હોમ
સેકસ એજયુકેશન બાળક ને કયાર થી અપાય?
-
સેકસ એજયુકેશન બાળક ને કયાર થી અપાય?
‘દરેક બાળકને તેના ઉછેરથી જ સેકસનું એજયુકેશન આપવું જોઈએ’
વલ્ર્ડ એઈડ્રસ ડે નિમિતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને લોકોમાં જાગૃતિ લાવવા માટે ‘કોમન સેકસ્યુઅલ પ્રોબ્લેમ્સ ’ (મિથ્સ એન્ડ ફેકટ્સ) વિષય પર બિરલા માતુશ્રી સભાગૃહ માં ઈન્ટરએકિટવ પ્રોગ્રામનું આયોજન કર્યુ હતું. જાણીતા સેકસોલોજિસ્ટ ડોકટર પ્રકાશ કોઠારીએ સેકસસંબંધિત સવાલોના જવાબ અને ગઝલો કહીને શ્રોતાઓને ખુશ કરી દીધા હતા.
ઈન્ટરકેશન શરૂ કરતાં પહેલાં ડો. પ્રકાશ કોઠારીએ શ્રોતાઓને સેકસનું જ્ઞાન તેમને કયાંથી મળ્યું એવો પ્રશ્ન કર્યો હતો. મોટા ભાગનાઓએ મિત્ર પાસેથી મળ્યું હોવાનું કહ્યું હતું. આના અનુસંધાનમાં ડો. પ્રકાશ કોઠારીએ કહ્યું હતું કે ‘ગલીના નુક્કડ પર મિત્રો પાસેથી મળેલા સેકસના એજયુકેશનમાં હકીકત કરતાં અફવા વધારે હોય છે. આને લીધે ગલીનું સેકસ એજયુકેશન કયારેય લાઈબ્રેરી બદલે લેબોરેટરી બની જાય છે.’
પ્રસ્તુત છે ડો. પ્રકાશ કોઠારીને શ્રોતાઓએ પૂછેલા પ્રશ્નો અને એના જવાબના મુખ્ય અંશ.
હસ્તમૈથુન શરીર માટે હાનિકારક છે કે નહીં ?
હસ્તમૈથુન એક આદત છે બીમારી નહીં. શરીર માટે તે હેલ્પફુલ છે પણ હાર્મફુલ તો નહીં જ. અમુક દિવસ સુધી
હસ્તમૈથુન ન કરવાથી સ્વપ્નમૈથુન થઈ જાય છે જેને સ્વપ્નદોષ ન કહેવાય.
આના અનુસંધાનમાં તેઓ એક શાયરી કહે છેઃ�
‘તુમ્હારી યાદ આદત સી હો ગઈ હૈ ઔર આદત નહીં જાતી.’
સેકસ કયાં સુધી અને કેટલું માણી શકાય ?
કોઈપણ આદમી છેલ્લા શ્ર્વાસ સુધી સંભોગ કરી શકે. સેકસને ઉંમર સાથે કંઈ લેવાદેવા નથી. વધારે પડતો સંભોગ કરવાથી પણ કોઈ બીમારી નથી આવતી. વીર્યસ્ત્રાવ થયા બાદ માણસ અમુક મિનિટ માટે નામર્દ થઈ જાય છે. એમાં ગભરાવા જેવું કંઈ નથી.
સેકસનું એજયુકેશન કયારથી આપવું જોઈએ.?
દરેક બાળકને તેના ઉછેરથી જ સેકસનું એજયુકેશન આપવું જોઈએ. બાળક આઠમા કે નવમાં ધોરણમાં ભણતું થાય ત્યારે તો ખાસ સેકસ વિશે તેને જાણકારી આપવી જોઈએ, કારણ કે તે સમયે તેમના હોર્મોન્સ માં વૃધ્ધિ થતી હોય છે. આજે લીધે ઉત્તેજનામાં પણ વધારો થાય છે. આ ઉમરે ટીનેજરો અજાણતાં ખોટાં કામ કરી બેસે છે.
સેકસ અને ડાયેટ વચ્ચે શો સંબંધ છે ?
લીલી શાકભાજી અને લસણવાળી દાળ ખાવાથી પુરુષોના હોર્મોન્સ માં વધારો થાય છે. મહિલાઓના હોર્મોન્સ માં સોયાબીન અને લીલી શાકભાજી ખાવાથી વૃધ્ધિ થાય છે. માંસાહારને લીધે સેકસ માણવામાં જરાય તકલીફ થતી નથી.
પત્ની શુષ્ક હોય તો શું કરવું જોઈએ ?
પત્ની શુષ્ક હોય એ વાત જ ખોટી છે. સંભોગ પહેલાંની ગતિવિધિઓમાં તમે કેટલો સમય ફાળવો છો એ વધારે મહત્વનું છે, કારણ કે સફરમાં મજા છે તે મંજીલ માં નથી.
કમરની તકલીફ હોય તેને સેકસ કરવામાં તકલીફ થાય ખરી ?
હા, કમરના દરદીઓને સેકસ કરતી વખતે તકલીફ થાય છે, પણ તેનો ઈલાજ છે. કોઈને કમરનો તીવ્ર દુખાવો હોય તો પણ ટ્રીટમેન્ટ લીધા બાદ તે સંભોગ કરી શકે છે. ગભરાવાની જરાય જરૂર નથી.
સ્ત્રીઓને સંભોગથી સંતોષ થયો કે નહીં એ કઈ રીતે ખબર પડે?
સંભોગપ્રક્રિયાની અવધિ કરતાં તેમાંથી મળતો આનંદ વધુ મહત્વનો હોય છે. જો કોઈ સ્ત્રી ને સંભોગથી સંતોષ ન થયો હોય તો તેનામાં આવેલાં પરિવર્તન પરથી એ જાણી શકાય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com