હોમ
સેક્સ અંગેની પ્રચલિત ગેરમાન્યતાઓ
-
સેક્સ અંગેની પ્રચલિત ગેરમાન્યતાઓ
ડૉ. સંજય પોપટ
સેક્સ લાઈફમાં પ્રયોગો કરનાર, નવાં આસનો, નવી સ્થિતિ અંગે વિચારનાર, તથા નવી રીતો અજમાવનાર વ્યક્તિ વધુ પડતી સેક્સી હોય છે.કોઈપણ સ્ત્રીને લાંબો સમય જાતીય છૂટછાટો દ્વારા ઉશ્કેરવાથી તે અંતે તો સંબંધ બાંધવા તૈયાર થઈ જાય છે.પત્ની તરફથી પૂરતું કામસુખ ન મળતું હોય તો જ પતિઓ લગ્નેતર સંબંધો તરફ વળે છે.મિત્રો સાથે વર્ષે એકાદવાર વિદેશ કે મહાનગરોમાં ફરવા ગયા હોઈએ ત્યારે વ્યાવસાયિક સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધવામાં કશું જોખમ નથી.પોતાના જીવનસાથી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવાથી અથવા તો તેના પ્રત્યે ઔદાર્ય દાખવીને સહિષ્ણુ બનવાથી તે વ્યભિચારી બની જાય છે.‘લગ્નનાં થોડાં વર્ષોમાં જ મારા પતિએ મારામાંથી રસ ગુમાવી દીધો છે. એને માટે હું જ જવાબદાર છું, કેમ કે હવે હું પહેલા જેટલી સુંદર દેખાતી નથી.કામાનંદ માટેના પ્રિસ્ક્રાઈબ થયેલ સાધનો વાપરવા જોખમી છે અને પછી એના વગર ચાલતું નથી. આવાં સાધનો વાપરવાથી કામજીવન નિષ્ક્રીય તથા પ્રોબ્લેમેટિક જ થઈ જાય છે.પોતાના જીવનસાથી ઉપર જાપ્તો, ચોકી પહેરો કે કડક નિયમો લાદવાથી, ઝીણવટપૂર્ણ દેખરેખ રાખવાથી કે તેની ઉપર જાસૂસી કરવાથી તેને લગ્નેતર સંબંધો બાંધતા અટકાવી શકાય છે.જીવનમાં કંઈક કરી બતાવવાની તથા આગળ આવવાની ધગશ ધરાવતી છોકરીઓ માતા તરીકેનો પાઠ વ્યવસ્થિત ભજવી શકતી નથી.પૌરુષસભર રમતો રમનાર છોકરી તથા સ્ત્રેણ પ્રવૃત્તિઓ કરનાર છોકરાઓ સજાતીય હોય છે.સંતાન વિહોણું દંપતી બીજાઓ જેટલો કામાનંદ નથી મેળવી શકતું.સંતાન વિહોણા દંપતીમાં જેનામાં ખામી નથી હોતી તે હંમેશ લગ્નેતર સંબંધો દ્વારા સંતાન પામવાની ઈચ્છા ધરાવે છે.નૈતિકતાને વચ્ચે લાવ્યા વિના સેક્સની ચર્ચા કરી જ ન શકાય.ટૂંકાગાળામાં બે વાર સમાગમ કરવાથી જોડિયા બાળકો અવતરે છે.ગર્ભાવસ્થા દરમિયાન સારા વિચારો કરવાથી સારું બાળક જ આવે છે.મારા જાતીય ગમા-અણગમાઓ તથા મારી પસંદગીની વાત મારી પત્નીને કહું અને એને ખોટું લાગી જાય તો ? અથવા એ મારા વિષે કશું ખોટું ધારી બેસે તો ?સેક્સ એજ્યુકેશનમાં હંમેશ ધાર્મિક રૂઢિઓ તથા સામાજિક માન્યતાઓનું ખંડન જ કરવામાં આવતું હોય છે.એઈડ્સ તથા અન્ય જાતીય ગુપ્ત રોગો કેવળ વ્યાવસાયિક વ્યક્તિઓ સાથે સેક્સ માણવાથી જ થાય છે. પરિચિત વ્યક્તિઓ સાથે લગ્નેતર સેક્સ ભોગવવાથી આ રોગો નથી થતાં.યુવાનોને ચારિત્ર્ય કે જીવનઘડતરની સલાહો આપવાથી તેઓને આવતા સેક્સના વિચારો અટકાવી શકાય છે.હું એક અપરિણીત યુવક છું. મને ભૂતકાળમાં એક છોકરી સાથે જાતીય સંબંધો હતાં. મેં ક્યાંક વાંચ્યું છે કે એકથી વધુ વ્યક્તિઓ સાથે દેહ સંબંધ રાખવાથી એઈડ્સ થઈ શકે છે. હું લગ્ન કરવાનું ટાળું છું, કેમ કે એક વ્યક્તિ સાથે કામસુખ માણ્યું છે. મને ડર છે, કે એકથી વધુના ધોરણે જો હવે હું કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી સેક્સ માણીશ તો મને એઈડ્સ થઈ જશે.મારી બહેનપણી કહે છે કે, તેના પતિ જ હંમેશાં સેક્સ ભોગવવાની શરૂઆત કરે છે. જ્યારે અમારા જીવનમાં જુદું છે. ક્યારેક હું પણ શરૂઆત કરી લઉં છું તો શું હું એબ્નોર્મલ હોઈશ?ચરિત્રહીન છોકરીને જ સમાગમ વખતે વધુ બ્લીડીંગ થાય છે.હસ્તમૈથુનથી શરીરમાંનું વીર્ય કે અંડકોષો ખલાસ થઈ જાય છે. તેનાથી વંધ્યત્વ, ટાલ પડી જવી, નપુંસકતા આવવી, નબળાઈ આવવી, ખીલ, કે એઈડ્સ થવો ગાંડપણ થવું, વજન ઊતરી જવું, જેવા રોગો થાય છે.જાતીય ઈચ્છાઓમાં વર્ષો જતાં કોઈ જ વધઘટ કે ચડાઉ-ઉતાર આવવા જ જ જોઈએ.સમાગમ સૂતા સૂતા જ થઈ શકે.સ્ત્રીની પવિત્રતાની પુરુષ હંમેશ તપાસ કરી શકે છે.સેક્સ એ કુદરતી વસ્તુ છે. આપોઆપ આવડી જાય છે તેમાં જાણવા કે શીખવાની કંઈ જરૂર હોતી નથી.નિરોધથી સેક્સનો આનંદ ઓછો જ થઈ જાય છે.ઈન્દ્રિય ઉત્થાન વખતે પેટને અડે તો જ પૂર્ણ ઉત્તેજિત કહેવાય.સ્તનમર્દનથી સ્ત્રીને કાયમ આનંદ જ આવે છે. અને દુખાવો થતો જ નથી.વીર્યસ્ખલન પછી પેશાબ કરવાથી નુકસાન થાય છે.લગ્ન પહેલા શારીરિક સુખ માણેલું જ હોવું જોઈએ.નસબંધી કરાવવાથી સેક્સનો આનંદ ઘટી જાય છે.પેશાબ ભાગ સાથે રમત કરનાર બાળક વિકૃત બની જતું હોય છે.
સ્ત્રીઓ હસ્તમૈથુન ન કરી શકે અને કરે તો વધુ પડતી કામુક કે ચરિત્રહીન થઈ જાય.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com