હોમ
ફાગણ મહિને વસંતના દહાડા
-
ફાગણ મહીને વસંતના દહાડા, ઘરમાં વહુઆરુએ માંડ્યા છે રાડા.
ધેણ કહેતી રે હું તો કંઈયે ના જાણું, ચાલતાં ગાડાનુ; પૈડુ રે તાણું.
ધેણ કહેતી રે હું તો કાચા ચણા ચાવું,ટચલી આંગળી ઉપર નાવલો નચાવું.
ધેણ કહેતી રે હું ને વાની રે અરજો, વાની રે અરજે કરાવ્યા રે ખરચો.
ધેણ કહેતી રે હું ને વાના રે ગોળા, વાને રે ગોળે ભરાવ્યા શે ખોળા.
વાંસીદા વાળંતા વહુઅર દીસો છો રૂડાં રે, પડ્યાં આખડયાં છેડે
બાંધો એ લક્ષણ ભૂંડા રે.
ગાય દોહંતાં દીસો છો રાણી રે, વાડકે વાડકે દૂધ પિયો માંહે રેડો પાણી રે.
રાંઘ તાં રાંધતાં વહુઅર દીસો છો રૂડાં રે, ખારાં મોળા ચાખી
જુઓ એ લક્ષણ ભૂંડા રે.
તમારી રે સાસુએ શી શી સાધર પુરી રે, હુનાં હુનાં ખાજાં ઉતારતી જલેબી રે.
તે રે ખાઈ ઘેણ ઓરડે સુતાં, રાતના ચાર ચાર પહોર ઘસ ઘસ ઉંધ્યા.
સાસુના જાયા ઊંધો છોકે જાગો, પાનનાં બીડલાં તે વાળી વાળી આપો.
તમારી રે માડીએ શી શી સાધર પુરી રે, બાર વરસનો બાવટો ને
તેર વરસનું તેલ રે.
કુંવાડીઆની ભાજીને એરંડીએ વધારી, તેરે ખાઈ ઘણી પરસાળે સુતાં.
રાતના ચાર પહોર અધી છૂટયાં, માડીના જાય સુતા છો કે જાગો.
અધવાના લોટા તે ભરી ભરી આપો, ઘર પછવાડે ખોદાવો રે ખાડી.
તે રે ઉસેડે એની – રે માડી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com