હોમ
સ્વામી આનંદ
-
સાધનાવંતા સાધુ અને સાહિત્યકાર હિંમતલાલ દવેનો જન્મ સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામે થયો હતો. કિશોરવયે જ ઘર છોડીને તેઓ ચાલી નીકળ્યા. દરમિયાન યોગીઓના પરિચયમાં આવ્યા. હિંદી અને બંગાળી પણ છૂટથી તેઓ બોલી શકતા. ગાંધીજીના સિદ્ધાંતો એમણે જીવનમાં ઉતાર્યા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળેલી. તેમની પ્રતિભા જબરદસ્ત હતી. વિસ્મયતા એ કહેવાય કે સ્વામીદાદાએ શાળા-કોલેજમાં ગયા વગર સિદ્ધિ મેળવી હતી. ગાંધીજીના ‘નવજીવન’અને ‘યંગ ઈન્ડિયા’નું તંત્રસંચાલન તેમણે હાથમાં અનન્ય છે. હિમાલયનો પ્રવાસ ખેડનાર કાકાસહેબની ત્રિપુટીમાં એક ‘સ્વામી આનંદ’ પણ હતા. ધરતીકંપ, રેલરાહત, સત્યાગ્રહ આંદોલન – આ બધામાં ‘સ્વામીદાદા’ આગળ પડતો ભાગ લેતા. બ્રહ્મચર્યના ઓજસથી ઝગારા મારાતા ગૌર બદનમાંથી તેજ ઝરતી આંખોથી માંડીને હળવા હૈયાથી વહેતી એમની વાણી સાંભળવી એ એક લહાવો હતો. પ્રકૃતિએ અત્યંત સંવેદનશીલ સ્વામીદાદાને સ્વજનોની ચિરવિદાય પછી જિંદગી વસમી લાગતી હતી. તેઓ કહેતા: “બિસ્તરા બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્લેટફોર્મ પર બેઠો છું, પણ મારી ગાડી જ આવતી નથી.” તા. ૨૫-૧-૧૯૭૬ના રોજ એ કમબખ્ત ગાડી આવી અને મુંબઈમાં તેમનું દેહાવસાન થયું.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved