હોમ
કેટલીક ઉપયોગી સેક્સ-ટીપ્સ
-
કેટલીક ઉપયોગી સેક્સ-ટીપ્સ
ડૉ. સંજય પોપટ
‘સેકસ એજ્યુકેશન‘નો અર્થ માત્ર એવો નથી કે, લોકો સેકસ વિષે જે નથી જાણતા તે તેઓને જણાવવું. તેઓને તે રીતે વર્તતા શીખવવું-એ પણ સેકસ એજ્યુકેશનનો જ એક ભાગ છે.‘સેકસ એજ્યુકેશન‘થી સમાજમાં બળાત્કાર, એઈડ્સ તથા ગુપ્ત રોગોની માત્રામાં ઘટાડો કરી શકાય છે.જાતીયવૃત્તિઓને સમજવામાં અને યોગ્ય માર્ગે દોરવવામાં ‘સેકસ એજ્યુકેશન‘ મહત્વનો ભાગ ભજવે છે.જાતીય વિષયમાં બાળકની સમજશક્તિ કરતાં વધારે માહિતી જો તેને અપાઈ જાય તો તે ય નુકશાનકર્તા નથી કેમ કે તેમ થવાથી બાળકને બહુબહુ તો નવા પ્રશ્નો ઊભા થશે, જે છેવટે તો બાળકના લાભમાં જ છે.જે બાળકો માતાપિતાને સેકસ અંગે કોઈ પ્રશ્નો નથી પૂછતા તે બાળકોને એ વિષયમાં જિજ્ઞાસા નથી એવું માનવું ભૂલ ભરેલું છે. માતાપિતાને જો પ્રશ્નો પૂછી શકાય તો બાળકો અચૂક પ્રશ્નો પૂછતા થાય છે.અમુક વ્યક્તિઓને રોજ એકવાર સંભોગ ઓછો લાગે છે અને અમુક યુગલને અઠવાડિયે બે વાર પણ વધારે પડતો લાગે છે. ‘કેટલો સંભોગ સારો ?‘ એ પ્રશ્ન જ અસ્થાને છે.ચરસ, હશીશ કે એલ.એસ.ડી.થી સંભોગનો સમય વધારી શકાતો નથી. દવાઓની અસરમાં એક ક્ષણ એક મિનિટ જેટલી લાંબી લાગે છે. આથી સમાગમ દીર્ઘ થઈ શક્યાની કેવળ ભ્રાંતિ જ થાય છે.આડેધડ અપાતા હોરમોન્સનાં ઈંજેકશનોથી ક્યારેક વીર્યમાં રહેલા શુક્રાણુઓની સંખ્યા વધવાને બદલે ઘટી જાય છે.સમજદાર, પ્રેમાળ અને આકર્ષક ‘સેકસ પાર્ટનર‘ એ જગતનું એકમાત્ર અને સર્વોત્તમ સેક્સ ટૉનિક છે.જેણે સંભોગ ન કર્યો હોય એવી છોકરીના યોનિમાં બહારના ભાગ આગળ વીર્ય અટકે તો અકસ્માતે તે સગર્ભા થઈ શકે છે.અમુક અપવાદો બાદ કરતાં માસિક સ્ત્રાવના સમય દરમિયાન જાતીય સમાગમનો આનંદ લેવામાં કશું જોખમ કે નુકસાન નથી. હા, નિષ્ણાત તબીબનો અભિપ્રાય મેળવી લીવોસારો.જો દુખાવો,રક્તસ્ત્રાવ,ઈન્ફેકશન કે અનિચ્છા ન હોય તો સુવાવડ પછીના ત્રણેક અઠવાડિયા બાદ સ્ત્રી ફરી જાતીય જીવનમાં પ્રવૃત્ત થઈ શકતી હોય છે.જાતીય ઉત્તેજનાની ચરમસીમા (ઓર્ગેઝમ કલાઈમેકસ) ઉપર કોઈ-પણ સ્ત્રી પહોંચી કે નહીં તે જાણવાનો સૌથી વધુ સારો અને સચોટ ઉપાય એક જ છે: તે સ્ત્રીને પૂછી જોવું.૭૫ ટકા જેટલી ભારતીય સ્ત્રીઓનું કહેવું છે કે, સમાગમ દરમિયાન તેઓ પોતે ‘ઉપર‘ અને પુરુષ ‘નીચે‘ હોય એવી સ્થિતિ પસંદ કરે છે.સ્ત્રી અને પુરુષને ઓર્ગેઝમ (ક્લાઈમેકસ) એક સાથે જ અનુભવાય એ ગર્ભધારણ કે આર્દશ જાતીય આનંદ બેમાંથી એકે માટે જરૂરી નથી.યુવાનીમાં ખૂબ ‘એકટીવ સેકસ્યુઅલ લાઈફ‘ જીવવાથી મોટી ઉંમરે કોઈ નુકશાન થતું નથી અને જાતીય રીતે પાંગળા પણ થઈ જવાતું નથી. ઊલટું જેઓ યુવાન વયે જાતીય રીતે વધારે ‘એકટીવ‘ હોય તેઓ જાતીય પ્રવૃત્તિશીલતા અને સમૃદ્ધિ મોટી ઉંમર સુધી જાળવી શકે એવી શક્યતા વધારે છે.સંભોગ સમયના દુખાવાથી અથવા તો તેના ભયથી યોનિ માર્ગનો આગળનો ભાગ સંભોગ શરૂ થતાંની સાથે જ તરત દર્દ સહિત સંકોચાઈ જવો, એ સ્ત્રીઓની સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતી જાતીય સમસ્યા છે જેને ‘વજાઈનિસ્મસ‘ કહેવાય છે.સમાગમ પછી કેટલીક સ્ત્રીઓને પેડુમાં દુખાવો થાય છે. તેનું કારણ સમાગન નહીં પરંતુ સમાગમ અપૂર્ણ રહી ગયો હોય તે છે. સંવનનની ક્ષણોમાં ત્યાં જમા થયેલું લોહી આને માટે કારણભૂત હોય છે.અજ્ઞાન અને અણસમજ ઉપરાંત અણગમો કે અરુચિ,પાર્ટનર પ્રત્યેનો તિરસ્કાર કે રોષ અને વધુ પડતી અપેક્ષાઓ પણ જાતીય જીવનની તકલીફો માટે જવાબદાર હોય છે.કેટલાક પુરુષો લગ્ન કરતાં પહેલા પોતે બરાબર છે કે નહીં તે ચેક કરવા ધંધાદારી સ્ત્રીઓ પાસે જાય છે, ક્યારેક એ પગલું જ તેમની સેક્સલાઈફમાં પહેલી સમસ્યા સર્જનારું બની રહે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com