
શ્રાધ્ધ એટલે આપણા પૂર્વજો અને પિતૃઓને અદ્ર્ય આપવું. આ શ્રાધ્ધને કૃષ્ણપક્ષ શ્રાધ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે. આપણા પિતૃઓએ આપણા તથા આપણા પરિવારના ઉત્કર્ષ માટે જીવનભર મહેનત કરી, આપણને સુખ-સંપત્તિ અપવવા ખુદ પોતાના સુખ-સમૃધ્ધીનો ભોગ આપ્યો હોય છે. શ્રાધ્ધના દિવસો દરમ્યાન આ પિતૃઓને યાદ કરી તેઓના સુખ અને શાંતિની કામના કરવાની હોય છે. સાથે સાથે પિંડદાન કરવામાં આવે છે. તર્પણ એટલે કે તૃપ્ત પણ કરવામાં આવે છે.
આપણા પિતૃઓ પૂર્વજોને શ્રાધ્ધનું અદ્ર્ય આપવામા; આવે છે તેની પાછળનો અર્થ ઘણો જ વિશાળ છે. માણસે પિતૃઓ પાછળ શ્રાધ્ધ જ નથી નાખવાનું સાથે સાથે તેઓની પ્રતિષ્ઠા પણ જાળવવાની છે અને એવા આચાર વિચાર અને વાણી અપ્નાવવા છે જેથી તેની આબરું ને કોઇ ઠેંસ ન પહોંચે. શ્રાધ્ધના દિવસે આપણે સ્વયંનું નિરીક્ષણ પણ કરવાનું હોય છે કે વર્ષભર આપણે કેવા કાર્યો કર્યા અને કેવા કર્મો કરવાની જરૂર હતી જો કોઈ ભૂલચૂક થઈ હોય તો પિતૃઓની માફી માગી સત્કર્મો ને અપનાવવા. શ્રાધ્ધ પંદર દિવસો સુધી ચાલે છે. આપણું માનવ જીવન ઘણા પ્રકારના કર્મોથી બંધાયેલું છે. આપણી ઉપર પ્રભુનું ઋણ છે. દેવો ઋષીએ અને સતપુરૂષો પણ આપણા ઉપર ઋણ ધરાવે છે. તેથી આ પંદર દિવસો દરમ્યાન પ્રભુના ઋણમાંથી પ્રભુમય જીવન જીવવું. પ્રભુનું સ્મરણ કરી સતમાર્ગ અપનાવવો. દેવોનું ઋણ ચૂકવવા દેવની આરાધના કરવી. ઋષિઓએ ભારતીય સંસ્કૃતિ અને તેની પરંપરાઓને જાળવવા પોતે જપ તપ કરી પોતાનું સમગ્ર જીવન ગાળી નાખ્યું હોય છે. એટલે તેઓનું ઋણ પણ આપણી ઉપર ગણાય, આ શ્રાધ્ધના દિવસો દરમ્યાન આ ઋષિઓને યાદ કરી તેઓનું પણ તર્પણ કરવું, અને તેઓએ જે રીતે આપણા સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા. તેજ રીતે પ્રયત્નો કરવાનું પ્રણ લેવું સત પુરૂષોનું આપણા જીવનમાં વાસ્તવિક પ્રદાન હોય છે. તેઓ આપણા સાચા માર્ગદર્ક બન્યા હોય છે અને તેઓના ચીંધેલા યોગ્ય રાહને કારણે જ આપણે જીવનમાં અંતરાયો પાર કરીને સુખી થવા હોઈએ છીએ, તેઓને યાદ કરીને તર્પણ કરવું. મહાલય પક્ષ તરીકે પણ ઓળખાતા આ શ્રાધ્ધ દરમ્યાન આપણે પિત્તૃઓ, પૂર્વજોનું તર્પણ કરીને જ નથી અટકવાનું પરંતુ તેઓ જે સતકાર્યો કરી રહ્યા હતા. પરંતુ તેઓની આવરદા સમાપ્ત થવાને કારણે અધૂરા રહી ગયા હતા તે આગળ વધારી પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લેવાની છે, અને તેનો અમલ કરવાનો છે તો જ આપણે કરેલું શ્રાધ્ધ ખરા અર્થમાં પૂર્વજો કે પિતૃઓનું તર્પણ બની શકે.