
વૈદિક જયોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને રવિ તરીકે ઓળખવામાં આવે છે. તેની ગરમ અને સુકી પકૃતિને ધ્યાનમાં રાખતાં તેની કંઈક અંશે ખોટી અસર પણ થઈ શકે છે તેમ માનવામાં આવે છે. તે સિંહ રાશીનો અધિપતિ છે. તે મેષ રાશીમાં ઉચ્ચનું અને તુલા રાશીમાં નસચનું સ્થાન ધરાવે છે. સૂર્યને આત્માકારક પણ કહેવામાં આવે છે. આ શબ્દનું મૂળ સંસ્કૃત ભાષમાં છે, આત્મા અને કારક-કારકનો અર્થ છે સુચક “આત્મા સુચક”ગુણ ધરાવનાર સૂર્ય જીવનદાતા ગણાય છે. સૂર્ય પિતા સૂચક છે. તે અહંકાર,માન મોલો, પ્રતિષ્ઠા, પ્રસિધ્ધી, હ્રદય, આંખો, શકિત અને જીવનશકિતને સૂચવે છે. સૂર્ય વિશેષ રીતે અગ્નિનું અધિપત્ય ધરાવનાર રાશિઓ મેષ, સિંહ, અને ધન માટે લાભદાયક છે. તેની પ્રકૃતિ પિત્તની છે, જે દાહકવૃતિ દર્શાવે છે. સૂર્ય તેની પૂર્ણતા અને કુશળતા સાથે ૨૨ વર્ષની વયે પરિપકવતા પામે છે.
સૂર્ય સજીવ-સાક્ષાત દેવ છે. દરેક તેને જોઈ શકે છે અને પ્રાર્થી શકે છે. તેને નરી આંખે જોઈ શકાય છે છતાં પણ તેનાં અનેક સ્વરૂપો છે. તે જીવન અને સમય બક્ષનાર છે. અન્ય ધર્મોમાં પણ સૂર્ય પુજાને મહત્વ આપવામાં આવેલ છે. સૂર્યને સાષ્ટાંગ દંડવત “સૂર્ય નમસ્કાર”કરનાર ને ઘણાં ફાયદા થાય છે. સૂર્ય અંધાપો દુર કરે છે, હાડકાં મજબુત કરે છે. ગંભીર માંદગી દુર કરે છે. ભકતનાં પપ દુર કરે છે. અને સંતાનસુખ, ઘન, દીર્ધાયુ અને તંદુરસ્તી બક્ષે છે સૂર્યનો રંગ લાલાશ પડતો નારંગી છે જેને આપણે સૂર્યોદય અને સૂર્યોસ્ત સમયે જોઈ શકીએ છીએ. હિદુંશાસ્ત્રો મુજબ સૂર્યને ઘણાં લોકો સવારે અધ્ય અર્પણ કરે છે.
સૂર્યનો રંગ લાલાશ પડતો કેસરી/નારંગી હોય છે. આ રંગથી દમન પામેલ મન, દબાયેલ ઈચ્છા વગેરેને દુર કરવા કે પુરી કરવા માટેની ઉર્જા મળે છે. તે નવા વિચારો બક્ષે છે. હિંમત આપે છે અને શકિતવર્ધક છે. તે સમૃધ્ધી અને સ્વાભિમાનનું પ્રતિક છે. નારંગી રંગ રકત પ્રાપ્તીમાં વૃધ્ધી કરે છે, ચેતામંત્રને તાજગી આપે છે, રોગપ્રગતિકારક શકિતમાં વધારો કરે છે, જાતીય ક્ષમતા વધારે છે, પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. છાતીની તકલીફોમાં રાહત આપે છે, બરોળ, કિડની, પેટ અને ગાંઠના દર્દોમાં રાહત આપે છે. તે ઓકસીજનનું શ્વાસોછાશ્વાસમાં પ્રમાણ વધારે છે, ફેફસાંને સશકત બનાવે છે, વાયુના દર્દોમાં રાહત આપે છે. નારંગી રંગનો હળવો ઉપયોગ કરવાથી સહેજ ગરમીની અનુભુતી પણ થાય છે. પણ લાલ રંગ ની જેમ જ નારંગીનો વધુ પડતો ઉપયોગ કરવો હિતાવહ નથી. ઝડપથી ઉત્તેજીત થઈ જતા લોકો માટે આ રંગના બધા જ શેડઝ ફાયદાકારક હોય છે. માંદગી પછી શકિત વર્ધક તરીકે આ રંગ લાભદાયક છે કારણકે ઉત્સર્જન તંત્રને કાર્યરત કરે છે. નારંગી રંગની ઉર્જા આનંદ આપે છે. નારંગી રંગમાં લાલ રંગનો પ્રેમભાવ અને પીળા રંગનો શાણપણનો ભાવ રહેલો હોય છે. તે આત્માવિશ્વાસ અને સ્વતંત્રતા ના ભાવમાં વધારો કરે છે. નારંગી રંગ અને લાલ રંગ સ્વાધીષ્ઠાન ચક્ર સાથે જોડાયેલ છે. આ રંગ અગ્નિ ખુણામાં આવેલ વાસ્તુ દોષને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સૂર્ય ભારતીય જયોતિષશાસ્ત્ર મુજબ સિંહ રાશીનો સૂચક છે.