-
ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે.મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંના ચાંદા તથા જીભની ચાંદા મટે છે.બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંના ચાંદા મટે છે.ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી ગળું મટે છે.ગરમ પાણીમાં હિંગ નાખીને પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખૂલે છે.રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.લવિંગને જરા શેકી મોંમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.સાકરની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.લસણને ખૂબ લસોટી, મલમ જેવું કરી, કપડાં પર લગાડી પટ્ટી, બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.કંઠમાળ ઉપર જવના લોટમાં કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.કાંદાનું કચુંબર, જીરુ અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની ખરેટી બાઝતી નથી.તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.તુલસીનાં પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો કોઈપણ પ્રકારનો દુઃખાવો મટે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com