હોમ
મધર ટેરેસાના અણમોલ વચનો
-
આપણે એક દિવસ કે એક ટંક ભૂખ્યા રહીને ઉપવાસ કરીએ છીએ અને એનાથી કેટલી વેદના થાય છે, પછી જે લોકો કેટલાય દિવસો સુધી સતત નિરાહાર કે અડધા પેટ જેટલું ખાઈને રહે છે, એમના મોંઢામાં બે મુઠ્ઠી અનાજ આપવું તો દૂરની વાત છે, જે ચીજ કોઈ પણ ખર્ચ કર્યા સિવાય મળી શકે છે તે મૌખિક સહાનુભૂતિ પણ શું આપણે આપી શકીએ છીએ !આ જીવનને પ્રાણથી પણ વધુ પ્રેમ કરવો પડશે. ગરીબીને આભૂષણ બનાવીને હરકોઈની વચ્ચે કામ કરવા જવું પડશે. ભગવાનના પ્રત્યે ઋણ અદા કરવાનું આ જ માધ્યમ છે. આપણા પ્રેમનો સ્પર્શ કોઈને કોઈના માટે નક્કી છે જ.ચહેરાની પ્રસન્નતા, આ જ તો રાત-દિવસ આપણી સંસ્થાની શક્તિના મૂળમાં કામ કરે છે. આપણે તેના જ ચરણકમળોમાં અર્પણ પ્રેમનો વિશ્વાસ, આનંદ આ જ આપણું મૂળ ધન છે, શું કદી ધનથી જ સેવા થઈ શકે છે ?ના, કેવળ ધનથી સેવા નથી થઈ શકતી. સેવાભાવી હ્રદય જોઈએ. હૉસ્પિટલના ડૉકટર, નર્સ, પણ તો સેવા કરે છે. તે સેવામાં પ્રેમનો સ્પર્શ છે પણ કે નહીં, આ જ વિચારણીય વાત છે.પ્રેમની દુનિયામાં છળ-કપટના માટે કોઈ સ્થાન નથી. વાતોથી નહીં પણ કાર્ય કરીને સમજાવવું પડશે કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ.હ્રદયના ઊંડાણોથી – તેથી હંમેશા તેમની પાસે પ્રસન્ન ચિત્ત જવું પડશે. દુઃખી મન લઈને જવાથી તે દુઃખીઓ એથી વિશેષ તૂટી જશે.સર્વ કાંઈ ઈશ્વરની ઇચ્છા છે. આ વિશ્વાસ પર જીવન અને આદિ અને અંત આધારિત છે. ઈશ્વર પ્રત્યેની સેવા એટલે છેવટ સુધી ગરીબોની સેવામાં પ્રાણ આપી દેવો.વિશ્વાસ ભગવાનનું વરદાન છે. તેના વિના જીવન ચાલી શકતું નથી. ઈશ્વરના પ્રતિ સમર્પિત કાર્ય ત્યારે જ સાર્થક છે, જ્યારે કે તે ગાઢ વિશ્વાસથી પ્રગટ થાય, કેમકે ભગવાન ઈસુએ કહ્યું છે કે, "હું ભૂખ્યો છું, હું બીમાર છું. મને એવો સમજીને જ મારી સેવા કરો." આ જ બધી વાતોનો વિચાર કરીને માર્ગ નક્કી કરવો પડશે.
ગરીબ માણસને ઈસુનું સ્વરૂપ સમજીને તેની સેવા કરવી, તેને પ્રેમ આપવો, આ જ આપણું લક્ષ્ય છે.મનુષ્યમાં જ ભગવાન વસે છે. ‘સીમાની અંદર અસીમ‘ની જેમ આ મનુષ્યમાં જ સર્વશક્તિમાન પ્રભુ નિત્ય નવા નવા રૂપમાં પ્રકાશિત થાય છે. આપણે ભગવાન ઈસુનાં દર્શન નથી કરી શકતા, આપણે પ્રત્યક્ષ રૂપથી તેમણે આપણા પ્રેમનો પરિચય નથી આપી શકતા. પરંતુ આપણા પડોશીઓને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.ઈસુને જોઈને આપણે જે કાંઈ કરીએ છીએ, તે જ બધું આપણે આપણા પડોશીઓ માટે કરી શકીએ છીએ. સેવાના કાર્યમાં ડગલે ડગલે વિપત્તિઓની આશંકા રહે છે.આપણે હંમેશા આ વાત યાદ રાખવી પડશે કે આપણે જે કાંઈપણ કરીએ તે તમામ તેમના માટે કરીએ. દરેક વસ્તીમાં, જૂનાં ઝૂંપડાંઓમાં, ભૂખમાં, અપમાનમાં જે લોકો સમય વિતાવી રહ્યા છે તે પણ આપણી જ જેમ સુખ-દુઃખથી નિર્મિત મનુષ્ય જ છે. આ વાતને કદી ન ભૂલવી જોઈએ.જો હું આ માની લઉં કે આ બધાં જ કાર્યોને હું જ કરું છું, તો હું મારી જીવિત અવસ્થામાં ન રહેતાં મારા મૃત્યુ પછી મારાં કાર્ય પણ સમાપ્ત થઈ જશે. મારો ર્દઢ વિશ્વાસ છે કે ભગવાન જ આપણા દ્વારા સર્વ કાંઈ કરાવી લે છે. ત્યારે તો પંચતત્વોમાં મળી જવા બાદ પણ કાર્ય કદી નિવૃત્ત થતું નથી. ભગવાન સ્વયં કોઈના દ્વારા કાર્ય કરાવી લે છે.બધા જ ભૂખ્યાના મોઢામાં અનાજ નથી આપી શકાતું. બધા જ રોગીઓની સેવા કરવી પણ શક્ય નથી. ત્યારે શું સેવા, દાન, પ્રેમ વગેરેને સીકા ઉપર ટાંગી દઈએ ના. માર્ગે જતા જો આંખોની સામે કોઈ ભૂખ્યો આવીને ઊભો રહી ગયો હોય તેને જોવો એ પણ આપણો ધર્મ છે, તેની ભૂખ મટાડવા આગળ વધવું માનવતાનું કર્તવ્ય છે.સંખ્યા ચાહે હજાર, લાખ કે કરોડ કેટલીયે કેમ ન હોય ? દરેક મનુષ્ય જો દરરરોજ એક સારું કાર્ય કરે તો કદાચ કોઈ સમસ્યા જ ન રહે.સંતતિનો ત્યાગ કરી દેનાર યુવતીઓના મનમાંથી તે સંતાનની સ્મૃતિ કદી દૂર થતી નથી. તે માતા સિવાય બીજું કંઈ પતો નથી હોતી.મનુષ્યને ઈશ્વરની તરફ લઈ જવાનું જ મારું કર્તવ્ય છે અને તેના માટે જરૂરી છે સેવા.જો પ્રભુની કૃપાથી તેના કોઈપણ સંતાનની સેવા કરી શકો તો તમે ધન્ય બની જશો. પોતાની જાતને એટલી મહત્વપૂર્ણ ન સમજશો. તમે ધન્ય છો કે તમને સેવાનો અધિકાર મળ્યો છે, બીજાઓને તે નથી મળ્યો.ગરીબોની ઉપેક્ષા કરવામાં માત્ર પોતાના અભિમાનની જ અભિવ્યક્તિના સિવાય અન્ય કોઈપણ વાત નથી. તેમ છતાં પણ જો આ તમામ લોકો ગરીબોના માટે પોતાના કર્તવ્યનું પાલન કરે તો વિશ્વનું સ્વરૂપ જ બદલાઈ જાય છે.ધર્મ નહીં, વર્ણ પરિચયથી હું તેમની શિક્ષાનો પ્રારંભ કરું છું.ગરીબથી ગરીબ મનુષ્યનાં સુખ-દુઃખના વચ્ચે ઈશુના અસ્તિત્વને ચોવીસ કલાક પ્રાપ્ત કરવાની તૈયારીના પહેલાં પૂર્વ જાણકારી પ્રાપ્ત કરવાનું ક્ષેત્ર આ ગરીબોની વસ્તી જ છે.ઈશ્વરે જ મને આ માર્ગ પર ચલાવી છે, આ વિશ્વાસ મારા હ્રદયમાં બહુ પહેલાંથી જ થઈ ગયો હતો.હું દત્તક લઈને ગર્ભપાતની સમસ્યાનું નિવારણ તેમજ સામનો કરી રહી છું.આપણું કાર્ય સમુદ્રમાં પાણીના એક બૂંદની સમાન હોઈ શકે છે, પરંતુ તે સમુદ્રમાં એક બૂંદ પાણી પણ ન પડતું તો સમુદ્ર એક બૂંદ પાણીથી વંચિત થઈ જતો, એ જ ને !સૌને પ્રેમ કરવાથી જ આપણે ભગવાનની નજીક પહોચી શકીશું. તેના સિવાય કોઈ અન્ય માર્ગથી ત્યાં પહોંચી શકાય છે કે નહીં તેની મને ખબર નથી.મનુષ્ય જ સર્વ કાંઈ છે.જીવમાત્ર જ પવિત્ર છે. આપણી શક્તિ અનુસાર તેને સુંદર બનાવવો એ આપણું કર્તવ્ય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com