ચાળીશની વય વટાવી ચુકેલા સૂમિત્રાના બે ય પગમાં અર્ધો ઇંચ ખાડા પડી જાય તેવા સોજા. મોં પર થેથર. શરીરમાં લથબથ ચરબી. દશ ડગ ચાલુ છું અને હાંફ ચઢે છે.
આકરી પરેજી પાળવા સુમીત્રા તૈયાર હતા. દ્રઢબળે ચાર દિવસ નકોરડા ઉપવાસ. પાંચમાં દિવસથી વિવિધ ફળો ચાવીને ખાવાની છૂટ આપી મળશુધ્ધિ ન થાય તો રોજ રાતે કે પરોઢિયે બે ચમચી ત્રિફળાચૂર્ણ ફાકી જવાનું દવા એક જ. ત્રણ ચાર કપ પાણીમાં સાટોડીના મૂળનો ભુકો દશ ગ્રામ નાખવો. ત્રણ ભાગ પાણી બળી જાય એટલે વાસણ ઉતારી લેવું. ઠરી જાય એટલે ગાળીને પીવું. સવારે – સાંજે એમ બે વખત બનાવીને પીવું. દશમા દિવસે સુમિત્રા પગથીયા ચઢીને આવ્યા. જરા પણ હાંફ ચઢી નહીં. ઘણી જ રાહત થઈ હતી. સોજા પંચોતેર ટકા ઉતરી ગયા હતા. ફળો અને ફળોનો રસની છુટ, બે વખત ગાયનું દૂધ પીવાની છુટ. ચરકે સાટોડીને વયઃસ્થાપન એટલે યુવાનીને સ્થિર રાખનારી કહી છે. સુશ્રુતે એને સોજા મટાડનારી કહી છે. તે પાંડુરોગ, હ્રદયરોગમાં પણ ગુણકારક છે. આધુનિક મત પ્રમાણે સાટોડીથી મૂત્રપિંડને કષ્ટ આપ્યા વગર મૂત્રનું પ્રમાણ વધવાથી, સંચિત સોજા લાવનાર પાણીનો નિકાલ થાય છે. સાટોડી આંખો માટે પણ ગુણકારક છે. ઝડપી પરિણામ કડક પરેજી વગર ન આવે.
શરીરમાં સોજા આવવાનું ગંભીર કારણ રોગો જોડાયેલા હોય તો ફેમિલી ડોકટરની સલાહ લેવી જોઈએ. સાટોડી જાણીતી વનસ્પતિ છે.