મનુષ્ય માટે જેટલી આવશ્યકતા હવા, પાણી અને અન્નની છે, એટલી જ આવશ્યકતા કસરતની પણ છે. કસરતનો અર્થ ગિલ્લી-દંડા, ફૂટબોલ, ક્રિકેટ વગેરે એવો નથી. કસરતનો સાચો અર્થ છે : શારીરિક અને માનસિક કામ. મનુષ્યે દરરોજ ૮ કલાક શારીરિક શ્રમકાર્ય કરવું જોઈએ, અને એ કાર્ય એવું હોવું જોઈએ કે જે કરતાં કરતાં આપણા મનની શક્તિને પણ કામ મળી રહે. જમીન પર ખેતી માટેનો શ્રમ એ એક સર્વોત્તમ વ્યાયામ છે. અને બીજો સર્વોત્તમ વ્યાયામ ચાલવાનો છે. એને વ્યાયામનો રાજા કહેવામાં આવે છે. ચાલવાથી શરીરના પ્રત્યેક ભાગમાં લોહીનો પ્રવાહ ગતિથી રહે છે. તેનાથી પ્રત્યેક અંગની કસરત થઈ શકે છે. – ગાંધીજી