હોમ
શ્રાઘ્ધ કરવાના પવિત્ર તીર્થો , તિથી
-
શ્રાઘ્ધ કરવાના પવિત્ર તીર્થો , તિથી
શ્રાઘ્ધ માટે અનેક પવિત્ર તીર્થો શાસ્ત્રમાં બતલાયા છે.‘ગયા’ શ્રેષ્ઠ તીર્થ મનાય છે જ્યાં ફાલ્ગુ નદી વહે છે તેના કિનારે ‘વિષ્ણુપદ’ નામનુ તીર્થ છે. પિતૃઓનું ગયાજીમાં શ્રાઘ્ધ કરવાથી નવા આવતા શ્રાઘ્ધ પર્વમાં ભૂલ થાય તો તે ક્ષમ્ય બને છે.‘અમરકંટંક’ના પર્વત ઉપર શ્રાઘ્ધ કરવાથી શ્રાઘ્ધ અક્ષય પામે છે. ‘ઘૃતપાય’ નામનું સ્થળ રૂદ્રના તપથી પુનીત છે.‘ગોકર્ણતીર્થ’ પણ પ્રખ્યાત છે.ગુજરાતમાં નર્મદા નદિના કિનારે શ્રાઘ્ધ પાવનકારી છે તે પિતૃઓની પાવનકારી પુત્રી છે.‘પુષ્કર’ તીર્થમાં શ્રી રામ દશરથ રાજાનું શ્રાઘ્ધ કર્યું હતું.ગંગા નદીમાં ‘હરકી પૈડી’ શ્રેષ્ઠ છે જે હરદ્વારમાં આવેલી છે સવાર સાંજ ત્યાં ગંગામૈયાની આરતી થાય છે.‘યમુનાજી’ પુષ્ટિમાર્ગના આરાઘ્ય દેવી છે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ અહીં માળા પહેરામમણી કરાવવી યમુનાજી આમય મોક્ષ અને ઠાકોરજી સાથે મેળાપ કરી, આપનારા છે.‘કાશી’શ્રેષ્ઠ તીર્થ છે સુરતનું જમણ અને કાશીનું મરણ અને શ્રાઘ્ધ પ્રખ્યાત છે.
તીર્થોમાં સ્નાનનો મહત્ત્વ છે ત્યાં પીંડદાન આપવાથી પિંડ પિતૃ જ્યાં હોય ત્યાં પહોંચે છે.માર્કેન્ડ પુરાણમાં ઉલ્લેખ છે કે પિતૃઓના ગણો ચારેય વર્ણના છે આ પિતૃઓ સામે યમરાજા મારૂ રક્ષણ કરો મારા પિતૃઓ તૃપ્ત થાવો તેવી ભાવના છે.માર્કેન્ડય પુરાણમાં ત્રાણુ અને ચોરાણુમાં અઘ્યાયમાં પિતૃ સ્તોત્ર આપેલું છે.
આ સ્તોત્ર ઘરમાં રાખવાથી અને તેનો મંત્ર જપવાથી કલ્યાણ થાય છે.ઋગવેદમાં પિતૃઓ અને યમરાજાનો ઉલ્લેખ છે. વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે દશરથ રાજાનું પીંડદાન કરવા શ્રી રામ અને સીતાજી ગયા ત્યારે ત્રિવેણીમાંથી રાજા દશરથે હાથોહાથ સ્વીકારેલું શ્રાઘ્ધ ત્રણ પ્રકારના છે નિત્ય, નૈમિતિક અને કામ્ય...જેને પોતાનાપિતૃઓની તિથી (મૃત્યુતિથી) યાદ નથી તેમમે ભાદરવા વદી અમાસે કરવું. ભાદરવાની અમાવાસ્યા પિતૃઓ માટે પરમ ફલદાયી છે.ભાદરવાની નોમ ‘ડોશીઓની નોમ’ તરીકે ગણવામાં આવે છે. માતાના શ્રાઘ્ધ માટે આ તીથી શ્રેષ્ઠ છે.‘ભાદરવા વદી ચૌદશ’ નાના બાળકો મરી ગયા હોય તો આ દિવસે બાળાભોળાનું શ્રાઘ્ધ કરવું.આમ તો મોટો પુત્ર શ્રાઘ્ધ કરે છે પણ પુત્રો શ્રાઘ્ધ ન કરે તો કળિયુગમાં પુત્રીઓ પણ કરી શકે છે. સંતાન ન હોય તો વિધવા સ્ત્રી શ્રાઘ્ધ કરી શકે છે.શ્રાઘ્ધનું ફળ તિથી મુજબભાદરવા વદી એકમ - ધનપ્રાપ્તિ થાયભાદરવા વદી બીજ - જીવનમાં સફળતા અપાવેભાદરવા વદી ત્રીજ - પાપોનો નાશ કરેભાદરવા વદી ચોથ - શત્રુ જિત કરાવેભાદરવા વદી પાંચમ - લક્ષ્મીજીના આશીર્વાદ મળેભાદરવા વદી છઠ - બ્રાહ્મણો, ગુરૂ અને પિતૃઓ આશીર્વાદ મળેભાદરવા વદી સાતમ - યજ્ઞના જેટલું ફળ મળેભાદરવા વદી આઠમ - ગરીબી દૂર થાયભાદરવા વદી નોમ - માતા આશીર્વાદ આપે સદગુણી સ્ત્રી મળે.ભાદરવા વદી દશમ - બ્રમલોક મળેભાદરવા વદી અગીયારસ - મોક્ષ મળેભાદરવા વદી બારસ - બુઘ્ધિ વધેભાદરવા વદી તેરસ - આયુષ્યમાં વૃઘ્ધિ થાયભાદરવા વદી ચૌદસ - સર્વ પિતૃઓ માટે શ્રેષ્ઠ દિવસભાદરવા વદી અમાસ - સર્વ પિતૃઓનું શ્રાઘ્ધ મહાલય શ્રાઘ્ધ પર્વ.ખ્રિસ્તીલોકો પણ વર્ષમાં એકવાર માતાપિતાની કબર ઉપર શ્રઘ્ધાપૂર્વક ફુલ ચઢાવવા જાય છે.શ્રાઘ્ધનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, શ્રુતિ પુરાણોમાં છે જ.પિતૃલોકના અધિષ્ઠાતા શ્રી યમરાજ છે રાહુગ્રહનો પ્રતિનિધી કાગડો છે કાગડો પિતૃલોકનું માઘ્યમ છે.કાગભુશાંડી બ્રાહ્મણ વિષ્ણુ ભગવાનનો અવતાર ગણાય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com