હોમ
પનોતિનો ગ્રહ ‘શનિ’
-
શનિ તરીકે વૈદિક જયોતિષ શાસ્ત્રમાં પ્રચલીત આ ગ્રહનું નામ સંસ્કૃત શબ્દ શનિશ્યરા પરથી આવેલું છે. આ શબ્દનો અર્થ છે ધીમી ગતિ કરનારો. શનીમાંથી આપણને શબ્દ મળે છે શૂન, જેનો અર્થ અવગણના કે અમુક બાબત પ્રત્યેની સર્તકતા ગુમાવવી એવો થાય છે. આ સતર્કતા ગુમાવવાનો અર્થ દુન્યવી ચીજો પ્રત્યેની જાગૃતિમાં ઘટાડો એમ પણ કહી શકાય. આમ શનિનો ગ્રહ સંયમ, તપસ્વી વૃતિ, આંતરીક આધ્યાત્મીક ભાવના અને અસ્તીત્વમાં રહેલી ભૌતિકતાઓ પ્રત્યે ઉદાસીનતાનો સુચક છે. શનિનો ગ્રહ હાનિકારક ગણવામાં આવે છે. તે દિર્ધાયુ, કંજુસાઈ, દુઃખ, શોક, વૃધ્ધાવસ્થા અને મૃત્યુનો સૂચક છે. સાથોસાથ આ ગ્રહ શિસ્તતા, પ્રતિબંધ, મર્યાદા, જવાબદારી, વિલંબ મહત્વકાંક્ષા, નેતૃત્વનાં ગુણ હકની ભાવના, અપમાન, નૈતિકતા, પ્રામાણીકતા અને અનુભવથી જન્મેલ ડાહપણ, અસ્વીકાર, લાગણીનો અભાવ, આધાત્મ, સખત મહેનત, વ્યવસ્થાપકતા અને સત્યપ્રિયતા બક્ષે છે.
શનિની પ્રકૃતિ વાયુ છે, રંગ ભુરો છે તથા રત્ન ભુરા રંગનો નીલમ છે. બધાં જ કાળાં પથ્થરો પણ શનિનાં પ્રતિક છે. શનિની ધાતુ સીસું છે. શનિની દીશા પૂર્વ છે તથા દિવસ શનીવાર છે. તેની પાકટ અસરો ૩૫ વર્ષની ઉંમરે થાય છે. શનિવારે આ દેવની પુજા કરવાથી તકલીફોને હળવી બનાવી શકાય છે જે સાડાસાતીમાં ભકતને અનુભવવી પડે છે. સાચા મનથી ભકિત કરનારને શનિદેવ સારું ફળ આપે છે. તથા દરેક લાભ આપે છે.
શનિનો રંગ ભુરો છે તે તમારી આધ્યાત્મશકિતમાં વધારો કરે છે, ચિંતામુકત બનાવે છે, ર્દઢ નિશ્ચયતા વધારે છે અને નકારાત્મક વિચારોને દુર કરી હકારાત્મક અત્મગમમાં વધારો કરે છે.
ભુરા રંગ સાથે કંઠ- ગ્રંથી-વિશુધ્ધચક્ર સંકળાયેલ છે. આ ચક્ર આપણા નિર્ણયોનું કેન્દ્ર છે. પાંચમા ચક્રની તંદુરસ્તી દર્શાવે છે કે વ્યકિત કેટલી પ્રમાણીકતાથી તેનાં વિચારોને વ્યકત કરે છે. આપણી પસંદ વિશે આપણે કંઠ થી વાત કરીએ છીએ, આપણા જાવનમાં આપણે કરેલી પસંદગીઓ આપણાં ઉર્જા ચક્ર પર અસર કરે છે. ગુસ્સો રોકવો, ન બોલવું, ઈચ્છા વ્યકત ન કરવાનો નિર્ણય લેવો આપણે ઘણીવાર ગળામાં ડુમો ભરાયો હોય તેવું અનુભવીયે છીએ. ખાસ કરીને આવું ત્યારે થાય જયારે આપણને ખબર ન હોય કે શું બોલવું અને ખરી વાત કહેવી કે નહીતેની દ્રીધા હોય. કંઠ ચક્રને પડકાર એ હોય ક., વ્યકિત સાચામાં સાચી રીતે પોતાના વિચારની અભિવ્યકિત કરી શકે. સત્યની જ ઈચ્છા રાખવી. આ રંગમાં અંગત અભિવ્યકિત, સર્જનાત્મકતા, વ્યસન, ટિકા, વિશ્વાસ, નિર્ણય શકિત, દૃઢતા, સત્તાનો અભાવ, સંવાદ શકિત, પ્રેરણા, શાણપણ, આત્મવિશ્વાસ, નેકી, સત્ય, સ્વતંત્રતા વગેરેને લગતાં લક્ષણો હોય છે. શનિના ૐ માટેની ઉત્તમ જગ્યા પૂર્વ તરફની દિવાલ છે. શનિ મકર અને કુંભની રાશિનો સૂચક છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com