શ્રી રામના ચરિત્રમાંથી એક વ્યકિતને ભૂલી જઈએ તો આપણને સમમ્ગ રામાયણ અધૂરી લાગે તે છે રામભકત પવનપુત્ર શ્રી હનુમાન અને એટલે જ રામે તેમને પુરુષોમાં ઉત્તમ અર્થાત પુરુષોત્તમ ની પદવી અર્પણ કરી હતી અને આજે પણ રામના દરેક મંદિરે શ્રી હનુમાનજીની મૂર્તિ અવશ્ય જોવા મળે છે. આવા શ્રેષ્ઠ મહાપુરુષ હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને, દિવસે થયો હતો, જેને આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂર્ણ હનુમાનજીમાં વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા. આવી કલિકાસર્વજ્ઞ વ્યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો તેથી જ રામની સફળતાઓમાં મારુતીનંદન હનુમાનજીનો ફાળો અદિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્ન હોવાં છતાં તેનામાં નખશીખ અભિમાનનો ભાવ નહોતો. તેઓતો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ન હતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનના સૌથી વધુ વિ૫ત્તિકાળમાં હતા. રામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ જયાંરે રાવણના ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગીવના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે શ્રી રામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલી માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાજીને અશોકવાટીકામાં આત્મહત્યાના માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિધ્ધાન જ નહિ. એક વીર સૈનિક પણ હતા, પરંતુ તેનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈપ્ણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્દજીતના બાણથી મરણશૈયા ઉપ્ર પડેલા લક્ષ્મણજીને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ્વા રામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીના આવા કાર્યોથી ગદગદ થયેલા રામે રામાયણમાં એક જગ્યાએ કહયું છે, મારુતીનંદન તમારા મારા ઉપરના અસંખ્ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. આજે હનુમાનજયંતિના પાવન પર્વે આપણને હનુમાનજીનું સમર્ગ ચરિત્ર યાદ આવે છે. પરંતુ તેમના જીવનનો મુખ્ય સંદેશ એ છે કે એક વાનર અવતાર પણ પોતાની બુધ્ધિ, કૌશલ્ય અને વિધ્ધતાથી મહાત્મા પણ બની શકે છે. રામ હનુમાનજીને મહાત્મા પણ કહેલા જે મહાત્માના ભકિતમય જીવન વગર ભગવાનનું ચરિત્ર પણ અધુરું લાગે છે.