે મિત્રો અને સગા-સંબંધીઓ વચ્ચે રહો. કારણ કે તેનાથી વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાની તમને સૌથી વધુ હૂંફ મળે છે. અને હિંમત પણ મળે છે.
૩. વિશ્વાસ રાખો તમે તમારા કાર્ય અને વિચારોનું મૂલ્યાંકન કરો. તમારી જાત પર ભરોસો રાખો. શું બની રહ્યું છે અથવા ચાલી રહ્યું છે એ વાતની માહિતી રાખો. એનાથી તમે તમારા વિચારો અને પ્રશ્નો વિશે સ્પષ્ટતા મેળવશો. તમને તમારું લક્ષ્ય જોવાની સ્પષ્ટ દષ્ટિ મળશે, એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની મદદ મળશે.
૪. કમ્યુનિકેશન તમે તમારી ઈચ્છાઓ અને વિચારોને સ્પષ્ટ રીતે બીજા સમક્ષ વ્યક્ત કરો, પરંતુ એમાં ઈમાનદારી રાખો. પોતાના ભાવોને બીજા આગળ વ્યક્ત કરવાથી તમે તાણમાંથી મુક્ત રહી શકો છો. આનાથી તમારા પારિવારિક અને પ્રોફેશનલ બંનેય સંબંધો સારા બનશે.
૫. સત્ય ને સ્વીકારો એક વાત હંમેશા યાદ રાખો કે, તમે દબાણ હેઠળ છો તો પણ સત્યને સ્વીકારો અને મુશ્કેલીઓનો સામનો કરો. મુશ્કેલીઓથી ભાગી છૂટવાથી કશું નહિ મળે.
૬. દવાનો ઉપયોગ ટાળો આલ્કોહોલ , કોફીન અને સેડેટિવ્સનું સેવન હાનિકારક છે.
૭. દઢનિશ્ચયી બનો બીજા લોકો સાથેના આપણા સંબંધો સંતોષજનક પણ હોઈ શકે છે અને દુઃખદાયક તથા તાણભર્યા પણ. ક્યારેક મક્કમ રહેવું મુશ્કેલ છે પરંતુ મક્કમતા અને દઢનિશ્ચયી તમને તાણમાંથી મુક્ત કરશે.
૮. જીવનશૈલી તમે શારીરિક રીતે ફીટ અને સ્વસ્થ છો તો તમને તાણમાંથી મુક્ત રહેવામાં ઘણી મદદ મળે છે. તમારી શક્તિ અને સંતુલનને જાળવી રાખવા માટે અને દરરોજના પડકારોનો સામનો કરવા માટે સમતોલ અને પૌષ્ટિક ભોજન કરો. દરરરોજ યોગ-પ્રાણાયામ અને કસરત કરો. પૂરતી ઊંઘ લો અને થોડો સમય કાઢી જીવનને માણો.
૯. પ્રોફેશનલ સહાય તમે તમારી તાણને દૂર કરવામાં અસમર્થ બનો અને સમસ્યા વધી રહી હોય તો કોઈ મનોચિકિત્સકની સલાહ લો. એ તમને ઘણા મદદરૂપ થશે.
૧૦. સમસ્યા ઉકેલો સમસ્યા વિશે જાણવું જ પૂરતું નથી. તમે સાચી અને વૈજ્ઞાનિક રીતે સમસ્યાને સમજી તાણને કેવી રીતે દૂર કરવી એને પણ સમજી, સમસ્યા ઉકેલો. સમસ્યા ઉકેલવી એ જ સૌથી ઉત્તમ રસ્તો છે. સૌથી મહત્વ ની વાત છેઃ સમસ્યાઓ ઊભી ન થાય એવી જીવનશૈલી બનાવો.