
હવે એ બાબત વિજ્ઞાન દ્વારા પણ સાબિત થઈ ચૂકી છે કે આપણી પૃથ્વી સહિતની ગ્રહમાળા સુર્યમાંથી જ નિમાર્ણ પામી છે. પૃથ્વી ઉપરના તમામપદાર્થો કરોડો વર્ષે પહેલા સુર્યમાં વાયુ સ્વરૂપે ભળેલા હતા. તેજનો આકાશી મહાપૂંજ એવો સુર્ય પૃથ્વી ઉમરની તમામ જીવસૃષ્ટિને પોતાના પ્રતાપી તેજ થી જીવનરક્ષી રહ્યો છે. તે કરોડો વર્ષોથી પૃથ્વીને પોતાના ગુરૂત્વકર્ષણ બળમાં સાચવીને તેનું પલન કરી રહ્યો છે. સુર્ય વગર માનવ જ નહિ પૃથ્વી ઉપર કોઈપણ પ્રકારની જીવસૃષ્ટિનો સંભવ નથી. ખરેખર સૂર્ય એક આકાશી તેજનો ગોળો જ નથી પરંતુ એક મહાન યોગીરાજ છે જે સામે કશું લેવાની ભાવના વગર જગત ઉપરનું સૌથી શ્રેષ્ઠદાન એવું જીવન તત્વ અર્પી રહેલ છે.
આપણી સંસ્કૃતિમાં સુર્યનો ઉલ્લેખ ભગવાન સૂર્યનારાયણ તરીકે કરવામાં આવતો, આદિકાળમાં જયારે માનવ સંસ્કૃતિનો હજુ ખાસ વિકાસ થયો નહોતો ત્યારે જે પ્રાકૃતિક દેવોની પૂજા થતી તેમાં સુર્યનું સ્થાન મહત્વનું હતું. સૂર્ય શક્તિ અને તેજસ્વીતાનું પ્રતિક છે. એટલે જ આપણા ઋષીમુનિઓ સુર્યને સતત અર્ધ્ય આપતા તેની ગેરહાજરી આપણા ઉપર અંધકારના ઓળા પાથરી દયે છે અને તેની હાજરી શરૂ થતાં જ વનસ્પતિ માત્રના કોમળ ફૂલો ખીલવા માડે છે. પક્ષીઓનો મધુર કલરવ ફરી શરૂ થઈ જાય છે. માનવજીવન સહિત સમગ્ર જીવસૃષ્ટિ ફરી ધબકવા લાગે છે. જેમ એક નવજાત બાળકનો આધાર તેની માતા હોય તેમ પૃથ્વીનો આધાર સૂર્ય છે. તે પૃથ્વીને બધુ જ અમો છે પરંતુ તેની પાસેથી માત્ર વરાળરૂપે ખારુ જળ લ્યે છે. અને તે લેવાનું પાછળ પણ આર્દશ અર્થ છે. સમગ્ર જીવસૃષ્ટિને મીઠું જળ આપવું જેમ કૃષ્ણે મિત્ર સુદામાને સંપતિવાન બનાવવા માટે પહેલા કંઈક લેવું તો જોઈએ તે હેતુથી તાંદૂલ લીધા હતા અને પછી તેઓને સુદામાપુરીના માલિક બનાવ્યા હતા.
સૂર્યમાંથી આપણે ઘણું શીખવાનું છે. સુર્યના ઉદય અને અસ્ત થવા ઉપર આપણે સમયની ગણતરી કરીએ છીએ. તે આપણને નિયમિતતાના પાઠ શિખવે છે. તે આપણને કોઈપણ કાર્યમાં મકકમ રહેવાનો બોધ આપે છે. તે કરોડ વર્ષથી પોતાના તેજ દ્વારા જીવસૃષ્ટિ પાલનનું કાર્ય કરી અચલતાથી કરી રહેલ છે. સૂર્યદેવનો રજાને એક જ પૈડુ હોય છે. છતાં તેઓ તેને અચલ ગતિએ ચલાવી શકે છે તેને કોઈ આધાર નથી છતાં પણ ટકી રહેલ છે. તેના રજાનો સારથી પગ વગરનો છે છતાં તેઓ પોતાનું પાલન કરવાનું કાર્ય બખૂબી કરી શકે છે. આ દ્વારા સૂર્ય આપણને કહે છે કે શકિતશાળી કે સામર્થ્યવાન મહાન પુરૂષોની સાચી શક્તિ તેના પોતાના માં રહેલી હોય છે. નહિ કે તેના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનોમાં શક્તિનો આવો મહાસ્ત્રોત હોવાં છતાં સુર્યમાં જરાપણ અભિમાન નથી, નમ્રતા તેના સમગ્ર વ્યક્તિત્વમાં ફેલાયેલી છે, એટલે જ તે જાણે છે કે જો હું સવારમાં જ મારા તેજ કિરણો ફેલાવીશ તો સમગ્ર વનસ્પતિસૃષ્ટિના કૂમળા ફૂલો કરમાઈ જશે, તેથી જ તે પહેલા અરૂણોદય તરીકે આવે છે અને ત્યારપછી સુર્યોદયના સ્વરૂપમાં માણસની બુધ્ધિને વધુ તેજસ્વી અને પ્રતિભાવાન બનાવવા સૂર્યઉપસનાં કરવી ખુબજ લાભદાયક છે. નિયમિત સૂર્યનમસ્કાર આપણા શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે.
આવા મહાન કર્મયોગી સવિતાનારાયણના અસંખ્ય ઉપકારોનો બદલો આપણો કદી ચૂકવી શકવાના નથી, પરંતુ તેમના પ્રતિ આદરભાવ દર્શાવવો પુજન તો અવશ્ય કરવું જ જોઈએ.