હોમ
શંભુપ્રસાદ દેસાઈ
-
લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને ઈતિહાસવિદ્ શ્રી શંભુપ્રસાદ દેસાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૮માં ચોરવાડ મુકામે થયો હતો. બી.એ.ની પરીક્ષા પસાર કરી અમદાવાદની મોડેલ સ્કુલમાં માનદ શિક્ષક તરીકે જોડાયા. ત્યાર પછી તેઓ લોકશક્તિના ઉપમંત્રી થયા. તેમણે પોતાના બાપદાદાના ગરાસનો હવાલો સંભાળ્યો. હવે તેમણે બીજી એલ.એલ.બી.ની પરીક્ષા પસાર કરી દીધી હતી એટલે તેમને જૂનાગઢ રાજ્યની વકીલાતની સનદ મળી જૂનાગઢના દીવાનના હુકમથી. શંભુભાઈની રેવન્યુ ખાતામાં તેમની અનિચ્છા છતાં વહિવટદાર તરીકે નિમણૂક કરી. ત્યાર પછી તેઓએ રાજકોટના કલેક્ટર તરીકે તેમજ ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશન મેનેજિંગ ડિરેક્ટર તરીકે અમદાવાદમાં સેવાઓ આપી. તેમણે કુલ ૪૩ ગ્રંથો લખ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો ઈતિહાસ, પ્રભાસ અને સોમનાથ, જૂનાગઢ અને ગિરનાર, તારીખ-એ-સોરઠ વગેરે મહત્વપૂર્ણ દસ્તાવેજી ગ્રંથોનો સમાવેશ થાય છે. સારાષ્ટ્રના અરબી અને ફારસી શિલાલેખો ઉપરનો તેમનો ગ્રંથ ભારતમાં ખ્યાતિ પામ્યો છે. તેમના વિશે અનેક ચારણ, બારોટ અને અન્ય કવિઓએ પ્રશસ્તિ કવિતાઓ પણ લખી છે. તા. ૩-૪-૨૦૦૦ના રોજ શંભુબાપાએ આપણી વચ્ચેથી ૯૨ વર્ષની વયે કાયમી વિદાય લીધી પણ તેઓ આપણા માટે ‘સૌરાષ્ટ્રનો બોલતો-ચાલતો ઈતિહાસ’મૂકતા ગયા છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved