એક સમય હતો જયારે માત્ર ભારતમાં જ સ્ત્રીપુરૂષોને કામશાસ્ત્રનું પધ્ધતિસર જ્ઞાન આપવામાં આવતું હતું. આ જ્ઞાન આપવાના હેતુથી જ કામશાસ્ત્રની રચના થઈ. ખજુરાહો અને કોણાર્કનાં મંદિરોમાં રતિક્રીડામાં પરોવાયેલાં યુગલોની મૂર્તિઓ કંડારવામાં આવી છે. આજે પણ શિવલિંગના સ્વરૂપમાં ખરેખર તો આપણે સૃષ્ટિના રહસ્યને નમસ્કાર કરતા હોઈએ છીએ. આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં શૃંગાર રસના ખુલ્લાં અને ઉત્તેજન વર્ણનો કરવામાં આવ્યાં છે, જેમાં સ્ત્રીની ભૂમિકા પુરુષ કરતાં જરાય ઓછી નથી હોતી. દુનિયાભરમાં દરેક કુટુંબ, જાતિ, ધર્મ, સંસ્કૃતિ અને યુગના પુરુષોએ સ્ત્રીઓના દિલોદિમાગ અને શરીર પર કબજો જમાવવાના નવા નવા પેતરા રચ્યા છે. ધીરે ધીરે આપણા દેશમાં સેકસ સંબંધી તમામ બાબતો ફકત પુરુષો પૂરતી જ મર્યાદિત થઈ ગઈ. જરૂર પડે ત્યારે પતિ એમનો ઉપયોગ કરી લે છે. સ્ત્રીઓ ન તો કયારેય પોતાની જરૂરિયાત મન ખોલીને જાહેર કરી શકે ન તો પુરૂષોએ એમનું મન જાણવાનો પ્રયત્ન કર્યા. પતિ એમના પરમેશ્વર થઈ ગયા અને સ્ત્રીઓ દાસી બનીને તનમનથી સેવા કરવાને જ પોતાનો ધર્મ માનતી રહી. એટલું જ નહીં, પુરૂષો બેડા હોય ત્યારે વચ્ચે બોલવાનો હક પણ એમની પાસે ન હતો. કેદી જેવું જીવન જીવવું, બાળકોને જન્મ આપવો, આખો દિવસ ઘરનું કામ કર્યા કરવું, વાતવાતમાં ઠપકો સાંભળવો વગેરે એમનું જીવન બનીને રહી ગયું. શું પત્નીનો અર્થ આટલો સીમિત છે ?
દરેક પ્રાણીની જરૂરિયાતઃ
સેકસ દરેક પ્રાણીની મહત્વની જરૂરિયાત છે. માણસો જ નહીં, અન્ય પ્રાણીઓ પણ સેકસનો આનંદ માણી જીવનના અત્યંત મધુર રસનો લ્હાવો લે છે. જીવનમાં માનસિક સુખ શાંતિ જાળવી રાખવા માટે સેકસનું એટલું જ મહત્વ છે, જેટલું જીવન ટકાવી રાખવા માટે અન્નનું મહત્વ છે. સેકસ માત્ર શરીર સાથે સંકળાયેલી બાબત નથી, એ તો પ્રેમની પરાકાષ્ટા છે. સેકસથી માત્ર શરીર નહીં, મન પણ તુપ્ત થાય છે. સેકસનું રૂપ અલૌકિક છે અને એનો આનંદ અવર્ણનીય છે. નવાઈની વાત તો એ છે કે આટલી મહત્વની ભૂમિકા ભજવનારા સેકસ વિશે સ્ત્રીઓ જો મોકળા મનથી ચર્ચા કરે તો એમના ચારિત્ર્ય તરફ આંગળી ચાંધવામાં આવે છે . સેકસ પતિપત્ની વચ્ચેની ખૂબ જ અંગત બાબત છે. વળી બંધબારણે જ સેકસ માણવામાં આવે એ સભ્યતાની નિશાની છે. આજે સ્ત્રીઓ તમામ ક્ષેત્રોમાં સફળ થઈ છે અને કદાચ એટલે જ સમાનતાના અધિકારો પણ એને પણ રાજકારણથી માંડી દરેક ક્ષેત્રમાં મળે એ માટે એણે અવાજ ઉઠાવ્યો છે. તેમ છતાં ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળી પુરૂષો સાથે ખભેખભા મિલાવી કામ કરતી આ સ્ત્રીઓ સેકસની બેડીઓ તોડવામાં હજુ સુધી કેમ અસફળ રહી છે એ સમજાતું નથી. સેકસની જરૂરિયાત સમજવા છતાં પણ તે પતિ સાથે આ બાબતમાં પોતાની ઈચ્છા અનિચ્છા વ્યકત કરી શકતી નથી. પતિની ઈચ્છામાં જ એની ઈચ્છાને સમાવી લે છે અને પતિની અનિચ્છાહોય ત્યારે મન મારીને સૂઈ જાય છે.
સેકસ વિશે જ્ઞાન હોવું જરૂરી નથી ?
આજે પણ સમાજમાં સેકસને લગતી ચર્ચાઓ ખુલ્લેઆમ થતી નથી. એમાં પણ ટેલિવિઝન પર કોઈ સેકસસંબંધી દ્દશ્ય આવે તો ઘરની છોકરી કે સ્ત્રી જ ઊઠીને ચાલી જાય છે, પુરુષો તો મજાથી એ દ્દશ્યનો આનંદ લે છે. આપણે ત્યાં યુવક-યુવતીઓને સેકસને લગતી માહિતીથી અજાણ રાખવામાં આવે છે. આ માટે એક માન્યતા એવી પણ છે કે લગ્ન પછી આપોઆપ બધી સમજણ પડી જશે. અત્યાર થી જાણવાની શું જરૂર છે ? જીવન માર્મિક સુખ સેકસને જ માનવામાં આવે છે. તેમ છતાં એનું જ્ઞાન ન આપવું એ આપણી સંકુચિત માનસિકતા બતાવે છે. સેકસ લગ્નજીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પતિ અને પત્ની જીવનભરના સાથી છે. પત્ની જો દરેક વિષય પર પતિ સાથે દિલ ખોલીને વાત કરી શકતી હોય તો સેકસ બાબતે પોતાના વિચાર શા માટે રજૂ ન કરી શકે? જો કોઈ પત્ની પોતાના વિચારો રજૂ કરવાનું સાહસ પણ કરે તો પતિની નજરમાં એ વાસનાની મૂર્તિ,લગ્ન પહેલાં સંબંધ રાખનારી, ઉછાંછળી કે પછી બોલવા ચાલવાનું થાય એ બધા પુરૂષો સાથે અનૈતિક સંબંધ રાખનારીમાની લેવામાં આવે છે. કેટલાક શંકાશીલ પતિઓ એને શંકાની નજરે જોવા લાગે છે. પતિ તરફથી એને શારીરિક અને માનસિક યાતના પણ સહન કરવી પડે છે. આવું શા માટે?
અધિકારોથી વંચિત નારીસવાલ એ થાય છે કે શું મહિલાઓને સેકસનો આનંદ લેવાનો અધિકાર જ નથી ? કે પછી એને આનંદ લેતા નથી આવડતો ? અથવા એને આનંદની જરૂર નથી? શું પતિએ પત્નીની સંમતિ લેવી અનિવાર્ય નથી? પુરૂષ પોતાની પત્ની પર સેકસ મારફતે લગામ રાખવા માગે છે. પત્ની આ બંધનરૂપી લગામને અવગણીને પત્નીનો અધિકાર માગવા લાગે છે ત્યારે એણે ઘણો સંઘર્ષ વેઠવો પડે છે. તો શું પત્ની આજે પણ માત્ર ભોગ્યા જ છે?યુવતી ગમે તેટલી આધુનિક માગવા લાગે છે ત્યારે એણે ઘણો સંઘર્ષ વેઠવો પડે છે. તો શું પત્ની આજે પણ માત્ર ભોગ્યા જ છે? યુવતી ગમે તેટલી આધુનિક અને સ્વંતત્ર વિચારો ધરાવતી હોય પણ લગ્ન પછી એક પત્ની તરીકેએ પતિ સાથે બાંધછોડ કરતી જ હોય છે. એની ‘હા’ અને ‘ના’નું કોઈ મહત્વ નથી હોતું. પતિ જયારે ઈચ્છે, જેમ ઈચ્છે એણે સેકસમાં સાથ આપવો પડે છે, પરંતુ હકીકતમાં પતિને કેટલા પ્રમાણમાં પોતાનો ઉપભોગ કરવા દેવો એનો નિર્ણય કરવાનો પત્નીને પૂરો અધિકાર છે. કોઈ કારણસર પત્ની પતિને ના પાડી દે તો પુરૂષને ઠેસ પહોચે છે. કારણ કે પુરૂષને ફકત લેતા આવડે છે, આપતાં નહી.
પત્ની કંઈ રમકડું નથી
આજે સ્ત્રીઓ પોતાની શારીરિક જરૂરીયાતો પ્રત્યે ઘણી જાગરૂક થઈ ગઈ છે. એ ઈચ્છે છે કે પતિ એમની ભાવનાઓને માન આપે, એને સમજે, પતિ અને પત્ની વચ્ચે મનમેળ જળવાઈ રહે એ માટે જરૂરી છે કે પતિ પોતાની પત્નીના વિચારો અને લાગણીઓનો ખ્યાલ રાખે. જો બંને વચ્ચે મનદુઃખ હશે તો રારીરિક સુખમાં એ બાધારૂપ બનશે. કારણ કે મનદુઃખ સાથે કરવામાં આવતા સહવાસમાં ન તો ઉષ્મા હોય છે ન ઉત્તેજના. ફકત એ શીરની કુદરતી રીતે જાગતી ભૂખ સંતોષે છે. ભારતીય સ્ત્રી આજે પણ સેકસમાં પહેલ કરવામાં શરમ અનુભવે છે. પોતે પહેલ ના કરવી એવો એનો સ્વભાવ જ થઈ ગયો હોય છે. ઘણા પતિ એવી આશા રાખે છે કે પત્ની પહેલ કરે. પણ જયારે પત્ની તરફથી શરૂઆત થતી નથી ત્યારે એ પોતાની ઈચ્છા પ્રમાણે જ વર્ે છે. જેમાં પત્ની માત્ર રમકડું બનીને રહી જાય છે. જો સેકસની ક્રિયામાં પતિપત્ની બંને સંમત હોય તો જ એ શારીરિક તૃપ્તિ અને માનસિક શાંતિનો અનુભવ કરાવી શકે છે. ઉત્કટ પ્રેમની અભિવ્યકિતરૂપે પતિપત્ની બંને સેકસમાં સહભાગી થાય તો એનાથી શરીર સ્વસ્થ રહે છે, મન પ્રસન્ન રહે છે અને કાર્ય ક્ષામતામાં વધારો થાય છે.