
આપણે કોઈપણ શુભકાર્યની શરૂઆત કરીએ છીએ પરંતુ તે કાર્ય કોઈપણ વિધ્ન વગર પૂર્ણ થાય તેની ખાત્રી પણ રાખીએ છીએ. આ માટે સાથિયો એટલે કે સ્વસ્તિક મંત્ર બોલવામાં આવે છે, અને તેનું પ્રતિક મૂકવામાં આવે છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખો જોવા મળે છે કે ઋષીમુનિઓ પોતાના લેખનની શરૂઆતમાં શુભ કામનાનો અર્થ ધરાવતો શ્લોક લખતા હતા પરંતુ કાળક્રમે સંસ્કૃત ભાષા સામાન્ય વ્યકિત માટે સમજવી મુશ્કેલ બનતા લાગી આથી, આવા શ્લોકોને બદલે તેનાપ્રતિક સ્વરૂપે કાર્યની શરૂઆતમાં જે સ્વસ્તિક મંત્ર બોલવામાં આવે છે. તેમાં ઈન્દ્ર, બૃહસ્પતિ મંત્ર બોલવામાં આવે છે, તેમાં ઇન્દ્ર, બૃહસ્પતિ, ગરૂડ વગેરે દેવોનું આહવાન કરવામાં આવે છે, અને તેઓની શુભ ભાવનાની યાચના કરવામાં આવે છે. સાથિયો અર્થાત સ્વસ્તિકનો અર્થ થાય છે. કાર્ય મંગલમય રીતે પૂર્ણ થવું. સ્વસ્તિક બે ધાતુનો બનેલો છે. સુ એટલે શુભ કે સારું અને અસ અર્થાત અસ્તિત્વ જયાં શુભનું અસ્તિત્વ હોય તે એટલે કે સ્વસ્તિક સ્વસ્તિકને ખુબજ પ્રાચિન માનવામાં આવે છે. માનવ સંસ્કૃતિની શરૂઆતમાં જે પ્રાકૃતિક દેવોનું પુજન કરવામાં આવતુ તેઓના સમાવેશ આ સ્વસ્તિકમાં કરવામાં આવ્યો છે. સ્વસ્તિકની આકૃતિમાં વિશાળ અર્થ સમાયેલો છે. તેનો ઉભો સ્તંભ જયોતિ સ્વરૂપ લીંગ દર્શાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ આ લીંગ જ છે. જયારે સ્વસ્તિકનો આડો સ્તંભ આ સૃષ્ટિની રચના કરી અને દૈવી તત્વોએ તેને વ્યાપકતા બક્ષી તેવો અર્થ નીકળે છે. તદ્ઉપરાંત સ્વસ્તિક જગતના પાલનકર્તા ભગવાન શ્રી વિષ્ણુના ચાર હાથનો પણ નિર્દેશ કરે છે, જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડનું પાલન અને કલ્યાણ થાય છે. સ્વસ્તિકના મધ્યમાં ભગવાન વિષ્ણુનું નાભિકમળ અર્થાત્ બ્રહ્માજીનું નિવાસસ્થાન પણ ગણી શકાય. બ્રહ્માજી સર્જન કરનાર દેવ છે. આમ સ્વસ્તિક મહાન અર્થો ધરાવે છે.
આપણે પણ વારે-તહરેવારે શુભ પ્રસંગોએ સ્વસ્તિકનું પૂજન કરીએ છીએ. બાળકને છઠ્ઠીના દિવસે સાથિયો આરખેલા કપડાં ઉપર સુવડાવવામાં આવે છે. લગ્ન પ્રસંગે પણ પતિ-પત્નિનું જીવન મંગલમય બની રહે તે માટે સ્વસ્તિકને અર્ધ્ય આપવામાં આવે છે. તદઉપરાંત બહેનો દિવાળીના દિવસે ચોપડા-પૂજન સમયે કુમકુમનો સ્વસ્તિક બનાવે છે. સ્ત્રીઓ સૌભાગ્યવતી બની રહે તે માટે ચાર્તુમાસમાં સાથિયાનું વ્રત કરી તેની પૂજા કરે છે. ઘરના બારણાઓ ઉપર પણ સાથિયાનું ચિત્ર બનાવીને પોતાનું ઘર મંગલમય બને તેવી શૂભ કામના વ્યક્ત કરવામાં આવે છે. સાથિયો પોતાની મહાનતાને કારણે ભગવાનના નિવાસસ્થાન એવા દેવમંદિરમાં પણ સ્થાન પામ્યો છે. બૌધ્ધ તથા જૈન ધર્મમાં આસ્થા રાખનારઓ પણ સ્વસ્તિકને પુજય ગણે છે.