હોમ
સ્તંભેશ્વર
-
ગુજરાતના અનેક શિવાલયોમાં આ સ્તંભેશ્વર તીર્થ અનન્ય છે. સ્તંભેશ્વર એટલે દરિયામાં સ્વયંભૂ પ્રગટેલું શિવલિંગ. ભરતી આવે ત્યારે શિવલિંગ પર દરિયાનાં પાણી ફરી વળે અને તેના પર જાણે રત્નાકર સહજરૂપે અભિષેક કરે. ઓટ થાય એટલે દરિયાનાં પાણી દૂર જતાં રહે. આવા સ્વયંભૂ-દેવાધિદેવ શિવજીના પૂજન-અર્ચન થઈ શકે તે માટે ધર્માનુરાગીઓએ માત્ર ઓટના સમયનો લાભ લઈ, શિવલિંગની આજુબાજુ પાકી બેઠકોની વ્યવસ્થા કરેલી છે. ભરતી-ઓટના સમય ત્યાં લખવામાં આવ્યા છે. જેથી દર્શન માટે, પૂજન-અર્ચન માટે ઇચ્છુકો તેવો સમય પસંદ કરીને આવી શકે. આવા અનન્ય સ્થળનો લાભ લેવા દૂરદૂરથી હજારો ભાવિકો આવતાં રહે છે. આ સ્થળ ભરૂચ જિલ્લાના જંબુસરથી ર૭ કિલોમીટર દૂર છે. આ સ્થાન ઉપર ભરતીના સમયે દરિયાના પાણી ફરી વળેલાં હોય ત્યારે તેનું અસ્તિત્વ દેખાય તે માટે ૩૦ મીટર જેટલું ઊંચું શિખર બંધાઈ રહ્યું છે જે નેપાળના પશુપતિનાથની યાદ અપાવશે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com